સરકારે ઓનલાઇન ગેમિંગ બિલની કેમ જરૂર પડી? કેન્દ્રિય મંત્રી અશ્વિની વૈષ્ણવે કર્યો મોટો ખુલાસો

સરકારે ઓનલાઇન ગેમિંગ બિલની કેમ જરૂર પડી? કેન્દ્રિય મંત્રી અશ્વિની વૈષ્ણવે કર્યો મોટો ખુલાસો

08/22/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

સરકારે ઓનલાઇન ગેમિંગ બિલની કેમ જરૂર પડી? કેન્દ્રિય મંત્રી અશ્વિની વૈષ્ણવે કર્યો મોટો ખુલાસો

છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં ઓનલાઈન ગેમિંગ એપ્સ અને વેબસાઇટ્સ ઝડપથી વધી છે. અહીં દરરોજ હજારો કરોડ રૂપિયાની લેવડ-દેવડ થાય છે, પરંતુ ભારત સરકારે હવે તેના પર કાબુ મેળવવાની તૈયારી કરી છે. ભારત સરકારે ઓનલાઈન ગેમિંગ બિલ રજૂ કર્યું છે. આ બિલ લોકસભા અને રાજ્યસભા બંનેમાં પસાર થઈ ગયું છે. ABP ન્યૂઝના રાજકીય સંપાદકને આપેલા ઈન્ટરવ્યૂમાં, કેન્દ્રીય IT મંત્રી અશ્વિની વૈષ્ણવે સમજાવ્યું કે ભારત સરકારને આ બિલ લાવવાની જરૂર કેમ પડી?

અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ડિજિટલ ટેક્નોલોજીમાં ઓનલાઈન ગેમિંગ એક મોટું સેક્ટર બનીને ઉભરી આવ્યું છે. તે એક વિકસતું ક્ષેત્ર છે. ઓનલાઈન ગેમિંગના 3 વિભાગો છે. ઈ-સ્પોર્ટ્સ, ઓનલાઈન સોશિયલ ગેમિંગ અને ઓનલાઈન મની ગેમિંગ. આ ત્રણ વિભાગોમાંથી 2 વિભાગ એટલે કે ઉદ્યોગના બે તૃતીયાંશ ઈ-સ્પોર્ટ્સ અને ઓનલાઈન સોશિયલ ગેમિંગને આ બિલના મધ્યમાંથી પ્રમોટ કરવામાં આવશે. બિલનું નામ જ પ્રમોશન એન્ડ રેગ્યુલેશન ઓફ ઓનલાઈન ગેમિંગ છે.


ઓનલાઈન મની ગેમિંગનો સેગમેન્ટ નુકસાનકારક: વૈષ્ણવ

ઓનલાઈન મની ગેમિંગનો સેગમેન્ટ નુકસાનકારક: વૈષ્ણવ

અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ઓનલાઈન મની ગેમિંગનો સેગમેન્ટ નુકસાનકારક છે. આ પાછળનો વિચાર એ છે કે ભારતમાં ગેમિંગ, ગેમ મેકિંગ અને ક્રિએટિવ અને ટેકનોલોજીના ઇન્ટરસેક્શન, તેનો એક વિશાળ ટેલેન્ટ બેઝ છે. એટલે આપણે ભારતને ગેમ મેકિંગ હબ બનાવવું જોઈએ.ઓનલાઇન સોશિયલ ગેમ્સ જેમાં  શિક્ષણ માટે કે પછી રીક્રિએશન માટે અથવા માઇન્ડ રિલેક્શન જેવી વસ્તુઓ હોય તો તેમને પ્રમોટ કરવી જોઇએ, પરંતુ ઓનલાઈન મની ગેમિંગને કારણે સમાજમાં ગંભીર નુકસાન જોવા મળ્યું છે.


યુવાનો ઓનલાઈન ગેમિંગની લતના શિકાર થઈ રહ્યા છે

યુવાનો ઓનલાઈન ગેમિંગની લતના શિકાર થઈ રહ્યા છે

તેમણે કહ્યું કે યુવાનોને તેની લત લાગી રહી છે. મધ્યમ વર્ગ પોતાની બધી કમાણી ગુમાવી રહ્યો છે. એક બાદ એક, આવી ઘટનાઓ સામે આવી રહી છે જેમાં પરિવારનો કોઈ સભ્ય આત્મહત્યા કરી રહ્યો છે. તાજેતરમાં એક કિસ્સો સામે આવ્યો જેમાં 8 વર્ષના બાળકે આત્મહત્યા કરી. તેમણે વધુમાં કહ્યું કે દેશના દરેક રાજ્યના સાંસદો કે ધારાસભ્યો તેની સામે કડક કાર્યવાહીની માગ કરે છે. લોકસભા સ્પીકરે એમ પણ કહ્યું હતું કે તેઓ આ મુદ્દા પર 18 કલાકની ચર્ચા માટે તૈયાર છે, કારણ કે લોકો પણ આવા મુદ્દાઓ લઈને તેમની પાસે આવે છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આવી ઘટનાઓને રોકવા માટે આ બિલ લાવવામાં આવ્યું છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top