જયા બચ્ચનનું નામ લઈને અભિષેકે શું આપી અમિતાભને ધમકી? બિગ બી ભાવુક થઈ રડી પડ્યા!

જયા બચ્ચનનું નામ લઈને અભિષેકે શું આપી અમિતાભને ધમકી? બિગ બી ભાવુક થઈ રડી પડ્યા!

08/17/2023 Glamour

SidhiKhabar

SidhiKhabar

જયા બચ્ચનનું નામ લઈને અભિષેકે શું આપી અમિતાભને ધમકી? બિગ બી ભાવુક થઈ રડી પડ્યા!

કૌન બનેગા કરોડપતિ શોની 15મી સીઝન ફરી એકવાર શરુ થઈ છે. આ શોના પ્રોમો અને વીડિયો પણ હંમેશની જેમ મજેદાર છે. આ એપિસોડમાં લોકોને એક સરપ્રાઈઝ જોવા મળશે.


જયા બચ્ચનનું નામ લઈને અભિષેક બચ્ચને ધમકી આપી

જયા બચ્ચનનું નામ લઈને અભિષેક બચ્ચને ધમકી આપી

આ વખતે અભિષેક બચ્ચન હોટ સીટ પર બેઠો હશે અને તે દરમિયાન તેણે કેટલાક રમુજી પ્રશ્નો પૂછ્યા, તેમાંથી એક એવો હતો જ્યારે અભિષેકે બિગ બીને તેની માતા એટલે કે જયા બચ્ચન સાથેની ઊંચાઈના તફાવત વિશે પૂછ્યું અને તેમને ચીડવ્યા.

કૌન બનેગા કરોડપતિ 15 ના આગામી એપિસોડમાં, અભિષેક બચ્ચન, સયામી ખેર અને આર બાલ્કી મનોરંજનમાં વધારો કરવા આવી રહ્યા છે. અભિષેક બચ્ચન હોટ સીટ પર બેસે છે અને અમિતાભ બચ્ચનને તેમના પ્રશ્નોના જવાબ આપવા કહે છે.

અભિષેકનો પહેલો પ્રશ્ન હતો "પા મેં પા કૌન થા?" અમિતાભ બચ્ચને સાચો જવાબ આપ્યો, પરંતુ અભિષેકે કહ્યું, "ખોટું, આપ મેરે પા હૈ ના." બિગ બી કહે છે, 'યાર યે ગલત ખેલ રહા હૈ...' અભિષેકે જવાબ આપ્યો, 'મેરા ખેલ મેરે નિયમ'.


બિગ બીએ કહ્યું - "ના ના, હું આ ગેમ રમવા નથી માંગતો"

પછી અભિષેક એક રમુજી પ્રશ્ન પૂછે છે, "મમ્મીથી તમે કેટલા ઊંચા છો?" અમિતજીએ હાથનો ઈશારો કરીને કહ્યું, "આટલા". અભિષેકે મજાક કરતા કહ્યું, "શું હું મમ્મીને અહીં બોલાવું?" બિગ બીએ જવાબ આપ્યો, "ના ના, મેરે કો નહીં ખેલના યે ખેલ". છેલ્લી સિઝનમાં, જ્યારે અભિષેક બચ્ચન અને જયા બચ્ચન કૌન બનેગા કરોડપતિના સેટ પર આવ્યા હતા, ત્યારે બિગ બી તેમની કારકિર્દીને યાદ કરીને ભાવુક થઈ જતાં રડી પડ્યા હતા.

તાજેતરના એપિસોડમાં, અમિતાભ બચ્ચને તેમના બ્લોગ વિશે ખુલ્લેઆમ વાત કરી અને સોશિયલ મીડિયા ટ્રોલિંગ પર તેમના મંતવ્યો પણ શેર કર્યા. તેણે કહ્યું, "હું આ માટે સમય કાઢું છું. હું દરરોજ બ્લોગ લખુ છું. જો હું તેને ભૂલી જઈશ, તો મારું EF મને પિંગ કરશે અને મને યાદ કરાવશે. ઘણી વખત એવો આવ્યો છે જ્યારે મેં લખ્યું હોય પરંતુ તેને પોસ્ટ કરવાનું ભૂલી ગયો હોય. સોશિયલ મીડિયા મને લોકો સાથે જોડાયેલા રહેવામાં મદદ કરે છે".


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top