Drug Mafia : Drug Lord 'માઉસ'ની ધરપકડથી મેક્સિકો સળગ્યું; માફિયાઓએ પ્લેન પર પણ કર્યું ફાયરિંગ,

Drug Mafia : Drug Lord 'માઉસ'ની ધરપકડથી મેક્સિકો સળગ્યું; માફિયાઓએ પ્લેન પર પણ કર્યું ફાયરિંગ, કુલ 20થી વધુ લોકોના મોત

01/07/2023 World

SidhiKhabar

SidhiKhabar

Drug Mafia : Drug Lord 'માઉસ'ની ધરપકડથી મેક્સિકો સળગ્યું; માફિયાઓએ પ્લેન પર પણ કર્યું ફાયરિંગ,

વર્લ્ડ ડેસ્ક : મેક્સિકોમાં એલ ચાપો તરીકે ઓળખાતા કુખ્યાત ડ્રગ લોર્ડના પુત્ર અને સિનાલોઆ કાર્ટેલના વરિષ્ઠ સભ્ય ઓવિડિયો ગુઝમેન જે માઉસ નામથી જાણીતો છે તેની ધરપકડ બાદ ગુરુવારે ઉત્તરીય શહેર કુલિયાકાનમાં હિંસા ફાટી નીકળી હતી. આ દરમ્યાન જ્યારે રનવે પરથી દોડતા વિમાનમાં ગોળી વાગી હતી. ગોળીબાર બાદ સતત ગોળીબારના અવાજે તમામ મુસાફરોના જીવ અધ્ધર કરી દીધા હતા. એક અહેવાલ મુજબ ડ્રગ માફિયાઓના દેશ મેક્સિકોમાં કુખ્યાત ડ્રગ લોર્ડ એલ ચાપોના પુત્રની ધરપકડથી કુલિયાકાન શહેરમાં હિંસાનો સમયગાળો શરૂ થયો છે. આ હિંસાની પકડમાં આવેલા એક વિમાનનો વીડિયો દિવસભર સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.


વીડિયો બનાવવાનું શરૂ કર્યું

વીડિયો બનાવનાર 42 વર્ષીય ટેલેઝ પરિવાર સાથે ક્રિસમસ વિતાવ્યા બાદ તેની પત્ની અને 7, 4 અને 1 વર્ષની વયના બાળકો સાથે મુસાફરી કરી રહ્યો હતો. તેણે જણાવ્યું કે રાતભરના ગોળીબાર છતાં તે સવારે 8:24 વાગ્યાની ફ્લાઇટ માટે એરપોર્ટ પર પહોંચી ગયો હતો. ટેલેઝે કહ્યું કે, ગેંગના સભ્યો એરપોર્ટ પર છે તે સાંભળીને ટેલેઝે તેના પરિવાર સાથે બાથરૂમમાં સંતાઈ ગયો. જોકે અફવા ખોટી હોવાનું બહાર આવ્યું અને એરો મેક્સિકોના મુસાફરો ઝડપથી તેમના વિમાનમાં ચઢી ગયા.

આ દરમિયાન તેણે પોતાના ફોનમાંથી વીડિયો બનાવવાનું શરૂ કર્યું. તેણે કહ્યું કે, તે પ્લેનમાંથી એરફોર્સના બે મોટા ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, નાના, ફાઈટર જેવા એટેક એરક્રાફ્ટ અને મિલિટ્રી ટ્રકનું રેકોર્ડિંગ કરી રહ્યો હતો. પછી દૂરથી ગોળીબારનો અવાજ ગુંજવા લાગ્યો. સોશિયલ મીડિયા પર ફરતો એક વિડિયો એ જ ઘટના દર્શાવે છે જેમાં એક બાળક રડે છે ત્યારે મુસાફરો તેમની સીટ પર નીચે ઝૂકી રહ્યા છે.એક ફ્લાઈટ એટેન્ડન્ટે જણાવ્યું કે, એન્જિનમાં ટક્કર થઈ હતી જેના કારણે લીક થવા લાગ્યું હતું. ક્રૂએ મુસાફરોને ઉતરવાની સૂચના આપી તેમને એરપોર્ટના બારી વિનાના વેઇટિંગ રૂમમાં લઈ ગયા. જોકે કોણે કોના પર ગોળીબાર કર્યો તે સ્પષ્ટ નથી.


