VIDEO: સેંકડો રોકેટ અને ડ્રોનના હુમલાઓથી ઈઝરાયલના જંગલોમાં ભયાનક આગ..! રોકેટ ઝીંકતા યુદ્ધના એંધ

VIDEO: સેંકડો રોકેટ અને ડ્રોનના હુમલાઓથી ઈઝરાયલના જંગલોમાં ભયાનક આગ..! રોકેટ ઝીંકતા યુદ્ધના એંધાણ

06/05/2024 World

SidhiKhabar

SidhiKhabar

VIDEO: સેંકડો રોકેટ અને ડ્રોનના હુમલાઓથી ઈઝરાયલના જંગલોમાં ભયાનક આગ..! રોકેટ ઝીંકતા યુદ્ધના એંધ

Fires in Israels forest : આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહના સતત રોકેટ અને ડ્રોન દ્વારા હુમલાના કારણે ઉત્તરી ઈઝરાયલના જંગલોમાં ભયાનક આગ ફાટી નીકળી છે. આ આગ ખૂબ જ ભયાનક છે. ઈઝરાયલ ફાયર ફાઈટર દળો આગ પર કાબુ મેળવવાની કોશિશ કરી રહ્યા છે. પરંતુ હજુ સુધી આગ પર કાબુ મેળવી શકાયુ નથી. પોલીસે કેટલાક રાજ્યોના રસ્તાઓ અને મુખ્યમાર્ગો બંધ કરી દીધા છે, જેથી કરીને લોકો આગવાળા વિસ્તારોમાં ન જાય.


ઈઝરાયેલ પણ જડબાતોડ જવાબ આપી રહ્યું

ઈઝરાયેલ પણ જડબાતોડ જવાબ આપી રહ્યું

ઈઝરાયલના કેટલાક નાગરિકો લેબનાનની સરહદ નજીક વસવાટ કરે છે, તેમના ઘરોની આસપાસના જંગલોમાં ભયાનક આગ ફાટી નીકળી છે. જો કે, અહીંના રહેવાસીઓને મહીના પહેલા સુરક્ષિત જગ્યા પર ખસેડવામાં આવ્યા હતા. કારણ કે, હિઝબુલ્લાહના આતંકવાદીઓ સતત ઈઝરાયલ પર હુમલાઓ કરી રહ્યા હતા. મહત્ત્વની વાત છે કે, ઈઝરાયેલ પણ તેની સામે જડબાતોડ જવાબ આપી રહ્યું છે.


View this post on Instagram

A post shared by SidhiKhabar (@sidhikhabar)


સેંકડો રોકેટ અને ડ્રોનના હુમલાઓથી જંગલોમાં આગ

સેંકડો રોકેટ અને ડ્રોનના હુમલાઓથી જંગલોમાં આગ

સ્થાનિક મીડિયાના રિપોર્ટના કહેવા પ્રમાણે હિઝબુલ્લાહના સેંકડો રોકેટ અને ડ્રોનના હુમલાઓના કારણે જંગલોમાં લાગેલી આગ હાલમાં કેટલાક ઘરોમાં પ્રસરી ગઈ હતી. ઈઝરાયલ મિલિટ્રીએ આગ ઓલવવા માટે જરુરી યંત્ર અને સૈનિકોને મોકલી દીધા છે. પરંતુ આગ એટલી ઝડપી ફેલાઈ રહી છે કે, તેને ઓલવવી ખૂબ જ મુશ્કેલ થઈ રહ્યું છે. તેમજ સતત આગ ફેલાવાના કારણે હવામાન ખૂબ જ ગરમ થઈ ગયુ છે.

આગ ઓલવવાની કોશિશમાં હાલમાં છ જવાનો ઈજાગ્રસ્ત થયા છે. ઈઝરાયલી મિલિટ્રીએ આપેલા એક નિવેદનમાં કહ્યું કે, ઈઝરાયલી સેના આગવાળા વિસ્તારો પર કાબુ મેળવી લીધો છે. તેમજ હવે કોઈનો જીવ જોખમમાં નથી. ઈઝરાયલના વન વિભાગનું કહેવું છે કે, આગના કારણે સેંડકો એકર જંગલ બળીને ખાખ થઈ ગયું છે. હજુ પણ તેના પર નિયત્રંણની કોશિશ ચાલુ છે. 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top