એક વિદ્યાર્થીની હત્યા બાદ સેવન્થ ડે સ્કૂલનો વધુ એક વિવાદ આવ્યો સામે
થોડા દિવસ અગાઉ અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ 10ના વિદ્યાર્થીની હત્યાનો મામલો સામે આવ્યો હતો. કોઈ દિવસે ધોરણ 8ના વિદ્યાર્થિએ ધોરણ 10ના વિદ્યાર્થી વચ્ચે ધક્કા-મુક્કી થઈ હશે. આ વાત ધોરણ 8નો વિદ્યાર્થી મનમાં દબાવીને બેઠો હતો. એ જ્યારે પણ ધોરણ 10ના વિદ્યાર્થીને મળે ત્યારે કંઈક ને કંઈક બબડતો હતો, પરંતુ ગત મંગળવારે તો તેણે હદ જ વટાવી દીધી અને કોઈએ શાળાનો વિદ્યાર્થી આવું કરી શકે તેવી કલ્પના પણ કરી નહોતી તેવી ઘટનાને અંજામ આપી દીધો. ધોરણ-8ના વિદ્યાર્થિએ ધોરણ 10ના વિદ્યાર્થીને ચપ્પુ ધરબી દીધો, જેના કારણે આ વિદ્યાર્થી ઇજાગ્રસ્ત થઈ ગયો. જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો, પરંતું સારવાર દરમિયાન તેનું મોત થઈ ગયું હતું.
વિદ્યાર્થીના મોત બાદ ભારે હોબાળો થયો હતો. સિંધી સમાજમાં રોષ વ્યાપી ગયો હતો. કેટલાક લોકોએ તો શાળામાં તોડફોડ કરીને શિક્ષકોને માર પણ કરવાની વાત સામે આવી હતી. આ ઘટના બાદ શાળાનું અભ્યાસ કાર્ય બંધ કરવામાં આવ્યું હતું, પરંતુ હાલમાં જ વિદ્યાર્થીઓનું ભણતર ન બગાડે તે માટે 6-10ના વિદ્યાર્થીઓનું ઓનલાઇન શિક્ષણ શરૂ કર્યું છે, પરંતુ હવે સેવન્થ ડે સ્કૂલનો નવો વિવાદ સામે આવ્યો છે.
વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં લઈને સરકારે આ મામલે મોટો નિર્ણય લીધો છે. વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે તે માટે વચગાળાના આયોજનની શરૂઆત કરવામાં આવી છે. તેના માટે જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) કચેરીના 4 અધિકારીઓની એક ટીમને સ્કૂલમાં ડેપ્યુટ કરવામાં આવી છે. આ ટીમ વાલીઓના સવાલોનું નિરાકરણ કરશે અને જે વાલીઓ પોતાના બાળકનું એડમિશન સેવન્થ ડે સ્કૂલમાંથી રદ કરાવીને અન્ય સ્કૂલમાં પ્રવેશ લેવા માગતા હોય તો તેમને મદદ કરશે.
હાલમાં સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ (LC) વિના પણ વિદ્યાર્થીઓને અન્ય શાળાઓમાં પ્રોવિઝનલ એડમિશન આપીને તેમનો અભ્યાસ શરૂ કરાવી દેવામાં આવશે. DEO દ્વારા મણિનગર અને તેની આસપાસની શાળાઓને આ અંગે નિર્દેશ આપવામાં આવ્યા છે કે તેઓ સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીઓને સરળતાથી પ્રવેશ આપે. હવે વાલીઓ સીધા DEO કચેરીના અધિકારીઓનો સંપર્ક કરીને તેમના બાળકનું એડમિશન સેવન્થ ડે સ્કૂલમાંથી કઢાવીને અન્ય સ્કૂલમાં મેળવી શકશે. આ પગલાંથી વિદ્યાર્થીઓનો અભ્યાસ નહીં બગડે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.
vtvgujarati.comના રિપોર્ટ મુજબ, સેવન્થ ડે સ્કૂલ ધર્માંતરણના કાર્યોમાં આગળ હોવાની વાતનો દાવો કરવામાં આવ્યો છે. SGVPના વિદ્યાર્થીનું બ્રેઈનવૉશ કરીને આદિવાસી વિસ્તારમાં મોકલી દેવાયો હતો. પોલીસે 9 મહિના શોધખોળ કરતા વિદ્યાર્થી મિશનરી કાર્યો કરતો મળ્યો હતો. તાલિમ માટે આવેલા વિદ્યાર્થીનું બ્રેઈનવોસ કરી તેને ધર્માંતરણના કાર્યોમાં લગાવ્યો હતો. જે તે સમયે સ્કૂલ મેનેજમેન્ટે મામલો દબાવી દીધો હતો. નયન સંતાણી હત્યા કેસની તપાસ બાદ સ્કૂલના બદ ઈરાદા પરથી પડદો ઉંચકાયો છે. પોલીસ તપાસમાં ધર્માંતરણના કાર્યોનો ઘટસ્ફોટ થયો છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp