'સેમીકોન ઇન્ડિયા ૨૦૨૫'નું ઉદધાટન કરતાં મોદી એવું તો શું બોલ્યા કે લોકો હસી પડ્યા? વિવિધ દેશોના

'સેમીકોન ઇન્ડિયા ૨૦૨૫'નું ઉદધાટન કરતાં મોદી એવું તો શું બોલ્યા કે લોકો હસી પડ્યા? વિવિધ દેશોના ૩૫૦થી વધુ પ્રતિનિધિઓ હતા હાજર! જાણો

09/02/2025 National

SidhiKhabar

SidhiKhabar

'સેમીકોન ઇન્ડિયા ૨૦૨૫'નું ઉદધાટન કરતાં મોદી એવું તો શું બોલ્યા કે લોકો હસી પડ્યા? વિવિધ દેશોના

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના યશોભૂમિ ખાતે 'SEMICON INDIA-2025' નું ઉદ્ઘાટન કર્યું હતું. આ ભારતનો સૌથી મોટો સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સનો શો છે. 'SEMICON INDIA-2025'નું આ ચોથું સંસ્કરણ અત્યાર સુધીનો સૌથી મોટો કાર્યક્રમ હશે. આ કાર્યક્રમમાં 33 દેશોની 350થી વધુ કંપનીઓના વૈશ્વિક પ્રતિનિધિઓ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ભારતને સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં સુપરપાવર બનાવવાનો છે. કાર્યક્રમમાં પોતાના ભાષણની શરૂઆતમાં, પીએમ મોદીએ કંઈક એવું કહ્યું હતું કે  જેનાથી આખું ઓડિટોરિયમ હાસ્યથી ગુંજી ઉઠ્યું હતું.


સેમિકન્ડક્ટર આર્થિક સુરક્ષા અને વ્યૂહાત્મક સ્વતંત્રતાનો આધાર

સેમિકન્ડક્ટર આર્થિક સુરક્ષા અને વ્યૂહાત્મક સ્વતંત્રતાનો આધાર

પ્રધાનમંત્રીએ પોતાના ભાષણની શરૂઆતમાં કહ્યું કે, હું ગઈકાલે રાત્રે જાપાન અને ચીનની મુલાકાતેથી પાછો ફર્યો છું. આના પર, ઓડિટોરિયમમાં હાજર લોકોએ તાળીઓ પાડીને તેમનું સ્વાગત કર્યું. ત્યારબાદ પીએમ મોદીએ કટાક્ષ કર્યો કે 'મારા ત્યાં જવા પર તાળી પડી રહ્યા છો કે ત્યાંથી પાછા આવવા પર. ત્યારે ઓડીટોરીયમમાં હાજર બધા લોકોમાં હાસ્યની મોજું ફરી વળ્યું હતું.

ઉપરાંત મુદ્દાની વાત કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે, ભારતીય અર્થતંત્રે એપ્રિલ-જૂનમાં બધી અપેક્ષાઓ કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું અને 7.8 ટકાના દરે વૃદ્ધિ પામ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે, તેલ કાળું સોનું ગણાય છે, પરંતુ હવે સેમિકન્ડક્ટર ચિપ્સ હીરા જેવા છે. વિશ્વનું ભાગ્ય તેલના કુવાઓ દ્વારા નક્કી કરવામાં આવતું હતું. પરંતુ 21મી સદીની શક્તિ એક નાની ચિપ સુધી સીમિત રહી છે. આ ચિપ નાની હોઈ શકે છે, પરંતુ તેમાં વિશ્વની પ્રગતિને મોટો વેગ આપવાની શક્તિ છે. સેમિકન્ડક્ટર આર્થિક સુરક્ષા અને વ્યૂહાત્મક સ્વતંત્રતાનો આધાર બની ગયા છે.



ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે તે નિશ્ચિત

વડાપ્રધાનએ વધુમાં કહ્યું કે, અહીં દુનિયાભરના સેમિકન્ડક્ટર નિષ્ણાતો છે, 40-50 થી વધુ દેશોના પ્રતિનિધિઓ છે અને ભારતની યુવા શક્તિ પણ અહીં દેખાય છે. આ સંયોજન એક સંદેશ છે કે દુનિયા ભારતમાં વિશ્વાસ રાખે છે. દુનિયા હવે ભારત સાથે મળીને સેમિકન્ડક્ટરનું ભવિષ્ય બનાવવા માટે તૈયાર છે. જો વિકાસની ગતિ આવી જ રહેશે, તો ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે તે નિશ્ચિત છે. 2 થી 4 સપ્ટેમ્બર સુધી ચાલનારી આ ત્રણ દિવસીય પરિષદ ભારતમાં મજબૂત, સ્થિતિસ્થાપક અને ટકાઉ સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને આગળ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. સેમિકન્ડક્ટર આધુનિક ટેકનોલોજીનું હૃદય છે.

150 થી વધુ વક્તાઓ અને 50 થી વધુ વૈશ્વિક નેતાઓએ આ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. ઉપરાંત, 350 થી વધુ પ્રદર્શકો તેમની તકનીકી ક્ષમતાઓ રજૂ કરી હતી. છ દેશોના ગોળમેજી ચર્ચાઓ, સ્ટાર્ટઅપ્સ માટે ખાસ પેવેલિયન અને કાર્યબળ વિકાસ પણ આ કાર્યક્રમનો ભાગ હશે. 2021માં ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન (ISM) ની શરૂઆત થયા પછી માત્ર ચાર વર્ષમાં, ભારતે તેની સેમિકન્ડક્ટર યાત્રાના વિઝનને વાસ્તવિકતામાં ફેરવી દીધું છે. આ વિઝનને મજબૂત બનાવવા માટે, સરકારે રૂ. 76,000 કરોડની પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) યોજના શરૂ કરી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top