Delhi Assembly Election 2025: દિલ્હી ચૂંટણી અગાઉ કેજરીવાલની મોટી જાહેરાત, બોલ્યા- 'ગલી-મહોલ્લાઓ

Delhi Assembly Election 2025: દિલ્હી ચૂંટણી અગાઉ કેજરીવાલની મોટી જાહેરાત, બોલ્યા- 'ગલી-મહોલ્લાઓમાં સુરક્ષા ગાર્ડ્સ માટે..'

01/10/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

Delhi Assembly Election 2025: દિલ્હી ચૂંટણી અગાઉ કેજરીવાલની મોટી જાહેરાત, બોલ્યા- 'ગલી-મહોલ્લાઓ

Arvind Kejriwal: આમ આદમી પાર્ટી (AAP)ના સંયોજક અરવિંદ કેજરીવાલે શુક્રવારે ફરી એકવાર મોટી જાહેરાત કરી. તેમણે કહ્યું કે, દિલ્હીમાં છેલ્લા કેટલાક સમયથી ગુનાખોરી વધી છે. અહીં ખુલ્લેઆમ ચોરી થઇ રહી છે. ગેંગ વૉરની ઘટનાઓ બની રહી છે. જેના કારણે લોકો અસુરક્ષિત અનુભવી રહ્યા છે. ભાજપ અને કેન્દ્ર સરકારને તેની સાથે કોઇ લેવાદેવા નથી. ભાજપે દિલ્હીને ગુનાની રાજધાની બનાવી દીધી છે. મને દિલ્હીના લોકોની ચિંતા છે. તેમણે જાહેરાત કરી કે તેઓ દિલ્હીના RWAને સુરક્ષા ગાર્ડોની નિમણૂક માટે પૂરતી રકમ આપશે.

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે, દિલ્હી સરકાર તમામ RWA ની સુરક્ષા માટે યોગ્ય રકમ પૂરી પાડશે. આ માટે માપદંડ નક્કી કરવામાં આવશે. અમે દિલ્હીના લોકોને મૂળભૂત સુરક્ષા પૂરી પાડવા માગીએ છીએ. ભાજપ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે તે એક ધરણા પાર્ટી બની ગઇ છે. હું મારા ઘરની બહાર એક તંબુ લગાવી દઇશ, જ્યાં તેઓ તેમની ઇચ્છા મુજબ બેનરો લગાવી શકે છે. ભાજપ બેવડા ચહેરાવાળા લોકોની પાર્ટી છે.


ભાજપ પૂર્વાંચલવાસીઓના મત કપાવી રહી છે

ભાજપ પૂર્વાંચલવાસીઓના મત કપાવી રહી છે

ચૂંટણી પંચ વિશે પૂછવામાં આવતા કેજરીવાલે કહ્યું, "હું ચૂંટણી પંચ પાસે ગયો કારણ કે ભાજપ રોહિંગ્યાઓનું બહાનું બનાવીને દિલ્હીમાં પૂર્વાંચલના લોકોના મત કાપી રહી છે. ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી નડ્ડા પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે તેમણે સંસદમાં કહ્યું હતું કે અમે પૂર્વાંચલીઓ અને દલિતો કપાવી રહ્યા છીએ. અમે ચૂંટણી પંચમાં ફરિયાદ કરવા ગયા હતા. આ લોકો મારા પર ખોટા આરોપો લગાવી રહ્યા છે. પૂર્વાંચલમાંથી AAPએ જેટલા ધારાસભ્યો બનાવ્યા છે તેટલા કોઇએ બનાવ્યા નથી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top