Dhirendra Shastri Darbar : શું અમદાવાદમાં આજે યોજાનારો ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર રદ થશે? જાણો

Dhirendra Shastri Darbar : શું અમદાવાદમાં આજે યોજાનારો ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર રદ થશે? જાણો કારણ

05/29/2023 Gujarat

SidhiKhabar

SidhiKhabar

Dhirendra Shastri Darbar : શું અમદાવાદમાં આજે યોજાનારો ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર રદ થશે? જાણો

Dhirendra Shastri Darbar : અમદાવાદમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર રદ્દ થઇ ગયો છે, અમદાવાદના ઓગણજ ખાતે બે દિવસીય દિવ્ય દરબાર યોજાવવાનો હતો, પરંતુ વ્યવસ્થા ખોરવાઇ જતાં દિવ્ય દરબારને રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ મોટો કાર્યક્રમ અમદાવાદમાં 29 અને 30 તારીખે યોજાવવાનો હતો.


પહેલા પોલીસ સાથે મતભેદ થતા સ્થળ બદલાયું, પણ...

પહેલા પોલીસ સાથે મતભેદ થતા સ્થળ બદલાયું, પણ...

સુરત બાદ હવે આજે એટલે કે 29 અને 30 મેએ અમદાવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવા જઈ રહ્યો છે. આજે અમદાવાદમા બાબા બાગેશ્વર સરકારના ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમને લઇને મોટા સમાચાર છે. અમદાવાદના ચાણક્યપુરીમાં યોજાનારા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર હવે ઓગણજ સ્થિત પ્રમુખ સ્વામી નગરમાં યોજાશે. વાસ્તવમાં ચાણક્યપુરીમાં બાબાનો દરબાર યોજવાની પોલીસ મંજૂરી આપે તેવી સંભાવના ઓછી હતી. સમર્થકો સામે જગ્યા નાની પડતી હોવાના કારણે પોલીસ કાર્યક્રમને મંજૂરી આપવાની વિરોધમાં હતા. દરબારમાં 2 લાખ લોકો આવશે તેવો આયોજકો દાવો કરી રહ્યા છે. ચાણક્યપુરીના આયોજકો અને પોલીસ સામ-સામે આવી ગયા બાદ કાર્યક્રમના સ્થળમાં ફેરફાર કરાયો છે. જો કે સ્થળ બદલાયા પછી પણ દરબારના આયોજન સામે પ્રશ્નાર્થ તો છે જ.


ઓગણજ ગ્રાઉન્ડ પર પડી શકે છે તકલીફ...

ઓગણજ ગ્રાઉન્ડ પર પડી શકે છે તકલીફ...

આજે અમદાવાદમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવવાનો છે, જોકે, આ પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે, માહિતી છે કે, આજનો દિવ્ય દરબાર રદ્દ થઇ શકે છે, કેમ કે ગઇકાલે પડેલા ભારે વરસાદના કારણે દિવ્ય દરબાર જ્યાં ભરાવાનો હતો એ સ્થાન, એટલે કે ઓગણજમાં ગ્રાઉન્ડ પર ઠેર ઠેર પાણીના ખોબોચીયાં ભરાઇ ગયા છે, અને મોટા ભાગની વ્યવસ્થા ખોરવાઇ ગઇ છે. આજે એટલે કે 29 અને 30 મેએ અમદાવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવવાનો છે. ખાસ વાત છે કે, સુરત બાદ ગાંધીનગર અને હવે આજે અમદાવાદમાં બાગેશ્વર સરકાર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર ભરાવવાનો હતો, પરંતુ ગઇકાલે અચાનક પડેલા ભારે વરસાદ અને પવન ફૂંકાવવાના કારણે વ્યવસ્થા ખોરવાઇ ગઇ છે. ઉલ્લેખનીય છે કે, ચાણક્યપુરીના સ્થાને બાબાનો દિવ્ય દરબાર ઓગણજ સ્થિત ગ્રાઉન્ડમાં યોજાવવાનો છે, પરંતુ આજે દિવ્ય દરબાર રદ્દ થવાની શક્યતા છે. કાર્યક્રમ સ્થળ પર ઠેર ઠેર પાણી ભરાયા છે અને વ્યવસ્થા ખોરવાઇ ગઇ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top