નાણાંમંત્રી નિર્મલા સીતારમણે મહિલાઓને આપી ભેટ, સંભળાવ્યા આ ગુડ ન્યૂઝ

નાણાંમંત્રી નિર્મલા સીતારમણે મહિલાઓને આપી ભેટ, સંભળાવ્યા આ ગુડ ન્યૂઝ

11/20/2023 Politics

SidhiKhabar

SidhiKhabar

નાણાંમંત્રી નિર્મલા સીતારમણે મહિલાઓને આપી ભેટ, સંભળાવ્યા આ ગુડ ન્યૂઝ

દેશની મહિલાઓને આગળ વધારવા માટે ઘણી સરકારી સ્કીમો ચલાવવામાં આવી રહી છે. હવે નિર્મલા સીતારમણે આ બાબતે જાણકારી આપી છે. કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, લાભાર્થીઓને નાણાકીય સહાયતા આપનારી ‘પ્રધાનમંત્રી મુદ્રા યોજના’ હેઠળ મહિલા ઉદ્યમીઓને પહેલી પ્રાથમિકતા આપવામાં આવે છે. PM સ્વનિધિ સે સમૃદ્ધિ' કાર્યક્રમ હેઠળ લાભાર્થીઓને મંજૂરી પત્ર વિતરીત કરતાં કહ્યું કે, નગરપાલિકાઓના અધિકારીઓને સામેલ કરવામાં આવ્યા નથી. ફૂટપાથ પર વેચાણ કરનારાઓની ઓળખ કરવી જોઈએ અને તેમને આ યોજનાનો લાભ ઉઠાવવામાં મદદ કરવી જોઈએ. સ્વનિધિ સે સમૃદ્ધિ કાર્યક્રમ PM સ્વનિધિ યોજનાનું એક અતિરિક્ત ઘટક છે. તેમાં યોજનાના પાત્ર લાભાર્થીઓ અને તેમના પરિવારના સભ્યોને તેમના સમગ્ર વિકાસ અને સામાજિક આર્થિક ઉત્થાન માટે કેન્દ્ર સરકારની 8 યોજનાઓ સુધી પહોંચ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.


લાભાર્થી આધાર કાર્ડનો મળશે ફાયદો:

લાભાર્થી આધાર કાર્ડનો મળશે ફાયદો:

નાણામંત્રીએ જન ધન આધાર મોબાઈલ (JAM)ત્રિપુટીની શરૂઆત યાદ કરતાં કહ્યું કે, એક લાભાર્થી આધારકાર્ડ હાંસલ કર્યા બાદ એક બેંક ખાતુ ખોલી શકે છે અવે તેના ખાતામાં કેન્દ્રથી સીધી નાણાકીય સહાયતા મોકલી શકાય છે જેથી વચેટિયાથી બચી શકે.  તેમણે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની એ ચર્ચિત ટિપ્પણીનો પણ ઉલ્લેખ કર્યો. જેમાં કહેવામાં આવ્યું હતું કે કેંદ્રથી કોઈ લાભાર્થીને 100 રૂપિયા મોકલવા પર પણ તેને માત્ર 15 રૂપિયા મળે છે અને બાકી 85 રૂપિયા વચેટિયા અને અન્ય લોકોના ખિસ્સામાં જાય છે.


મહિલાઓને મળશે લોન:

મહિલાઓને મળશે લોન:

સીતારમણે પ્રધાનમંત્રી મુદ્રા યોજનાના સંદર્ભમાં કહ્યું કે, તેને ખાસ કરીને મહિલા ઉદ્યમીઓને સશક્ત બનાવવા માટે બેન્કોના માધ્યમથી લોન પ્રદાન કરવા માટે ઉપલબ્ધ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, આ યોજનાનું એક મહત્ત્વપૂર્ણ પહેલું છે જે મહિલાઓ નાના વ્યવસાય ચલાવી રહી છે કે વ્યવસાય શરૂ કરવામાં રુચિ રાખે છે તેઓ બેંક સાથે સંપર્ક કરી શકે છે. એ સિવાય પ્રધાનમંત્રી મુદ્રા યોજનાથી લોન લઈને પોતાનું કામ શરૂ કરી શકે છે. આ યોજનાના માધ્યમથી લાભ મેળવનારા 100 લોકોમાંથી 60 મહિલાઓ હશે.


મહિલાઓને આપવામાં આવશે પ્રાથમિકતા:

PM મુદ્રા યોજના હેઠળ મહિલાઓને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે. ગેર કોર્પોરેટ, ગેર કૃષિ લઘુ/ સૂક્ષ્મ ઉદ્યમોને 10 લાખ રૂપિયાની લોન પ્રદાન કરવા માટે 8 એપ્રિલ 2015ના રોજ પ્રધાનમંત્રી મુદ્રા યોજના શરૂ કરવામાં આવી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top