આગામી બે દિવસો દરમિયાન ગાજવીજ સાથે વરસાદની સંભાવના! ગુજરાતના કયા શહેરોમાં વરસાદ પડશે એ જાણો

આગામી બે દિવસો દરમિયાન ગાજવીજ સાથે વરસાદની સંભાવના! ગુજરાતના કયા શહેરોમાં વરસાદ પડશે એ જાણો

05/27/2023 Gujarat

SidhiKhabar

SidhiKhabar

આગામી બે દિવસો દરમિયાન ગાજવીજ સાથે વરસાદની સંભાવના! ગુજરાતના કયા શહેરોમાં વરસાદ પડશે એ જાણો

હજી હમણાં જ મોસમ વિભાગે વરસાદ મોડો આવશે અને ચોમાસું સામાન્ય રહેશે એવી આગાહી કરી હતી. એ સામે ગઈકાલે અમદાવાદમાં સામાન્ય વરસાદ પડી ગયો. સાથે જ વરસાદી આગાહીઓ માટે જાણીતા અંબાલાલ પટેલે કરેલી આગાહી મુજબ આગામી બે દિવસો દરમિયાન ફરી એકવાર ગુજરાતને માથે કમોસમી વરસાદની એંધાણી છે.


ક્યા વિસ્તારોમાં વરસાદ આવશે?

ક્યા વિસ્તારોમાં વરસાદ આવશે?

28 અને 29 તારીખે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં માવઠાની આગાહી છે. જેમાં આજે શનિવારે પણ 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ગુજરાતના અનેક શહેરોમાં પવન ફૂંકાઈને વરસાદ આવી શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાત સહિતના રાજ્યના અન્ય ભાગોમાં વરસાદ થવાની સંભાવના છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગર, આણંદ, વડોદરા, ભરૂચના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે 28 અને 29 તારીખે વરસાદ થવાની શક્યતાઓ છે.

આજે શનિવારે અને રવિવારે અનેક જિલ્લાઓમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાશે. તેમજ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ આવશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે.


અમદાવાદમાં આખી કાર જમીનમાં ધસી ગઈ! માછીમારોએ દરિયામાં જવું નહિ

અમદાવાદમાં આખી કાર જમીનમાં ધસી ગઈ! માછીમારોએ દરિયામાં જવું નહિ

શુક્રવારે અમદાવાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. જેના કારણે અનેક જગ્યાએ હોર્ડિંગ્સ અને વૃક્ષો ધરાશાયી થયા છે. તો બીજી તરફ, બનાસકાંઠામાં કમોસમી વરસાદને પગલે ડિઝાસ્ટર વિભાગે તમામ એપીએમસીને સાવચેતી રાખવા માટે અપીલ કરી છે. માર્કેટ યાર્ડમાં રહેલું અનાજ પલળે નહીં તે માટે તકેદારી રાખવા માટે અપીલ કરી છે. શુક્રવારે વરસેલા વરસાદમાં અમદાવાદના મકતમપુરા વિસ્તારમાં વિશાળ ભુવો પડ્યો હતો, જેમા આખી કાર જમીનમાં ધસી ગઈ હતી.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિકના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે, જેને કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામા આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવવાની શક્યતા છે. આ કારણે માછીમારોને 2 દિવસ દરિયો ન ખેડવાની હવામાન વિભાગે સૂચના આપી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top