જગન્નાથ રથ યાત્રા બાદ રથનું શું થાય છે, તેની લાકડીઓ ક્યાં જાય છે?

જગન્નાથ રથ યાત્રા બાદ રથનું શું થાય છે, તેની લાકડીઓ ક્યાં જાય છે?

05/31/2024 Specials

SidhiKhabar

SidhiKhabar

જગન્નાથ રથ યાત્રા બાદ રથનું શું થાય છે, તેની લાકડીઓ ક્યાં જાય છે?

ઓરિસ્સામાં કાઢવામાં આવતી ભગવાન જગન્નાથ રથયાત્રા (Jagannath Rath Yatra)ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અહી યાત્રા દર વર્ષે અષાઢ મહિનામાં કાઢવામાં આવે છે. આ વર્ષે એ 7 જૂનથી શરૂ થશે. ધાર્મિક માન્યતા છે કે ભગવાન જગન્નાથન રથને ખેચનાર ભક્તોને મોક્ષ મળે છે, પરંતુ યાત્રા પૂરી થવા પર આ રથ અને લાકડીઓનું શું થાય છે? આવો આ અંગે જાણકારી મેળવીએ. જગન્નાથનો શાબ્દિક અર્થ છે બ્રહ્માંડના ભગવાન. જગન્નાથજીને ભગવાન વિષ્ણુના અવતાર માનવામાં આવે છે. રથ યાત્રાના દિવસે ભગવાન જગન્નાથ પોતાના મોટા ભાઇ બળભદ્ર અને નાની બહેન સુભદ્રા સાથે 3 અલગ અલગ રથો પર સવાર થઈને નગર ભ્રમણ માટે નીકળે છે. દર વર્ષે આ ત્રણેય માટે નવા રથ બનાવવામાં આવે છે.


જગન્નાથ યાત્રાના રથ બનાવવા કોઈ ધાતુનો ઉપયોગ થતો નથી:

જગન્નાથ યાત્રાના રથ બનાવવા કોઈ ધાતુનો ઉપયોગ થતો નથી:

ભગવાન જગન્નાથ, બળભદ્ર અને સુભદ્રાના રથ લીમડા અને હાંસીના ઝાડના બનાવવામાં આવે છે. આ ઝાડોનું સિલેક્શન પણ એક ખાસ સમિતિ કરે છે, જેની રચના જગન્નાથ મંદિર કરે છે. તેમનું કામ લીમડાના સ્વસ્થ અને યોગ્ય ઝાડની ઓળખ કરવાની હોય છે. ખાસ વાત એ છે કે રથ બનાવવા માટે ખીલા કે કોઈ અન્ય ધાતુનો ઉપયોગ થતો નથી. દર વર્ષે કેટલાક નક્કી પરિવારોના સભ્યો જ રથોનું નિર્માણ કરે છે. આ લોકો કામમાં કોઈ મોડર્ન મશીનનો ઉપયોગ કરતા નથી. તેમાંથી ઘણા લોકોને તો ઔપચારિક ટ્રેનિંગ પણ મળી હોતી નથી. આ લોકો પૂર્વજો પાસેથી મળેલા જ્ઞાનના આધાર પર દર વર્ષે સ્પષ્ટ, ઊંચા અને મજબૂત રથ બનાવે છે.


તેને બહુડા યાત્રા કહેવામાં આવે છે

તેને બહુડા યાત્રા કહેવામાં આવે છે

ભગવાન જગન્નાથની રથયાત્રા મુખ્ય મંદિરથી શરૂ થઇને 3 કિલોમીટર દૂર સ્થિત તેમના માસીના ઘર ગુંડિચા મંદિરમાં પૂરી થાય છે. અહીં ભગવાન જગન્નાથ 7 દિવસ આરામ કરે છે અને પછી પાછા ઘરે આવતા રહે છે. તે બહુડા યાત્રા કહેવામાં આવે છે. યાત્રામાં સૌથી આગળ બળભદ્રજીનો રથ ચાલે છે. બહેન સુભદ્રાનો રથ વચ્ચે અને સૌથી પાછળ ભગવાન જગન્નાથનો રથ હોય છે. ત્રણેય રથ ખૂબ મોટા હોય છે. તેમની એવરેજ ઊંચાઈ 13 મીટર (42 ફૂટ) છે.


જગન્નાથ યાત્રા પછી રથનું શું થાય છે?

જગન્નાથ યાત્રા પછી રથનું શું થાય છે?

યાત્રા પૂર્ણ થયા બાદ રથના ભાગોને અલગ કરવામાં આવે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ રથના એક મોટા ભાગની હરાજી કરી દેવામાં આવે છે. Shreejagannatha વેબસાઇટ પર તેના ભાગોની માહિતી આપવામાં આવી છે. રથનું પૈડું સૌથી કિંમતી ભાગ છે, જેની શરૂઆતી કિંમત 50,000 રૂપિયા છે. રથના ભાગો ખરીદવા માટે પહેલા અરજી કરવાની હોય છે. એ સિવાય જે કોઈ પણ તેમને પ્રાપ્ત કરે છે, તે તેનો ખોટો ઉપયોગ નહીં કરી શકે. મંદિરની નોટિફિકેશન મુજબ પૈડાં અને અન્ય ભાગોને સુરક્ષિત રાખવાની જવાબદારી ખરીદનારની હોય છે. હરાજી સિવાય રથના બચેલા લાકડાને મંદિરના રસોઇમાં મોકલવામાં આવે છે. ત્યાં તેનો ઉપયોગ દેવતાઓ માટે પ્રસાદ બનાવવા માટે બળતણ થાય છે. આ પ્રસાદ રોજ લગભગ 1 લાખ ભક્તોને આપવામાં આવે છે. જે રસોઇમાં આ પ્રસાદ બને છે તે પણ પોતાની જાતમાં રસપ્રદ છે. પુરીમાં સ્થિત જગન્નાથ મંદિરની રસોઇ એક મેગા કિચન છે. ભગવાનના ભોગ માટે અહીં રોજ 56 પ્રકારના ભોગ તૈયાર કરવામાં આવે છે.  આ બધુ ભોજન આજે પણ માટીના વાસણોમાં તૈયાર કરવામાં આવે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top