આજે સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, મહિસાગર, ખેડા, આણંદ, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
30 ઓગસ્ટે વરસાદનું જોર ઘટતું દેખાઈ રહ્યું છે. આ દિવસે ખેડા, આણંદ, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદામાં યલો એલર્ટની સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
31 ઑગસ્ટના રોજ સુરત, નવસારી, વલસાડ, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, ભરૂચમાં યલો એલર્ટની સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી આવી છે.
1 સપ્ટેમ્બરના રોજ, વડોદરા, આણંદ, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નવસારી, વલસાડ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, ખેડામાં યલો એલર્ટની સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
2 સપ્ટેમ્બરના રોજ અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુરમાં યલો એલર્ટની સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
3 સપ્ટેમ્બરના રોજ સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગરમાં યલો એલર્ટની સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
ગુરુવારે (28 ઓગસ્ટ) રાજ્યના 138 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 7.48 ઇંચ વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં ગુરુવારે 6:00 વાગ્યાથી રાત્રે 10:00 વાગ્યા સુધીમાં 138 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સાબરકાંઠાના ઈડરમાં 5.59 ઇંચ, ગાંધીનગરના દહેગામમાં 3.82 ઇંચ, અરવલ્લીના મેઘરજમાં 3.66 ઇંચ, છોટા ઉદેપુરના કવાંટમાં 3.15 ઇંચ, દાહોદના દેવગઢબારિયામાં 2.99 ઇંચ, તાપીના વ્યારામાં 2.95 ઇંચ, છોટા ઉદેપુરના જેતપુર પાવીમાં 2.91 ઇંચ, સાબરકાંઠાના હિંમતનગરમાં 2.68 ઇંચ, અરવલ્લી ધનસુરામાં 2.48 ઇંચ, પંચમહાલના ગોધરામાં 2.24 ઇંચ, સાબરકાંઠાના વડાલી, ખેડબ્રહ્મા, તલોદમાં 2-2 ઇંચ વરસાદ ખાબક્યો છે. નર્મદાના દેડિયાપાડા, તાપીના ઉચ્છલ, પંચમહાલના શહેરા, ડાંગના સુબિર-આહવા, સાબરકાંઠાના વિજયનગર, સુરતના માંડવી, તાપીના ડોલવણ, ખેડાના વસો સહિતના 41 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જ્યારે 91 તાલુકામાં 1 ઇંચની અંદરમાં વરસાદ વરસ્યો છે.
ગુજરાતમાં સરેરાશ 85 ટકા કરતા વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં 89 ટકા, કચ્છમાં 85.14 ટકા, સૌરાષ્ટ્રમાં 83.84 ટકા, જ્યારે પૂર્વ-મધ્યમાં 81.03 ટકાનો સરેરાશ વરસાદ વરસ્યો છે.