Gujarat Election : અમિત શાહે ફરી એકવાર કોંગ્રેસને આડેહાથ લીધી; ગુજરાતની સુરક્ષા અને કોમી રમખાણો

Gujarat Election : અમિત શાહે ફરી એકવાર કોંગ્રેસને આડેહાથ લીધી; ગુજરાતની સુરક્ષા અને કોમી રમખાણો અંગે પણ આપ્યું મોટું નિવેદન

11/28/2022 Politics

SidhiKhabar

SidhiKhabar

Gujarat Election : અમિત શાહે ફરી એકવાર કોંગ્રેસને આડેહાથ લીધી; ગુજરાતની સુરક્ષા અને કોમી રમખાણો

ગુજરાત ડેસ્ક : ગુજરાતમાં ચૂંટણીને હવે ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે અને દરેક પાર્ટીઓ એક બીજા પર જોરદાર પ્રહાર કરી રહ્યા છે. આ દરમિયાન મહેસાણાના ખેરાલુમાં એક સભામાં અમિત શાહે ગુજરાતની સુરક્ષા મુદ્દે અને કોંગ્રેસની વોટ બેંકની નીતિ પર ગંભીર પ્રહાર કર્યા છે. કોંગ્રેસના વોટ બેંકના રાજકારણને લઈને જાણો અમિત શાહે શું કહ્યું?


તોફાનો કરવાની કોઇની હિંમત નથી થતી

તોફાનો કરવાની કોઇની હિંમત નથી થતી

મહેસાણાના ખેરાલુની એક સભામાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગુજરાતની સુરક્ષા મુદ્દે ફરી કોંગ્રેસને આડેહાથ લીધી. અમિત શાહે જણાવ્યું કે ભૂતકાળમાં કોંગ્રેસની સરકારે ફક્ત અને ફક્ત પોતાની વોટ બેંક સાચવવા સમગ્ર ગુજરાતને કોમી રમખાણોની આગમાં ધકેલી દીધું હતું. જેના કારણે ગુજરાતનો વિકાસ રૂંધાઇ ગયો હતો. વોટ બેંકના રાજકારણને કારણે કોંગ્રેસે ગુજરાતની શાંતિને પીંખી નાખી હતી. પરંતુ નરેન્દ્ર મોદીએ ગુજરાતની કમાન સંભાળ્યા બાદ ગુજરાતમાં રમખાણો અને કફર્યુ ભૂતકાળ બની ગયા. 2002માં ફરી ગુજરાતમાં કોમી દાવાનળ સળગ્યો. પરંતુ નરેન્દ્ર મોદીના શાસનમાં રમખાણો કરનારા તત્વોને એવો પાઠ ભણાવવામાં આવ્યો કે આજે 20 વર્ષ બાદ 2022માં પણ ગુજરાતમાં તોફાનો કરવાની કોઇની હિંમત નથી થતી.


તમારો એક મત આગામી 5 વર્ષ ગુજરાતનું ભવિષ્ય નક્કી કરશે-અમિત શાહ

તમારો એક મત આગામી 5 વર્ષ ગુજરાતનું ભવિષ્ય નક્કી કરશે-અમિત શાહ

ખેરાલુમાં સભા સંબોધતા ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે, તમારો એક મત આગામી 5 વર્ષ ગુજરાતનું ભવિષ્ય નક્કી કરશે. આ મત 2022 માટેનો નહીં પણ 2024 માટેનો હશે. તો વધુમાં કોંગ્રેસ પર પ્રહાર કર્તા કહ્યું કે, કોંગ્રેસના રાજમાં ઉત્તર ગુજરાતનો ભાગ ડાર્ક ઝોનમાં હતો. જો ભાજપ સરકાર ન આવી હોત તો ઉત્તર ગુજરાત રણ બની જાત. તત્કાલિન કોંગ્રેસ સરકારે નર્મદા ડેમની ઉંચાઈ વધારવા પર પ્રતિબંધ મુક્યો હતો.

કોંગ્રેસના રાજમાં કૌભાંડ ગણાતા નહોતા અને હવે કૌભાંડ મળતા નથીઅમિત શાહ

આ ઉપરાંત અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસના રાજમાં કૌભાંડ ગણાતા નહોતા અને હવે કૌભાંડ મળતા નથી. ચૂંટણી ટાણે કોંગ્રેસિયા નવા કપડા પહેરીને આવી જાય છે. કોંગ્રેસ વોટબેન્કના કારણે આસ્થા કેન્દ્રોના વિકાસ કામ નહોતા કરતા.


કોંગ્રેસે વોટબેન્ક માટે ગુજરાતને પીંખી નાખ્યુ–અમિત શાહ

કોંગ્રેસે વોટબેન્ક માટે ગુજરાતને પીંખી નાખ્યુ–અમિત શાહ

વધુમાં અમિત શાહે કહ્યું કે, રાહુલ ગાંધી પોતાની યાત્રામાં મેધા પાટકરને સાથે લઈને જાય છે. ચૂંટણી સમયે કોંગ્રેસ ઘા પર મીઠુ ભભરાવવાનું કામ કરી રહ્યું છે. કોંગ્રેસે વોટ માટે ગુજરાતને પીંખી નાખ્યુ. પહેલા છાસવારે કર્ફયૂ થતા હતા, ભાજપ સરકારે 2002માં અસામાજીક તત્વોને એવો પાઠ ભણાવ્યો કે હવે ઘરમાં જ ચૂપચાપ બેસી રહે છે. ઉપરાંત ઉમેર્યું કે, ઉતર ગુજરાતને પાણી આપવાનું કામ ભાજપ સરકારે કર્યું.

 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top