10 લશ્કરી કર્મચારીઓ માર્યા ગયા

ડ્રગ કાર્ટેલ કિંગપિન એલ ચાપોના પુત્ર ઓવિડિયો ગુઝમેન જે માઉસ નામથી જાણીતો છે તેની ધરપકડ બાદ મેક્સિકોમાં હિંસા ચાલુ છે. આ સમયગાળા દરમિયાન ઓછામાં ઓછા 30 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. મોટાભાગની હિંસા ઉત્તર સિનાલોઆ રાજ્યના કુલિયાકાન શહેરમાં થઈ હતી. આ શહેર વિશ્વની સૌથી શક્તિશાળી ડ્રગ કાર્ટેલ કિંગપિનનું ઘર પણ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેનની મેક્સિકો મુલાકાતના એક સપ્તાહ પહેલા હિંસા ફાટી નીકળી હતી. એલ ચાપોને 2017માં યુએસ પ્રત્યાર્પણ કરવામાં આવ્યું હતું. મેક્સીકન સંરક્ષણ પ્રધાન લુઈસ ક્રેસેન્સિયો સેન્ડોવલે જણાવ્યું હતું કે, ઓવિડિયો ગુઝમેનની ધરપકડની આસપાસની હિંસામાં 19 શંકાસ્પદ ગેંગ સભ્યો અને 10 લશ્કરી કર્મચારીઓ માર્યા ગયા હતા.

હિંસા રોકવા માટે 1000 સૈનિકો તૈનાત

સેન્ડોવલે જણાવ્યું હતું કેમ 32 વર્ષીય ઓવિડિયો ગુઝમેન જે માઉસ નામથી જાણીતો છે તેની ગુરુવારે વહેલી સવારે ધરપકડ કરવામાં આવી હતી. આ પછી ગેંગના સભ્યો સાથે ગોળીબાર શરૂ થયો. મંત્રીએ કહ્યું કે, ગુઝમેનને પકડવામાં આવ્યા પછી તેને તેના ઘરેથી એરલિફ્ટ કરવામાં આવ્યો હતો. ધરપકડ બાદ તેને મેક્સિકો સિટી લઈ જવામાં આવ્યો હતો. હવે તેને મહત્તમ સુરક્ષા ધરાવતી ફેડરલ જેલમાં ટ્રાન્સફર કરવામાં આવી રહ્યો છે. સેન્ડોવલે કહ્યું કે, જનતાની સુરક્ષા માટે સિનાલોઆમાં વધારાના સુરક્ષા દળો હાજર રહેશે. હિંસાનો સામનો કરવા માટે આ વિસ્તારમાં 1000 સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે.


ધરપકડમાં અમેરિકાએ મદદ નથી કરી: રાષ્ટ્રપતિ

આ તરફ રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોરે જણાવ્યું હતું કે, ઓવિડિયો જે માઉસ નામથી જાણીતો છે તેને પકડવામાં કોઈ યુએસ દળોએ મદદ કરી નથી. હિંસા રોકવા માટે કુલિયાકાનનું એરપોર્ટ શુક્રવારે બંધ રહ્યું હતું. 2019માં પણ લોપેઝ ઓબ્રાડોરની સરકારે ઓવિડિયોને પકડવા માટે એક ઓપરેશન શરૂ કર્યું હતું, પરંતુ કાર્ટેલના વફાદારોના હિંસક પ્રતિક્રિયાને પગલે તેને ઝડપથી મુક્ત કરવામાં આવ્યો હતો. હવે આ ધરપકડ સાથે મેક્સિકન સરકારનું અપમાન પણ સમાપ્ત થઈ ગયું છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top