ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાનું મોટું નિવેદન, બોલ્યા- ‘અમારી નીતિ છે

ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાનું મોટું નિવેદન, બોલ્યા- ‘અમારી નીતિ છે કે અમે..’

10/01/2024 Sports

SidhiKhabar

SidhiKhabar

ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાનું મોટું નિવેદન, બોલ્યા- ‘અમારી નીતિ છે

ICC Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું કોકડું હજુ ઉકેલાયું નથી. ICCએ પાકિસ્તાનને આગામી વર્ષે માર્ચમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાનીનો અધિકાર આપ્યો છે, પરંતુ ભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્તાન જાય તેવી શક્યતા ઘણી ઓછી છે. દરમિયાન આ અંગે હજુ અંતિમ નિર્ણય લેવાયો નથી. હવે BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ વધુ એક નિવેદન આપ્યું છે. તેનાથી તસવીર સ્પષ્ટ થતી નથી, પરંતુ એટલું તો ચોક્કસ છે કે ભારતીય ટીમની પાકિસ્તાન જવાની શક્યતાઓ ઘટી રહી છે.


રાજીવ શુક્લાએ ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને મોટું નિવેદન આપ્યું

રાજીવ શુક્લાએ ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને મોટું નિવેદન આપ્યું

કાનપુરમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ મેચ રમાઇ રહી છે. વરસાદના કારણે 2 દિવસ સુધી મેચ રમાઇ શકી નહોતી, પરંતુ સોમવારે આખો દિવસ રમત રમાઇ હતી અને મેચનું પરિણામ આવવાની સંભાવના છે. આ દરમિયાન BCCIના ઉપાધ્યક્ષને ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને સવાલ કરવામાં આવ્યો હતો. જેના જવાબમાં તેમણે સ્પષ્ટ કહ્યું કે આ મામલે હજુ સુધી કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. અમારી નીતિ એ છે કે અમે હંમેશાં આંતરરાષ્ટ્રીય પ્રવાસ માટે ભારત સરકાર પાસેથી મંજૂરી લઇએ છીએ. સરકાર નક્કી કરે છે કે અમારી ટીમે કોઇ દેશનો પ્રવાસ કરવો જોઇએ કે નહીં. રાજીવ શુક્લાએ સ્પષ્ટ કહ્યું કે સરકાર આ મામલે જે પણ નિર્ણય લેશે, અમે તેનું પાલન કરીશું.


ભારત અને પાકિસ્તાન વચ્ચે નથી થતી શ્રેણી

ભારત અને પાકિસ્તાન વચ્ચે નથી થતી શ્રેણી

ભારત અને પાકિસ્તાનની ટીમો વચ્ચે પરસ્પર શ્રેણી રમાતી નથી. જ્યારે પણ ICC કે ACC ટૂર્નામેન્ટ હોય છે, ત્યારે આ બંને ટીમો સામસામે હોય છે. 2008માં મુંબઇમાં થયેલા આતંકવાદી હુમલા બાદથી બંને દેશો વચ્ચે કોઇ પરસ્પર શ્રેણી રમાઇ નથી. જોકે, ગયા વર્ષે એટલે કે 2023માં જ્યારે ભારતમાં ODI વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે પાકિસ્તાની ટીમ ભારત આવી હતી. મોટી વાત એ છે કે પાકિસ્તાનને લાંબા સમય બાદ ICC ટૂર્નામેન્ટની યજમાની મળી છે. એવામાં ભારતીય ટીમ માટે પાકિસ્તાન જવું ખૂબ મુશ્કેલ છે, પરંતુ આ સમગ્ર મામલે હજુ સુધી કોઇ સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો નથી.


હાઇબ્રિડ મોડલ પર ટૂર્નામેન્ટનું આયોજન કરી શકાય છે

હાઇબ્રિડ મોડલ પર ટૂર્નામેન્ટનું આયોજન કરી શકાય છે

એવું માનવામાં આવે છે કે BCCI શ્રીલંકા કે દુબઇમાં ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરવાની માગ કરી શકે છે. અગાઉ, પાકિસ્તાનને એશિયા કપની યજમાની પણ મળી હતી, પરંતુ પછી તે હાઇબ્રિડ મોડલ પર યોજવામાં આવી હતી અને ભારતે તેની તમામ મેચો શ્રીલંકામાં રમી હતી. જો કે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) સંપૂર્ણ ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનમાં જ આયોજિત કરાવવાનો પૂરો પ્રયાસ કરશે. પરંતુ તેની આ ઇચ્છા પૂરી થશે તેવું લાગતું નથી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top