ભારતનો દુશ્મન તહવ્વુર હવે તિહાડમાં, NIAની ટીમે દિલ્હી એરપોર્ટ પરથી કરી ધરપકડ, હવે થશે તેના પાપનો હિસાબ-કિતાબ
Tahawwur Rana: 26/11 મુંબઈ હુમલાનો માસ્ટર માઇન્ડ આખરે ભારતમાં આવી ગયો છે. તેને અમેરિકાથી ભારત લાવવા માટે ભારતે ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો, પરંતુ આખરે સત્ય અને ભારતની કૂટનીતિક વ્યૂહરચનાની જીત થઈ છે. ગઇકાલે NIAની ટીમ તહવ્વુર રાણાને લઈને ભારત આવવા નીકળી હતી અને આજે તે દિલ્હી આવી પહોચી હતી.
મુંબઈ આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર હુસૈન રાણાને અમેરિકાથી ભારત લાવવામાં આવ્યો છે. NIA ટીમ તેને દિલ્હી એરપોર્ટ પર લાવી હતી. ત્યારબાદ તરત જ તેની ધરપકડ કરવામાં આવી. તેને લઈ જવા માટે થ્રી લેયર સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. હવે તેનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવશે. ત્યારબાદ તહવ્વુર રાણાને તિહાર જેલના ઉચ્ચ સુરક્ષા વોર્ડમાં રાખવામાં આવી શકે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે રાણાને જેલમાં રાખવા માટે જરૂરી તૈયારીઓ કરવામાં આવી છે અને જેલ પ્રશાસન કોર્ટના આદેશની રાહ જોશે. રાણા પાકિસ્તાની મૂળનો કેનેડિયન નાગરિક છે અને 2008ના મુંબઈ આતંકવાદી હુમલાના મુખ્ય કાવતરાખોરોમાંના એક અમેરિકન નાગરિક ડેવિડ કોલમેન હેડલીનો નજીકનો વ્યક્તિ છે.
ભારતની આ ખૂબ મોટી જીત છે. 26/11ના હુમલામાં તહવ્વુર રાણાનો પણ હાથ હતો અને તેને 26/11ના હુમલાના માસ્ટર માઇન્ડ હેડલી સાથે ઘણી વખત બેઠક પણ કરી હતી અને તેમની વચ્ચે ઇ-મેલ દ્વારા વાતચીતના પુરાવા પણ મળ્યા હતા. હેડલીએ અમેરિકન તપાસ એજન્સી સામે તહવ્વુર રાણાનું નામ પણ લીધું હતું. ભારત સામે પ્રત્યાર્પણને રોકવા તહવ્વુરે ખૂબ મરણિયા પ્રયાસ કર્યા પણ, એ બધા એડે ગયા. અને હવે તહવ્વુરને ભારત લાવવામાં આવ્યો છે ત્યારે તેના ગુનાઓનો હવે ભારતમાં હિસાબ-કિતાબ કરવાનો છે, બિરયાની નથી ખવડાવવાની. તહવ્વુર સામે કડકમાં કડક કાર્યવાહી જ મુંબઈ હુમલામાં માર્યા ગયેલા લોકોની સાચી શ્રદ્ધાંજલી હશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp