18 વર્ષની સુષ્મિતા સેન પર માતા-પિતાએ આ શબ્દના ઉપયોગ પર લગાવી હતી રોક, એક આર્ટિકલે કરી દીધો હતો

18 વર્ષની સુષ્મિતા સેન પર માતા-પિતાએ આ શબ્દના ઉપયોગ પર લગાવી હતી રોક, એક આર્ટિકલે કરી દીધો હતો નાકમાં દમ

07/22/2024 Glamour

SidhiKhabar

SidhiKhabar

18 વર્ષની સુષ્મિતા સેન પર માતા-પિતાએ આ શબ્દના ઉપયોગ પર લગાવી હતી રોક, એક આર્ટિકલે કરી દીધો હતો

પ્રખ્યાત અભિનેત્રી અને પૂર્વ મિસ યુનિવર્સ સુષ્મિતા સેને હાલના એક ઇન્ટરવ્યૂમાં તેના જીવનના એક મહત્ત્વપૂર્ણ અને અજીબ અનુભવને શેર કર્યો. સુષ્મિતાએ જણાવ્યું કે, જ્યારે તે 18 વર્ષની હતી ત્યારે તેના માતા-પિતાએ તેને ફિઝિકલી ઇન્ટીમેટેડ શબ્દનો ઉપયોગ ન કરવાની સલાહ આપી હતી. આ સલાહ પાછળ એક ખાસ કારણ હતું. સુષ્મિતાના માતા-પિતા પર શોભા ડેએ લખેલા એક આર્ટિકલની ઊંડી અસર પડી હતી, જેનું બંગાળીઓ વચ્ચે ખૂબ માન-સન્માન હતું.


એક લેખથી પરેશાન થઇ ગયા હતા માતા-પિતા

એક લેખથી પરેશાન થઇ ગયા હતા માતા-પિતા

સુષ્મિતા સેન હાલમાં જ અભિનેત્રી રિયા ચક્રવર્તીના પોડકાસ્ટમાં સામેલ થઇ. જ્યાં તેણે પોતાના અનુભવ બાબતે જણાવ્યું. સુષ્મિતા સેને કહ્યું કે, એ સમયે સોસાયટી આજની જેમ ખુલ્લી નહોતી. તે 'હા' જેવી હતી. બધુ એટલી હદ સુધી 'હા' હતી કે મારા માતા અને પિતાએ મને બેસાડીને કહેવું પડ્યું કે,  તારા ખભા પર ઘણું છે અને તું જે કહી રહી છે તેના પર થોડી લગામ લગાવ. 18 વર્ષની ઉંમરમાં ઇન્ટરવ્યૂમાં 'ફિઝિકલ ઇન્ટીમેટેડ' શબ્દનો ઉપયોગ કેમ કરી રહી છે? શોભા ડે તારી બાબતે ખૂબ ખરાબ લખી રહી છે. મને યાદ છે કે તેનુ નામ ખાસ કરીને લેવામાં આવ્યું હતું. બંગાળીઓને બુદ્ધિશાળી માનવામાં આવે છે. તેણે લખેલું ઇન્ટેલેક્ચુઅલ આર્ટિકલ પરેશાન કરનારું અને ગોસિપને પ્રોત્સાહન આપનારું હતું.


મિસ યુનિવર્સ નહીં, બનવું હતું આઝાદ વ્યક્તિ

મિસ યુનિવર્સ નહીં, બનવું હતું આઝાદ વ્યક્તિ

અભિનેત્રીએ વધુમાં જણાવ્યું કે તેણે પાછળથી શોભા ડે સાથે આ બાબતે વાત કરી કેમ કે તે સામાજિક માપદંડોને તોડવા માગતી હતી. સુષ્મિતાએ કહ્યું, મેં જાણી જોઈને આ શબ્દ એટલે ઉઠાવ્યો કેમ કે હું જે બનવા માગતી હતી તે 'મિસ યુનિવર્સ' કે 'સૌથી સુંદર વ્યક્તિ' નહોતી. હું એક આઝાદ વ્યક્તિ બનવા માગતી હતી, કોઇ એવી હકીકતમાં આઝાદ હોય. આ પ્રયાસમાં હું ભારતની પહેલી મિસ યુનિવર્સ બની. આજ એ આઝાદી હતી, જેણે મને આ બધું કરવા દીધું. હવે જ્યારે મેં આ ટાઇટલ જીત્યું છે, દરેક વ્યક્તિ તે આઝાદી પર અંકુશ લગાવવાનો પ્રયાસ કરી રહ્યું છે કેમ કે ઘણી વસ્તુ માટે ઘણી જવાબદારી તમારા પર હોય છે."


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top