Sonam Raghuwanshi News: શું રાજા સાથે ખુશ નહોતી સોનમ? લગ્ન સમયનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ
અત્યારે રાજા રઘુવંશીની હત્યાનો મામલો ખૂબ ચર્ચામાં છે. મેઘાલયમાં હનીમૂન દરમિયાન રાજા રઘુવંશીની હત્યા અને સોનમ રઘુવંશી ગુમ થવાનો મામલો હવે એક નવા વળાંક પર પહોંચી ગયો છે. સોનમ અને રાજાના લગ્નના સમયે સેન્થામાં સિંદૂર ભરાવવા દરમિયાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં સોનમના હાવભાવ પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. લોકો આ વીડિયોને અંગે વિવિધ સવાલ પૂછી રહ્યા છે.
લગ્નના 10 દિવસ બાદ જ રાજા રઘુવંશીની હત્યા કરી દેવામાં આવી હતી, જેના કારણે આખો મામલો વધુ રહસ્યમય બની ગયો છે. મેઘાલય પોલીસે હત્યાનો કેસ નોંધ્યો છે, અને સોનમની ઉત્તર પ્રદેશના ગાઝીપુરથી ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, સોનમે દબાણમાં આત્મસમર્પણ કર્યું, જ્યારે તેના પરિવારે હત્યાના આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે.
આ કેસમાં અત્યાર સુધીમાં 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ એક આરોપી હજુ પણ ફરાર છે. વીડિયોમાં સોનમની ઉદાસીની સોશિયલ મીડિયા પર વ્યાપક ચર્ચા થઈ રહી છે, જો કે અમે આ વીડિયોની સત્યતાની પુષ્ટિ કરતા નથી. તો બીજી તરફ પ્રેમ પ્રસંગનો મામલો પણ સામે આવ્યો છે. પોલીસ તપાસમાં હવે જે ખુલાસા થઈ રહ્યા છે તેનાથી આ મામલો હજી રોચક થતો જઇ રહ્યો છે. ખાસ કરીને સોનામના પ્રેમી રાજ કુશવાહ સામે આવ્યા બાદ તો આ કહાની વધુ ચર્ચિત થઈ ગઈ છે.
सोनम ही दोषी है। #murderसाफ़ दिखता है कि #SonamRaghuvanshi अपनी शादी से खुश नहीं थी।और शादी के सिर्फ़ 10 दिन में उसने #RajaRaghuvanshi की #ह्त्या की साजिश रची, वो भी #मेघालय में।समाज कहाँ जा रहा है? #MeghalayaPolice #MeghalayaTragedy #IndoreCouple pic.twitter.com/6yceJQbjLG — Ramanand (@Ramanand06) June 9, 2025
सोनम ही दोषी है। #murderसाफ़ दिखता है कि #SonamRaghuvanshi अपनी शादी से खुश नहीं थी।और शादी के सिर्फ़ 10 दिन में उसने #RajaRaghuvanshi की #ह्त्या की साजिश रची, वो भी #मेघालय में।समाज कहाँ जा रहा है? #MeghalayaPolice #MeghalayaTragedy #IndoreCouple pic.twitter.com/6yceJQbjLG
માહિતી મુજબ, ઇન્દોર નિવાસી સોનમ રઘુવંશીના પિતા દેવી સિંહ રઘુવંશી પાસે એક નાની પ્લાયવુડ ફેક્ટરી છે. આ ફેક્ટરીમાં એક યુવાન રાજ કુશવાહ કામ કરતો હતો. તે સોનમથી લગભગ 5 વર્ષ નાનો છે, પરંતુ સોનમનું ઘણી વાર ફેક્ટરી આવવા-જવાનું થતું હતું. તે એકાઉન્ટ્સ અને સ્ટાફ મેનેજમેન્ટ સંબંધિત કેટલીક જવાબદારીઓ પૂરી કરવાના બહાને ઓફિસ જતી હતી. આ દરમિયાન રાજ કુશવાહ અને સોનમ નજીક આવ્યા. ફેક્ટરીના કર્મચારીઓએ બંનેને ઘણી વાર વાત કરતા પણ જોયા હતા, પરંતુ કોઈને ખ્યાલ નહોતો કે મામલો એટલો આગળ વધી જશે કે લગ્ન બાદ સોનમ પોતાના પતિના જીવન સાથે ખોલવાડ કરશે. પોલીસે રાજ કુશવાહાની ધરપકડ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસ રાજ કુશવાહાના તમામ રેકોર્ડની તપાસ કરી રહી છે અને ફેક્ટરી અને મોબાઇલ લોકેશન અને કોલ ડિટેલ્સની તપાસ કરવામાં આવી રહી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp