ઇઝરાયેલ પર હુમલા માટે હમાસે કેમ પસંદ કરી 6 ઓક્ટોબરની તારીખ? 50 વર્ષ જૂની ઘટના સાથે સંબંધ

ઇઝરાયેલ પર હુમલા માટે હમાસે કેમ પસંદ કરી 6 ઓક્ટોબરની તારીખ? 50 વર્ષ જૂની ઘટના સાથે સંબંધ

10/09/2023 WAR UPDATES

SidhiKhabar

SidhiKhabar

ઇઝરાયેલ પર હુમલા માટે હમાસે કેમ પસંદ કરી 6 ઓક્ટોબરની તારીખ? 50 વર્ષ જૂની ઘટના સાથે સંબંધ

હમાસ અને ઇઝરાયેલની લડાઈમાં અત્યાર સુધી 1,100 કરતા વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. 6 ઓક્ટોબરના રોજ હમાસે અચાનક ઇઝરાયેલ પર હુમલો કરી દીધો હતો. એક પછી એક 5,000 રોકેટ ફેંક્યા અને ઇઝરાયેલના સુરક્ષા ઘેરાને તોડીને બોર્ડર પાસે ઘૂસી ગયું હતું. અંતે હમાસે ઇઝરાયેલ પર હુમલો કરવા માટે 6 ઓક્ટોબરની તારીખ જ કેમ પસંદ કરી? તેની પાછળ 50 વર્ષ જૂની એક ઘટના છુપાઈ છે.


શું છે 50 વર્ષ જૂની એ ઘટના?

શું છે 50 વર્ષ જૂની એ ઘટના?

50 વર્ષ અગાઉ 6 ઓક્ટોબર 1973ના રોજ અરબ દેશના સંગઠને બરાબર આ જ પ્રકારે ઇઝરાયેલ પર અચાનક હુમલો કરી દીધો હતો. એ દિવસે યહૂદીઓનો સૌથી પવિત્ર તહેવાર યોમ કિપ્પુર (Yom Kippur) હતો. ઇઝરાયેલી તહેવારનું સેલિબ્રેશન મનાવી રહ્યા હતા અને અચાનક થયેલા આ હુમલાથી દંગ રહી ગયા હતા. ત્યારબાદ ઇઝરાયેલે પલટવાર કર્યો. લગભગ 20 દિવસ સુધી ચાલેલી આ લડાઈમાં અરબ દેશોને હારનો સામનો કરવો પડ્યો હતો. આ લડાઈને યોમ કિપ્પુર યુદ્ધ (Yom Kippur War of 1873)ના નામથી ઓળખવામાં આવે છે.


Six Day Warમાં પણ માઠી રીતે હાર્યા હતા અરબ દેશ:

યોમ કિપ્પુર યુદ્ધથી 6 વર્ષ અગાઉ 1967માં પણ અરબ દેશોના ગઠબંધને બરાબર એ જ પ્રકારે ઇઝરાયેલ વિરુદ્ધ યુદ્ધ છેડી દીધું હતું. ગઠબંધનમાં ઈજિપ્ત, જૉર્ડન, ઈરાક, સાઉદી અરબ અને કુવૈત હતા. લેબનાન-પાકિસ્તાન પણ આ ગઠબંધન સાથે ઊભા હતા. બીજી તરફ ઇઝરાયેલ એકલું મેદાનમાં હતું. 6 દિવસ સુધી ચાલેલી આ લડાઈમાં ઇઝરાયેલ એકલાએ બધાને હરાવી દીધા હતા. અગાઉની તુલનામાં ક્યાંક વધારે જમીન તેના કબજામાં આવી ગઈ હતી. જોર્ડનને પૂર્વી યરુશલમ અને વેસ્ટ બેંકથી હાથ ધોવું પડ્યું હતું. તો સીરિયાને ગોલાન હાઇટ્સ ગુમાવું પડ્યું હતું. આ લડાઈને Six Day Warના નામથી ઓળખવામાં આવે છે.


કેમ પસંદ કર્યો 6 ઑક્ટોબરનો દિવસ?

કેમ પસંદ કર્યો 6 ઑક્ટોબરનો દિવસ?

6 ઓક્ટોબર 2023ના રોજ યોમ કિપ્પુર યુદ્ધની વર્ષગાંઠ હતી અને લડાઈને 50 વર્ષ પૂર્ણ થઈ રહ્યા હતા. સાથે જ ઇઝરાયેલી પોતાના સૌથી પવિત્ર તહેવાર મનાવી રહ્યા હતા. રક્ષા વિશેષજ્ઞ કહે છે કે વર્ષ 1967 અને 1973ની લડાઈના પ્રતિરોધ પર આ હુમલાને અંજામ આપવામાં આવ્યો. સાથે જ આ વખત પણ અરબ અને ઈસ્લામિક દેશોને આ લડાઈમાં સામેલ થવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. ઇઝરાયેલ અને હમાસની લડાઈમાં હિઝબુલ્લા પણ સામેલ થઈ ગયું છે. હમાસની જેમ એ પણ એક આતંકી સંગઠન છે અને ઇઝરાયેલને પોતાનો કટ્ટર દુશ્મન માને છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top