BCCI central contract: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ 2024-25 સીઝન (1 ઓક્ટોબર, 2024 થી 30 સપ્ટેમ્બર, 2025) માટે ભારતીય ટીમ માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી છે. બોર્ડ દ્વારા જાહેર કરાયેલી યાદીમાં કુલ 34 ખેલાડીઓને સામેલ કરાયો છે. અપેક્ષા મુજબ, રોહિત શર્મા અને વિરાટ કોહલીને A+ શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. તેમાં કુલ 4 ખેલાડીઓનો સમાવેશ થાય છે. ગયા વર્ષે બહાર કરાયેલા શ્રેયસ ઐય્યર અને ઇશાન કિશનને તેમના કોન્ટ્રાક્ટ પાછા મળી ગયા છે.
શ્રેયસ ઐયર અને ઇશાન કિશનને સ્થાનિક શ્રેણી ન રમવાને કારણે BCCI દ્વારા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર કરવામાં આવ્યા હતા. શ્રેયસ ઐય્યરનું પ્રદર્શન આ સીઝનમાં શાનદાર રહ્યું, તેણે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શન માટે તમને માર્ચમાં ICC દ્વારા પ્લેયર ઓફ ધ મન્થનો એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો. ઘરેલુ ક્રિકેટમાં ઈશાન કિશનનું પ્રદર્શન પણ ઉત્તમ રહ્યું હતું. બંનેને કોન્ટ્રાક્ટ પાછો મળશે તેવી પૂરી આશા હતી. BCCIએ નવા કોન્ટ્રાક્ટમાં શ્રેયસ ઐયરને ગ્રેડ Bમાં અને ઈશાન કિશનને ગ્રેડ-Cમાં સામેલ કર્યા છે.
ગ્રેડ A+મા સામેલ ભારતીય ક્રિકેટર્સ
રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજા.
ગ્રેડ-Aમાં સામેલ ભારતીય ક્રિકેટર્સ
મોહમ્મદ સિરાજ, કે.એલ. રાહુલ, શુભમન ગિલ, હાર્દિક પંડ્યા, મોહમ્મદ શમી, રિષભ પંત.
ગ્રેડ-Bમા સામેલ ભારતીય ક્રિકેટર્સ
સૂર્યકુમાર યાદવ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, યશસ્વી જાયસ્વાલ અને શ્રેયસ અય્યર.
ગ્રેડ-Cમા સામેલ ભારતીય ક્રિકેટર્સ
રિંકુ સિંહ, તિલક વર્મા, ઋતુરાજ ગાયકવાડ, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, વોશિંગ્ટન સુંદર, મુકેશ કુમાર, સંજૂ સેમસન, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ ક્રિષ્ના, રજત પાટીદાર, ધ્રુવ જુરેલ, સરફરાઝ ખાન, નીતિશ કુમાર રેડ્ડી, ઈશાન કિશન, અભિષેક શર્મા, આકાશ દીપ, વરુણ ચક્રવર્તી અને હર્ષિત રાણા.
રોહિત શર્મા, વિરાટ કોહલી, રવિન્દ્ર જાડેજા અને જસપ્રીત બુમરાહને A+ ગ્રેડમાં સામેલ કરવામાં આવ્યા છે, બધા ગયા વર્ષે પણ આ જ શ્રેણીમાં હતા. આ ઉપરાંત, ગ્રેડ-Aમા 6 ખેલાડીઓ અને ગ્રેડ-Bમા 5 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગ્રેડ-Cમાં કુલ 19 ખેલાડીઓ છે, જેમાંથી ઘણાને પહેલીવાર BCCIનો વાર્ષિક કોન્ટ્રાક્ટ મળ્યો છે.
ગયા વર્ષે BCCIએ ફેબ્રુઆરી મહિનામાં કોન્ટ્રાક્ટ જાહેર કર્યા હતા, આ વખતે બોર્ડે રાહ જોઈ કારણ કે તે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ખેલાડીઓનું પ્રદર્શન જોવા માગતું હતું. રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ, ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ખિતાબ જીત્યો હતો.