બાંગ્લાદેશ કેમ ભડકી હિંસા? પ્રદર્શનકારીઓએ કયા કારણે શેખ હસીના સામે ખોલ્યો મોરચો? અત્યાર સુધી 39

Bangladesh Violence: બાંગ્લાદેશ કેમ ભડકી હિંસા? પ્રદર્શનકારીઓએ કયા કારણે શેખ હસીના સામે ખોલ્યો મોરચો? અત્યાર સુધી 39ના મોત

07/19/2024 World

SidhiKhabar

SidhiKhabar

બાંગ્લાદેશ કેમ ભડકી હિંસા? પ્રદર્શનકારીઓએ કયા કારણે શેખ હસીના સામે ખોલ્યો મોરચો? અત્યાર સુધી 39

બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓમાં અનામતની અનિયમિતતા સામે વિદ્યાર્થીઓનો વિરોધ હિંસક બન્યો છે. હિંસામાં અત્યાર સુધીમાં 39 લોકોના મોત થઇ ચૂક્યા છે. ઢાકામાં લાકડીઓ અને પથ્થરોથી લેસ હજારો વિદ્યાર્થીઓનું સશસ્ત્ર પોલીસ બળો સામે ઘર્ષણ થયું. આ દરમિયાન 2500થી વધુ લોકો ઇજાગ્રસ્ત પણ થઇ ગયા. પ્રદર્શનને દબાવવા માટે ઘણી જગ્યાએ મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. ચટગાંવમાં હાઈવે બ્લોક કરનારા વિદ્યાર્થીઓ પર ટીયર ગેસના ગોળા પણ છોડવામાં આવ્યા. વધતી હિંસાના કારણે અધિકારીઓને ગુરુવારે બપોરથી ઢાકા જનારી રેલવે સેવાઓ સાથે સાથે મેટ્રો સેવા બંધ કરવી પડી.


શું છે પ્રદર્શનકારીઓની માગ?

શું છે પ્રદર્શનકારીઓની માગ?

સૌથી મોટો પ્રશ્ન એ છે કે આખરે વિદ્યાર્થીઓની સરકાર પાસે શું માગ છે અને બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓને લઈને અનામતનો કાયદો શું છે. ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશમાં અનામત પ્રણાલી હેઠળ 56 ટકા સરકારી નોકરીઓ અનામત છે. તેમાં 30 ટકા અનામત 1971ના મુક્તિ સંગ્રામના સ્વાતંત્ર્ય સેનાનીઓના વંશજો માટે રિઝર્વ છે. તો 10 ટકા અનામત પછાત પ્રશાસનિક જિલ્લાઓ માટે અને 10 ટકા મહિલાઓ માટે અનામત છે. એ સિવાય 5 ટકા અનામત જાતીય લઘુમતી જૂથો માટે અને 1 ટકા અપંગ લોકો માટે અનામત છે.


અનામતને લઈને શું છે વિવાદ?

અનામતને લઈને શું છે વિવાદ?

આ બધી અનામત પ્રણાલીઓમાં, વિવાદ એ 30 ટકા અનામતનો છે જે સ્વાતંત્ર્ય સેનાનીઓના વંશજોને આપવામાં આવે છે. મીડિયા રિપોર્ટ્સ મિજબ, વિદ્યાર્થીઓનું કહેવું છે કે સરકાર એ લોકોને અનામત આપવાના પક્ષમાં છે, જે શેખ હસીનાની સરકારને સમર્થન કરે છે. વિદ્યાર્થીઓનો આરોપ છે કે મેરિટના આધાર પર સરકારી નોકરીઓ આપવામાં આવી રહી નથી.


હિંસાથી બચવા માટે ભારતમાં પ્રવેશ કરી રહ્યા વિદેશી વિદ્યાર્થી

હિંસાથી બચવા માટે ભારતમાં પ્રવેશ કરી રહ્યા વિદેશી વિદ્યાર્થી

બાંગ્લાદેશમાં હિંસા વચ્ચે 300થી વધુ ભારતીય, નેપાળી અને ભૂટાની નાગરિકો મેઘાલયમાં પ્રવેશ કરી ગયા. મોટા ભાગના વિદ્યાર્થીઓ છે. ગૃહ વિભાગે જણાવ્યું કે, બાંગ્લાદેશમાં હિંસાને કારણે ફસાયેલા 310 ભારતીયો, નેપાળી અને ભૂટાનીઓ ડાઉકી ઈન્ટીગ્રેટેડ ચેક પોસ્ટના માધ્યમથી ભારત આવ્યા છે, જેમાં 202 ભારતીયો, 101 નેપાળી અને 7 ભૂટાની નાગરિક છે. મેઘાલયમાં પ્રવેશ કરનારા 310 લોકોમાં ભારતીયો પણ સામેલ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top