મહિલાઓ માત્ર સેક્સ માટે નથી: કંગના રનૌતે સ્વામીને આપ્યો જડબાતોડ જવાબ

મહિલાઓ માત્ર સેક્સ માટે નથી: કંગના રનૌતે સ્વામીને આપ્યો જડબાતોડ જવાબ

10/27/2023 Glamour

SidhiKhabar

SidhiKhabar

મહિલાઓ માત્ર સેક્સ માટે નથી: કંગના રનૌતે સ્વામીને આપ્યો જડબાતોડ જવાબ

બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની અભિનેત્રી કંગના રનૌત તેની ફિલ્મોની સાથે તેના સ્પષ્ટ અને વિવાદિત નિવેદન માટે જાણીતી છે.હવે કંગના રનૌત ફરી એકવાર સોશિયલ મીડિયા પર પ્રખ્યાત રાજકારણી સુબ્રમણ્યમ સ્વામી સાથે ટકરાઈ છે.


કંગના રનૌતની બિકીની તસવીર પર સુબ્રમણ્યમ સ્વામીએ કટાક્ષ કર્યો

 દિલ્હીની લવ કુશ રામલીલાના 50 વર્ષના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું જ્યારે કોઈ મહિલાને રાવણ દહન કરવાની તક મળી હોય અને આ અંગે સુબ્રમણ્યમ સ્વામીએ વાંધો ઉઠાવ્યો હતો. સુબ્રમણ્યમ સ્વામીએ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી કંગના રનૌતની બિકીની તસવીર પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો, જે અભિનેત્રીને પસંદ ન આવ્યો. આ પછી કંગના રનૌતે સુબ્રમણ્યમ સ્વામી પર જોરદાર નિશાન સાધ્યું છે.કંગના રનૌતે સુબ્રમણ્યમ સ્વામી પર વળતો પ્રહાર કર્યો

કંગના રનૌતે સુબ્રમણ્યમ સ્વામીના ટ્વીટનો જવાબ આપતા લખ્યું, 'સ્વિમસૂટ પહેરેલ ફોટો બતાવીને તમે એવું કહેવાનો પ્રયાસ કરી રહ્યા છો કે રાજકારણમાં મારું સ્થાન બનાવવા માટે મારી પાસે મારા શરીર સિવાય બીજું કંઈ નથી. હા હા હું એક કલાકાર છું હિન્દી ફિલ્મોની મહાન અભિનેત્રીઓમાંની એક છું. લેખક, દિગ્દર્શક અને નિર્માતા હોવા ઉપરાંત, હું દક્ષિણપંથી પ્રભાવક અને ક્રાંતિકારી પણ છું.'સ્ત્રીઓ માત્ર સેક્સ માટે જ નથી - કંગના

સ્ત્રીઓ માત્ર સેક્સ માટે જ નથી - કંગના

આગળ કંગનાએ લખ્યું કે, ' મારી જગ્યાએ કોઈ પુરુષ હોત તો પણ તમે તેના વિશે આવી ધારણા બાંધી હોત? મહિલાઓને લગતી તમારી વિચારધારા જોઈને લાગે છે કે તમે ગેરમાર્ગે દોરાઈ રહ્યા છો. સ્ત્રીઓ માત્ર સેક્સ માટે જ નથી. તેમની પાસે એક માણસની જેમ મગજ, હૃદય, પગ, હાથ સહિત બધું છે. આ સાથે મહિલાઓમાં પણ પુરૂષોની જેમ મહાન નેતા બનવાની ક્ષમતા હોય છે. કંગનાની આ પ્રતિક્રિયાને ઘણા લોકોએ સમર્થન આપ્યું છે. એક યુઝરે લખ્યું, 'નફરત ફેલાવનારા આ માણસને સચોટ જવાબ આપવામાં આવ્યો છે.'


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top