IPL 2025 મેગા ઓક્શનમાં અનસોલ્ડ રહેનાર ગુજરાતના ઉર્વિલ પટેલની મોટી સિદ્ધિ

IPL 2025 મેગા ઓક્શનમાં અનસોલ્ડ રહેનાર ગુજરાતના ઉર્વિલ પટેલની મોટી સિદ્ધિ

12/03/2024 Sports

SidhiKhabar

SidhiKhabar

IPL 2025 મેગા ઓક્શનમાં અનસોલ્ડ રહેનાર ગુજરાતના ઉર્વિલ પટેલની મોટી સિદ્ધિ

Urvil Patel: ગુજરાતના બેટ્સમેન ઉર્વિલ પટેલનું શાનદાર ફોર્મ ચાલુ છે. ઉર્વિલ પટેલે સૈયદ મુશ્તાક અલી T20 ટ્રોફીમાં એક અઠવાડિયાની અંદર પોતાની બીજી વિસ્ફોટક સદી ફટકારી. તેણે મંગળવારે ઉત્તરાખંડ સામે માત્ર 36 બૉલમાં સદી ફટકારી હતી. ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં પટેલે 41 બોલમાં 8 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી અણનમ 115 રન બનાવ્યા હતા. તેની સ્ટ્રાઈક રેટ 280.48ની રહી. આ અગાઉ ઉર્વિલ પટેલે ત્રિપુરા વિરૂદ્ધ T20 સદી માત્ર 28 બૉલમાં ફટકારી હતી. ઉર્વિલની ચર્ચા એટલે પણ વધારે થઈ રહી છે કારણ કે તેને IPL 2025ની મેગા ઓક્શનમાં કોઈ ખરીદનાર મળ્યો નથી.

તમને જણાવી દઈએ કે ગુજરાતે મેચમાં પ્રથમ બૉલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઉત્તરાખંડે રવિકુમાર સમર્થ (54), આદિત્ય તારે (54) અને કુણાલ ચંદેલા (43)ની ઇનિંગ્સના આધારે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 182 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતે પટેલની તોફાની અણનમ સદીની મદદથી 41 બૉલ બાકી રહેતા 8 વિકેટથી મેચ જીતી લીધી હતી. ગુજરાતે 13.1 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.


ઉર્વિલની મોટી સિદ્ધિ

ઉર્વિલની મોટી સિદ્ધિ

આ સદી સાથે ઉર્વિલ પટેલે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીના વિશિષ્ટ ક્લબમાં જગ્યા બનાવી લીધી છે. ઉર્વિલ પટેલ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની એક સીઝનમાં 2 સદી ફટકારનાર સાતમો બેટ્સમેન બન્યો છે. ગયા વર્ષે પંજાબના અભિષેક શર્માએ આ કારનામું કર્યું હતું.

SMATની એક સીઝનમાં બે સદી ફટકારનાર બેટ્સમેન

ઉન્મુક્ત ચંદ, દિલ્હી, 2013

કરુણ નાયર, કર્ણાટક, 2018

ઇશાન કિશન, ઝારખંડ, 2019

શ્રેયસ અય્યર, મુંબઈ, 2019

રૂતુરાજ ગાયકવાડ, મહારાષ્ટ્ર, 2022

અભિષેક શર્મા, પંજાબ, 2023

ઉર્વિલ પટેલ, ગુજરાત, 2024*


T20માં ધમાકો

T20માં ધમાકો

ઉર્વિલ પટેલે ઉત્તરાખંડ સામે સદી ફટકારીને વધુ એક અનોખી સિદ્ધિ મેળવી હતી. ઉર્વિલ પટેલ T20 ક્રિકેટમાં ચોથી સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય બેટ્સમેન બની ગયો છે. તેણે પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર યુસુફ પઠાણનો રેકોર્ડ તોડ્યો હતો. પઠાણે 2010માં મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ 37 બૉલમાં સદી ફટકારી હતી. ઉર્વિલ પટેલે 36 બૉલમાં સદી ફટકારીને તેને તબાહ કરી દીધો હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top