આખરે કોના હથ્થે ચડશે તીર કમાન; વિધાનસભામાં બહુમત સાબિત કરવા છતાં 'ચૂંટણી ચિન્હ'ને લઇ શિંદે અને

આખરે કોના હથ્થે ચડશે તીર કમાન; વિધાનસભામાં બહુમત સાબિત કરવા છતાં 'ચૂંટણી ચિન્હ'ને લઇ શિંદે અને ઉદ્ધવ વચ્ચે જંગ જારી

07/05/2022 Politics

SidhiKhabar

SidhiKhabar

આખરે કોના હથ્થે ચડશે તીર કમાન; વિધાનસભામાં બહુમત સાબિત કરવા છતાં 'ચૂંટણી ચિન્હ'ને લઇ શિંદે અને

એકનાથ શિંદે જે રીતે ઉદ્ધવ ઠાકરેના હાથમાંથી સત્તા છીનવીને મહારાષ્ટ્રના નવા મુખ્યપ્રધાન બન્યા છે એ જોઈને બધાને નવાઈ લાગી છે. એક સાથે આટલા ધારાસભ્યોને સાથે લઈ જવા સરળ નથી. એકનાથ શિંદેએ પણ વિધાનસભામાં બહુમત સાબિત કરી દીધો છે. હવે આગળની લડાઈ ચૂંટણી ચિન્હ પર પાર્ટીના દાવાને લઈને છે. ઉદ્ધવ ઠાકરે જૂથ આ મામલે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ચૂક્યું છે. કાયદાકીય ગૂંચવણો ઉપરાંત આ મામલો હવે ઘણા પાસાઓમાંથી પસાર થશે. આમાં કોઈ જૂથને ઓછું આંકી શકાય નહીં. જો કે, હજુ પણ પ્રશ્ન એ છે કે, એકનાથ શિંદે શિવસેનાની કમાન પોતાના હાથમાં કેવી રીતે લઈ શકશે?


પાર્ટી ચિન્હને લઈને જંગ થશે

પાર્ટી ચિન્હને લઈને જંગ થશે

એકનાથ શિંદે જૂથને શિવસેનાના 55માંથી 40 ધારાસભ્યોનું સમર્થન મળ્યું છે. આ માટે હવે આગળની લડાઈ પાર્ટીના સિમ્બોલને લઈને થશે. વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે વિધાનસભામાં વિશ્વાસ મત દરમિયાન ધારાસભ્યોની સંખ્યાના આધારે એકનાથ શિંદેને શિવસેના વિધાયક દળના નેતા માન્યા છે. તેના આધારે શિવસેનામાં વ્હીપનું પદ પણ શિંદે જૂથ પાસે છે. આવી સ્થિતિમાં ઓછામાં ઓછું વિધાનસભામાં શિંદે જૂથને હાલ કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડે એવું દેખાતું નથી.


સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ કેસ

શિંદે જૂથનો કેસ પહેલેથી જ સુપ્રીમ કોર્ટમાં છે. તાજેતરમાં, ઉદ્ધવ જૂથ ફરીથી સ્પીકરના નિર્ણયને લઈને સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. આ મામલે 11 જુલાઈએ સુનાવણી થવાની છે. એટલું સ્પષ્ટ થઈ ગયું છે કે બંને પક્ષોએ આ મામલે કાયદાકીય લડાઈ લડવાનું મન બનાવી લીધું છે. બંને પક્ષોના પોતપોતાના દાવા પણ છે. જો કે આ મામલે સુપ્રીમ કોર્ટ ઉપરાંત ચૂંટણી પંચની પણ મહત્વની ભૂમિકા રહેશે. પક્ષના ચૂંટણી ચિન્હ અંગેનો નિર્ણય ચૂંટણી પંચના હસ્તક્ષેપ વિના લઈ શકાય નહીં.


કાર્યક્ષેત્રમાં કઈ મુશ્કેલીઓ આવી શકે છે

કાર્યક્ષેત્રમાં કઈ મુશ્કેલીઓ આવી શકે છે

આ બાબતમાં સૌથી મહત્વની બાબત જે તે પક્ષના બંધારણની છે. પાર્ટીનું બંધારણ પણ પરિસ્થિતિને ખૂબ સ્પષ્ટ કરે છે. એકનાથ શિંદેને ભલે પાર્ટીના ધારાસભ્યોનું સમર્થન મળ્યું હોય, પરંતુ તેમની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં કેટલા લોકો તેમની સાથે છે તે પણ મહત્વનું છે. શિવસેનાનું પોતાનું બંધારણ હોવાથી અને તેની નકલ ચૂંટણી પંચ પાસે પણ છે. તેમણે એ પણ સમજવું પડશે કે પાર્ટીને લઈને શું સ્થિતિ છે. રાજકીય પક્ષ વચ્ચેના વિવાદની સ્થિતિમાં ચૂંટણી પંચ પહેલા એ જુએ છે કે, પક્ષના સંગઠન અને તેના વિધાનસભ્ય આધાર પર કેટલા ધારાસભ્ય-સાંસદ સભ્યો કયા જૂથ સાથે છે. રાજકીય પક્ષની ટોચની સમિતિઓ અને નિર્ણય લેવામાં એકમની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. હાલમાં, શિંદે જૂથ એકલા ધારાસભ્યોની સંખ્યાના આધારે શિવસેનાના પ્રતીક પર દાવો કરી શકે નહીં.


ઉદ્ધવ ઠાકરેની હવે ખરી કસોટી છે

ઉદ્ધવ ઠાકરેની હવે ખરી કસોટી છે

ઉદ્ધવ ઠાકરેની છાવણીમાં ત્રીજા ભાગ કરતા વધુ ધારાસભ્યો નીકળી ગયા બાદ હવે તેમની સામે ખરી કસોટી શરૂ થઈ છે. જો તેમણે પાર્ટીનું ચૂંટણી ચિન્હ જાળવી રાખવું હોય તો તેમણે રાષ્ટ્રીય કાર્યકારિણીથી માંડીને સાંસદ અને તમામ પદાધિકારીઓને એકજૂથ રહેવું પડશે. પાર્ટીના ચૂંટણી ચિન્હ પર દાવો કરવાની વાત આવે ત્યારે તેમની ભૂમિકા મહત્વની રહેશે. રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્યોથી લઈને પક્ષના પ્રતિનિધિ સભા સુધી અને પોતપોતાના બંધારણ પ્રમાણે નક્કી કરેલા અર્થઘટનના આધારે આ બધું નક્કી થાય છે. આવી સ્થિતિમાં, દાવેદાર જૂથે પક્ષના તમામ પદાધિકારીઓ, ધારાસભ્યો અને સંસદના સભ્યો પાસેથી બહુમતીનું સમર્થન સાબિત કરવું પડશે જેથી કરીને ચૂંટણી પ્રતીકની ફાળવણી કરી શકાય.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top