Xના ડેટા લીક, 20 કરોડથી વધુ યુઝર્સ જોખમમાં, સેફ રહેવા તાત્કાલિક કરો આ કામ

X Data Leak: Xના ડેટા લીક, 20 કરોડથી વધુ યુઝર્સ જોખમમાં, સેફ રહેવા તાત્કાલિક કરો આ કામ

07/10/2024 Sci-Tech

SidhiKhabar

SidhiKhabar

Xના ડેટા લીક, 20 કરોડથી વધુ યુઝર્સ જોખમમાં, સેફ રહેવા તાત્કાલિક કરો આ કામ

એલન મસ્કના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વીટર)ના કરોડો યુઝર્સના ડેટા લીક થઈ ગયા છે. એક રિપોર્ટ મુજબ, Xને તથા કથિત ડેટા બ્રીચનો સામનો કરવો પડ્યો છે, જેનાથી લગભગ 20 કરોડ કરતાં વધુ યુઝર્સ પ્રભાવિત થઈ શકે છે. જો કે, Xએ આ મામલાની પુષ્ટિ કરી નથી. ઉલ્લેખનીય છે કે સાઇબર પ્રેસના સંશોધનકર્તાએ દાવો કર્યો કે, લીક થયેલા રેકોર્ડની સાઇઝ 9.4GB (લગભગ 10GBની 10 ફાઇલ્સ) છે, જેમાં યુઝર્સનો E-mail એડ્રેસ, નામ અને અન્ય અકાઉન્ટ ડિટેલ્સ સામેલ છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ડેટ બ્રીચ કરોડો X યુઝર્સને પ્રભાવિત કરી શકે છે.


પ્રભાવિત યુઝર્સ પર મંડરાઈ રહ્યું છે જોખમ:

પ્રભાવિત યુઝર્સ પર મંડરાઈ રહ્યું છે જોખમ:

સંશોધનકર્તાઓએ જણાવ્યું કે, પ્રભાવિત યુઝર્સ હવે ફિશિંગ, ઓળખની ચોરી અને અન્ય ઘણા પ્રકારના ઓનલાઇન હુમલાઓનો સામનો કરી શકે છે. એવામાં યુઝર્સે સાવધાન રહેવું જોઈએ. આ ડેટાનો ઉપયોગ હેકર્સ દ્વારા એ અકાઉન્ટ્સ કે ડીવાઇસો સાથે સમજૂતી કરવા માટે કરી શકાય છે જે પ્રભાવિત E-mail ID સાથે જોડાયેલા હોય શકે છે. ડેટા એક હેકિંગ ફોરમ પર ટાઇટલ 9.4GB ટ્વીટર લીક ડેટાબેસ લાસ્ટ વન E-mail એડ્રેસ, નામ અને ટ્વીટર અકાઉન્ટ ડિટેલ્સવાળા 20 કરોડથી વધુ રેકોર્ડનો ખુલાસો સાથે નજરે પડ્યો છે.


લીક થયેલા ડેટામાં ડાઉનલોડેબલ લિંક

લીક થયેલા ડેટામાં ડાઉનલોડેબલ લિંક

લીક થયેલા ડેટા બેસને 7 જુલાઇ 2024ના રોજ મિચુપા નામના એક નવા અકાઉન્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે લીક થયેલા ડેટામાં ડાઉનલોડેબલ લિંક છે જે પ્રભાવિત યુઝર્સની મોટી મુશ્કેલી ઊભી થઈ શકે છે. આ લીક થયેલા X અકાઉન્ટ સાથે જોડાયેલા E-mail એડ્રેસનો ઉપયોગ સ્પેમ યુઝર્સ, ફિશિંગ એટેક અને અન્ય મલિશિયસ એક્ટિવિટી માટે કરી શકે છે. પ્રોફાઇલ ઇન્ફોર્મેશન જેમ કે યુઝર નેમ અને અન્ય ઓળખની ચોરી થવાનું જોખમ છે.


સુરક્ષિત રહેવા માટે તાત્કાલિક કરો આ કામ:

સુરક્ષિત રહેવા માટે તાત્કાલિક કરો આ કામ:

લિકના પ્રમાણને જોતાં યુઝર્સ પોતાને સુરક્ષિત રાખવા માટે કેટલાક ટિપ્સને અજમાવી શકે છે, જેમ કે પાસવોર્ડ બદલાવો, ટૂ-ફેક્ટર ઓથોન્ટિકેશન ઈનેબલ કરવું, શંકાસ્પદ ઈ-મેલ અને મેસેજને ઇગ્નોર કરવા. એ સિવાય યુઝર્સે અકાઉન્ટ એક્ટિવિટી અને જે ડિવાઇસ પર અકાઉન્ટ લોગઇન છે. તેના પર પણ નજર રાખવી જોઈએ. ઓર્ગેનાઇઝેશન મજબૂત સિક્યોરિટી અને ડેટા સેફ્ટીની રીતોને લાગૂ કરી શકે છે અને સમય સમય પર સિક્યોરિટી ઓડિટના માધ્યમથી સંભવિત નબળાઈઓની જાણકારી મેળવી શકે છે અને કર્મચારીઓ વચ્ચે ઓનલાઇન હુમલાઓ બાબતે જાગૃતિ વધારી શકે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top