આલિયા ભટ્ટ પણ ડીપ ફેકના સપાટામાં : વીડિયો વાયરલ
બોલીવૂડની વધુ એક હિરોઈન ડીપ ફેકનો શિકાર બની છે. હવે આલિયા ભટ્ટનો પણ એક ડીપ ફેક વીડિયો વાયરલ થયો છે. મૂળ અન્ય યુવતીના રિવિલિંગ વન પીસના વીડિયોમાં માત્ર આલિયાનો ચહેરો ચેન્જ કરી દેવાયો છે.
સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થયો હતો. જોકે, વીડિયો જોઈને તરત જ ચાહકોએ આ ડીપ ફેક હોવાનો ચુકાદો આપી દીધો હતો. સંખ્યાબંધ યૂઝર્સએ આ મુદ્દે ચિંતા પણ વ્યક્ત કરી હતી.
જોકે, આ વીડિયો અંગે આલિયા ભટ્ટનો કોઈ પ્રત્યાઘાત સાંપડયો નથી. આ પહેલાં રશ્મિકા મંદાના, કૈટરીના કૈફ તથા કાજોલના ડીપ ફેક વીડિયો વાયરલ થઈ ચૂક્યા છે. રશ્મિકા મંદાનાના ડીપ ફેક વીડિયો અંગે દિલ્હી પોલીસ ગુનો પણ નોંધી ચૂકી છે. દિલ્હી પોલીસે તાજેતરમાં દાવો કર્યો હતો કે તેને રશ્મિકા મંદાનાના ડીપ ફેક વીડિયોના કેસમાં મહત્વપૂર્ણ કડી સાંપડી ચૂકી છે અને ટૂંક સમયમાં આરોપીની ધરપકડ કરવામાં આવશે. બીજી તરફ કેન્દ્ર સરકાર દ્વારા તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મન્સને આ ડીપ ફેક વીડિયો દૂર કરવા સૂચના અપાઈ છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp