આ દેશમાં વિશ્વના સૌથી ખતરનાક વાવાઝોડાની એન્ટ્રી; 90 લાખથી વધુ લોકોને તેમનું ઘર છોડી સ્થળાંતર કર

આ દેશમાં વિશ્વના સૌથી ખતરનાક વાવાઝોડાની એન્ટ્રી; 90 લાખથી વધુ લોકોને તેમનું ઘર છોડી સ્થળાંતર કરવા કહ્યું

09/20/2022 World

SidhiKhabar

SidhiKhabar

આ દેશમાં વિશ્વના સૌથી ખતરનાક વાવાઝોડાની એન્ટ્રી; 90 લાખથી વધુ લોકોને તેમનું ઘર છોડી સ્થળાંતર કર

વર્લ્ડ ડેસ્ક : જાપાનમાં સુપર ટાયફૂન તબાહી મચાવી રહ્યું છે. આ વાવાઝોડાને કારણે 2 લોકોના મોત થયા છે. તમે આ વાવાઝોડાની ભયાનકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકો છો કે સ્થાનિક પ્રશાસને 90 લાખથી વધુ લોકોને તેમના ઘરોમાંથી બહાર આવવા માટે કહ્યું છે.


સૌથી ખતરનાક વાવાઝોડાઓમાંનું એક

સૌથી ખતરનાક વાવાઝોડાઓમાંનું એક

સુપર ટાયફૂન નાનમાડોલ જે સૌથી ખતરનાક વાવાઝોડાઓમાંનું એક માનવામાં આવે છે. જેના કારણે જાપાનમાં સ્થિતિ વણસી ગઈ છે. રિપોર્ટ અનુસાર ફુકુઓકા વિસ્તારમાં તોફાનથી આશ્રય માટે જઈ રહેલા એક વ્યક્તિનું પણ મોત થયું છે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, મિયાઝાકી વિસ્તારમાં પૂરગ્રસ્ત ખેતરમાં ડૂબી ગયેલી કારમાંથી ખેંચાયેલી અન્ય વ્યક્તિનું મૃત્યુ થયું હતું. મિયાઝાકી પ્રેફરન્શિયલ ઓફિસરના જણાવ્યા અનુસાર, 40 વર્ષનો એક વ્યક્તિ ગુમ થયાની જાણ કરવામાં આવી છે.


જાપાન એરલાઈન્સ દ્વારા અંદાજે 600 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી

જાપાન એરલાઈન્સ દ્વારા અંદાજે 600 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી

આ વર્ષે જાપાનમાં ત્રાટકનાર આ 14મું વાવાઝોડું છે. તે સોમવારે બપોરે યામાગુચી વિસ્તારમાં હાગી નજીક લગભગ 20 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું હતું. તેના કેન્દ્રમાં 975 હેક્ટોપાસ્કલ્સનું વાતાવરણીય દબાણ હતું. જેમાં મહત્તમ 162 કિમી પ્રતિ કલાકની ઝડપ સાથે  108 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. સ્થાનિક અહેવાલો અનુસાર ખરાબ હવામાન વચ્ચે 70થી વધુ લોકો ઘાયલ પણ થયા છે. સોમવારે ક્યુશુમાં બુલેટ ટ્રેનને સ્થગિત કરવામાં આવી હતી અને દેશની બે મુખ્ય એરલાઇન્સ, ANA અને જાપાન એરલાઇન્સ દ્વારા લગભગ 600 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી.


લગભગ 3,50,000 ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ

મંગળવાર સુધીમાં તોફાન જાપાનના સૌથી મોટા ટાપુ હોન્શુ સુધી પહોંચે તેવી શક્યતા છે. જાપાનની હવામાન એજન્સીએ પણ ભારે પવન, ભરતી અને માટી ધસી પડવાની ચેતવણી જારી કરી છે. હજારો લોકોએ રવિવારની રાત ઈમરજન્સી શેલ્ટર્સમાં વિતાવી હતી અને લગભગ 3,50,000 ઘરો વીજળી વગરના હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top