કોણ છે યુઝવેન્દ્ર ચહલ સાથે જોવા મળેલી મિસ્ટ્રી ગર્લ? નેટીઝન્સે દાવો કર્યો, સુંદર છોકરીનું નામ આ

કોણ છે યુઝવેન્દ્ર ચહલ સાથે જોવા મળેલી મિસ્ટ્રી ગર્લ? નેટીઝન્સે દાવો કર્યો, સુંદર છોકરીનું નામ આવ્યું સામે

01/09/2025 Glamour

SidhiKhabar

SidhiKhabar

કોણ છે યુઝવેન્દ્ર ચહલ સાથે જોવા મળેલી મિસ્ટ્રી ગર્લ? નેટીઝન્સે દાવો કર્યો, સુંદર છોકરીનું નામ આ

સ્ટાર ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ ભલે હાલમાં ટીમની બહાર હોય, પરંતુ તેના અંગત જીવનથી તેને લાઇમલાઇટ મળી રહી છે. લોકો યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્માને ખૂબ પસંદ કરતા હતા. આ કપલ સોશિયલ મીડિયાની દુનિયામાં પ્રભુત્વ ધરાવતું હતું, પરંતુ છેલ્લા ઘણા સમયથી, તેમના અલગ થવાના સમાચારે ઇન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો છે. હાર્દિક પંડ્યા બાદ, હવે લોકો યુઝવેન્દ્રના છૂટાછેડાની ચર્ચા સહન કરી શકતા નથી.

હાલમાં, આ દાવાઓને પ્રોત્સાહન આપનાર બીજું કોઇ નહીં પણ ક્રિકેટર અને તેની પત્ની છે. પહેલા તો બંનેએ એક-બીજાના ફોટા ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવાની બંધ કરી દીધી અને પછી યુઝીએ તેમના સાથેવાળા બધા ફોટા ડીલિટ કરી દીધા. આવી સ્થિતિમાં, પ્રશ્નો ઉભા થવા સ્વાભાવિક હતા અને અફવાઓનો વધી ગઇ. બંનેએ અલગ-અલગ નવું વર્ષ ઉજવ્યું. આ દરમિયાન, સોશિયલ મીડિયા પર એક તસવીર ઝડપથી વાયરલ થઇ રહી છે, જેને જોયા બાદ ઘણા નવા પ્રશ્નો ઉભા થયા છે.


વાયરલ થઇ રહેલી તસવીર

વાયરલ થઇ રહેલી તસવીર

સામે આવેલી આ તસવીર જોઇને ધનશ્રીના ચાહકો ગુસ્સે ભરાયા છે. આ તસવીરમાં યુઝવેન્દ્ર ચહલ એક મિસ્ટ્રી ગર્લ સાથે જોવા મળી રહ્યો છે. આ તસવીરમાં, છોકરી કાળા સ્વેટ શર્ટ અને કાળા ડેનિમમાં યુઝવેન્દ્ર ચહલની બરાબર પાછળ ચાલતી જોવા મળે છે. છોકરીએ પોતાનો હાથ તેના ચહેરા પર રાખ્યો છે, જેના કારણે તેનો આખો ચહેરો દેખાતો નથી. તે બંને એક હૉટલની લોબીમાં જોવા મળે છે અને સાથે પ્રવેશતા જોઇ શકાય છે. આ તસવીર ખૂબ જ ઝડપથી વાયરલ થઇ ગઇ અને તેને જોયા બાદ, લોકો હવે પૂછી રહ્યા છે કે આ છોકરી કોણ છે અને યુઝવેન્દ્ર તેની સાથે શું કરી રહ્યો છે? નેટીઝન્સે આ છોકરીને ઓળખી લીધી છે અને ક્રિકેટરને પણ ખુલ્લા પાડવાનું શરૂ કરી દીધું છે. હવે લોકો દાવો કરી રહ્યા છે કે તસવીરમાં દેખાતી છોકરી બીજી કોઇ નહીં પણ લોકપ્રિય RJ મહવિશ છે.

આ તસવીર જોયા બાદ, એક ઇન્સ્ટાગ્રામ યુઝરે ઝડપથી લખ્યું કે, 'આ RJ મહવિશ છે.' જ્યારે બીજા એક વ્યક્તિએ નીચે ટિપ્પણી કરી, 'આ RJ મહવિશ છે અને તે બંને જુહૂની એક હૉટલમાં છે.' કોઇ ગમે તે કહે, યુઝવેન્દ્ર લોકોની નજરથી બચી શક્યો નથી. આ તસવીરમાં તે સફેદ સ્વેટશર્ટ અને ડેનિમ પહેરેલો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ તેનો એક વીડિયો પણ વાયરલ થયો હતો જેમાં તે નશામાં ધૂત એક ક્લબમાંથી બહાર નીકળતો જોવા મળ્યો હતો. હાલમાં, તેમની વચ્ચે શું ચાલી રહ્યું છે તે જાહેર થયું નથી, પરંતુ તેમની વચ્ચે ખૂબ જ ગાઢ મિત્રતા છે અને આનો અંદાજો તેમની વધુ એક તસવીર પરથી લગાવી શકાય છે.

ક્રિસમસના અવસર પર, RJ માહવિશે એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરી છે જેમાં તેને યુઝવેન્દ્ર ચહલ અને અન્ય ઘણા છોકરાઓ સાથે લંચ કરતી જોઇ શકાય છે. આ છોકરાઓ સોફા પર એક બાજુ બેઠા જોવા મળે છે. બીજી બાજુ, યુઝવેન્દ્ર અને RJ મહવિશ બેઠા છે. મહવિશે લાલ સ્વેટર પહેર્યું છે અને યુજી તેની પાછળ કાળા જેકેટમાં દેખાય છે. આ તસવીરો પોસ્ટ કરતા માહવિશે લખ્યું કે, 'પરિવાર સાથે ક્રિસમસ લંચ.' આ જ પોસ્ટમાં બીજી એક તસવીર છે જેમાં મહવિશ ફોનનો ઉપયોગ કરી રહી છે અને યુઝવેન્દ્ર તેની બાજુમાં બેઠો છે, જે હસી રહ્યો છે. તેની પોસ્ટના કમેન્ટ સેક્શન પણ બંધ રાખવામાં આવ્યો છે.


RJ મહવિશ કોણ છે?

RJ મહવિશ કોણ છે?

યુઝવેન્દ્ર ચહલની આ મિત્ર, RJ મહવિશ ખૂબ જ સુંદર અને ક્યૂટ છે. RJ મહવિશ ખૂબ જ લોકપ્રિય અને જાણીતી રેડિયો જોકી છે. સોશિયલ મીડિયા પર તેના ચાહકોની કોઇ કમી નથી અને તેના 1.4 મિલિયન ફોલોઅર્સ છે. એટલું જ નહીં, મહવિશ અભિનય પણ કરે છે અને 'સેક્શન 108' નામની ફિલ્મનું નિર્માણ પણ કરી ચૂકી છે. તે અનંત અંબાણીના લગ્નના રિસેપ્શનમાં પણ જોવા મળી હતી. તે દરરોજ નવી રીલ્સ અને વીડિયો પોસ્ટ કરતી રહે છે. ટૂંક સમયમાં તે એમેઝોન પ્રાઇમ પર એક શૉમાં પણ જોવા મળશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top