ભાજપની જીત માટે માનતા માની..’ પરિણામ આવ્યા બાદ સમર્થકે એવું કર્યું કે બધા ચોકી ગયા..! જાણો સમગ્

ભાજપની જીત માટે માનતા માની..’ પરિણામ આવ્યા બાદ સમર્થકે એવું કર્યું કે બધા ચોકી ગયા..! જાણો સમગ્ર મામલો

06/08/2024 Shocking Stories

SidhiKhabar

SidhiKhabar

ભાજપની જીત માટે માનતા માની..’ પરિણામ આવ્યા બાદ સમર્થકે એવું કર્યું કે બધા ચોકી ગયા..! જાણો સમગ્

છત્તીસગઢના બલરામપુરમાં એક ભાજપ સમર્થકની ખૂબ ચર્ચા થઈ રહી છે. ચૂંટણીમાં ક્યારેક રાજકીય પક્ષોનાં સમર્થકો ભાન ભૂલી જતાં હોય છે. કેટલાક લોકો પાર્ટી પ્રેમમાં એટલા પાગલ થઈ જાય છે કે સારા ખરાબનો ભેદ કરી શકતા નથી. આવા લોકો ક્યારેક બીજાનું તો ક્યારેક પોતાનું જ નુકસાન કરી બેસે છે. આવા જ એક પક્ષ સમર્થકનાં સમાચાર ધ્યાનમાં આવ્યા છે.


ભાજપાનાં મોટા સમર્થક હોવાનો દાવો

ભાજપાનાં મોટા સમર્થક હોવાનો દાવો

છત્તીસગઢના બલરામપુરનાં દીપપડીના રહેવાસી આ ભાજપ સમર્થકનું નામ દુર્ગેશ પાંડે છે. તેની ઉંમર 30 વર્ષની છે અને તે ભાજપાનાં મોટા સમર્થક હોવાનો દાવો કરે છે. 4 જૂને, ચૂંટણી પરિણામોની જાહેરાતના દિવસે, જ્યારે ભાજપ શરૂઆતમાં પાછળ જોવા મળી રહ્યું હતું, ત્યારે દુર્ગેશ પાંડે નારાજ થઈ ગયા અને સરનામાં કાલી માના પ્રાચીન મંદિર પહોંચ્યા. તેમણે પ્રતિજ્ઞા લીધી કે જો ભાજપ જીતશે તો એવી માનતા રાખી કે એ પણ પૈસા ચઢાવવાની કે વ્રત રાખવાની નહીં, પણ પોતાની આંગળી કાપીને ધરી દેવાની માનતા માની હતી.


આંગળી કાપીને કાલી માને અર્પણ કરશે

આંગળી કાપીને કાલી માને અર્પણ કરશે

સાંજે અંતિમ પરિણામ આવ્યા ત્યારે ભાજપ લીડ પર પહોંચી ગયું હતું. પોતે વ્રતનું પાલન કરવા માટે રાત્રે દુર્ગેશે મંદિરમાં જઈને પોતાના ડાબા હાથની આંગળી કાપીને કાલી માને અર્પણ કરી દીધી હતી. જોકે થોડા સમય બાદ પણ દુર્ગેશના હાથમાંથી લોહી નીકળવાનું બંધ થયું ન હતું. તેણે કપડું બાંધીને લોહી વહેતું અટકાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમ છતાં લોહી વહેતું બંધ ન થયું. પરિવારના સભ્યોને મદદ માટે બોલાવવા પડ્યા હતા.આખરે આ વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. જો કે ડોકટર્સે બાદમાં કહ્યું હતું કે હવે તે ખતરામાંથી બહાર છે.

છત્તીસગઢમાં ભાજપ 11માંથી 10 લોકસભા બેઠકો પર જીત્યું હતું. દેશની કુલ 543 લોકસભા બેઠકોમાંથી ભાજપ 240 પર અને સાથી પક્ષોનાં સહયોગથી 293 જેટલી બેઠકો જીતી શક્યું હતું.

 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top