ગોવિંદાની પત્ની સુનિતા આહૂજાની લાગી લૉટરી, ફરાહ ખાનના શૉને કરશે હોસ્ટ

ગોવિંદાની પત્ની સુનિતા આહૂજાની લાગી લૉટરી, ફરાહ ખાનના શૉને કરશે હોસ્ટ

08/29/2025 Glamour

SidhiKhabar

SidhiKhabar

ગોવિંદાની પત્ની સુનિતા આહૂજાની લાગી લૉટરી, ફરાહ ખાનના શૉને કરશે હોસ્ટ

અહેવાલો દરરોજ આવતા હતા. જોકે, આ દંપતીએ ગણેશ ચતુર્થીના શુભ તહેવાર પર સાથે આવીને છૂટાછેડાની અફવાહો પર પૂર્ણવિરામ લગાવી દીધો. ગણેશ ચતુર્થીના અવસર પર બંને સાથે જોવા મળ્યા હતા, જેથી તેમના ચાહકોને પણ રાહત મળી હતી. જ્યારે હવે સુનિતા એક મોટી જવાબદારી સંભાળવા જઈ રહી છે. માનો બેઠા-બેઠા સુનિતાની લૉટરી લાગી ગઈ હોય.

વાત જાણે એમ છે કે ગોવિંદાની પત્ની સુનિતા આહુજાને એક નવો શૉ મળ્યો છે. તે તેમાં કંટેસ્ટંટ તરીકે નહીં, પરંતુ જજ તરીકે જોવા મળશે. પ્રખ્યાત ફિલ્મ નિર્માતા સાજિદ ખાન તેની સાથે રહેશે. આ શૉ પ્રખ્યાત દિગ્દર્શક અને નિર્માતા ફરાહ ખાનનો છે.


સુનિતા આહુજા આ શૉને જજ કરશે

સુનિતા આહુજા આ શૉને જજ કરશે

ફરાહ ખાને તાજેતરમાં જ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પોતાના નવા શૉનો પ્રોમો રિલીઝ કર્યો છે. તેનું નામ છે ‘આંટી કિસકો બોલા. સુનિતા ઉપરાંત, ફરાહનો ભાઈ સાજિદ ખાન પણ જજ કરશે. દેશભરની મહિલાઓ તેમાં ભાગ લેશે અને પોતાની પ્રતિભાથી લોકોનું મનોરંજન કરશે. ઇન્સ્ટાગ્રામ પર પ્રોમો શેર કરતા ફરાહે લખ્યું કે, ‘કાલે!! મારી ચેનલ પર અમારા નવા શૉ આંટી કિસકો બોલા’ માટે અમારી પહેલી જજ બનવા અને દરેક મહિલાની પ્રતિભાને બહાર લાવવા બદલ સુનિતા આહુજાનો આભાર અને અતિથિ વિશેષની ઉપસ્થિતિ પણ છે.’


ફરાહ ખાનનું વર્કફ્રન્ટ

ફરાહ ખાનનું વર્કફ્રન્ટ

60 વર્ષીય ફરાહ ખાન અત્યાર સુધીની પોતાની લાંબી કારકિર્દીમાં 80થી વધુ ફિલ્મો માટે 100થી વધુ ગીતો કોરિયોગ્રાફ કરી ચૂકી છે અને ફરાહને આ પ્રતિભા માટે રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો છે. તો, તેમણે કેટલીક ફિલ્મોનું દિગ્દર્શન પણ કર્યું છે. છેલ્લા ઘણા દિવસોથી, ફરાહ પોતાની યુટ્યુબ ચેનલ માટે પણ લાઈમલાઇટમાં રહી છે. ગોવિંદા અને સુનિતાએ વર્ષ 1987માં લગ્ન કર્યા હતા. બંનેના લગ્નને 38 વર્ષ થયા છે. બંને હવે બે બાળકોના માતા-પિતા છે. આ દંપતીને એક પુત્રી ટીના આહુજા અને એક પુત્ર યશવર્ધન આહુજા છે. ટીનાએ 10 વર્ષ અગાઉ 2015માં ફિલ્મ ‘સેકન્ડ હેન્ડ હસબન્ડથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top