Pakistan: ‘ઓપરેશન સિંદૂર’ બાદ ફરી એક્ટિવ થયું જૈશ-એ-મોહમ્મદ, આતંકીઓની ટ્રેનિંગ માટે ખોલ્યું બહાવલપુરનું સ્વિમિંગ પુલ
JeM reopens pool at Bahawalpur terror centre: પહેલગામ આતંકવાદી હુમલા બાદ, ઓપરેશન સિંદૂર હેઠળ ભારતે PoK અને પાકિસ્તાનમાં આતંકવાદી કેમ્પો પર હુમલો કરીને તેમને ધ્વસ્ત કરી દીધા હતા. હવે, લગભગ 2 મહિના બાદ, આ કેમ્પોનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. તેમાંથી એક જૈશ-એ-મોહમ્મદનો બહાવલપુર કેમ્પ છે, જે ફરીથી સક્રિય થઈ ગયો છે. આ આતંકવાદી કેમ્પમાં સ્વિમિંગ પૂલને ફરીથી ખોલી દેવામાં આવ્યો છે, જ્યાં આતંકવાદીઓ તાલીમ લે છે. બહાવલપુર પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવે છે અને તે ભારત માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ ટારગેટ હતો. ભારતીય સેનાના સચોટ હુમલામાં આ કેમ્પને ભારે નુકસાન થયું હતું.
રસપ્રદ વાત એ છે કે, આ સ્વિમિંગ પૂલનો ઉપયોગ 2019માં પુલવામામાં અર્ધલશ્કરી દળ, CRPFના કાફલા પર હુમલો કરનારા આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યો હતો, જેમાં 40 સૈનિકો શહીદ થયા હતા. આતંકવાદીઓએ સ્વિમિંગ પુલમાં ફોટા પણ પાડ્યા હતા. 2019ના પુલવામા હુમલામાં સામેલ ચાર મુખ્ય આતંકવાદીઓ મોહમ્મદ ઉમર ફારૂક, તલ્હા રાશિદ અલ્વી, મોહમ્મદ ઇસ્માઇલ અલ્વી અને રાશિદ બિલ્લાએ કાશ્મીર જવા અગાઉ આ પૂલમાં પોતાના ફોટા પડાવ્યા હતા.
જૈશના આતંકવાદીઓ ભારતમાં ઘૂસણખોરી કરતા પહેલા સ્વિમિંગ પુલમાં તાલીમ લે છે. ભરતી કરતા પહેલા આતંકવાદીઓને સ્વિમિંગ ટેસ્ટ પાસ કરવી પડે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp