ટેક કંપનીમાં ઇન્ટરવ્યૂ આપવા ગયેલી મહિલા પાસે બનાવડાવ્યો તિરંગો, નારાજ મહિલાએ સેશન અધવચ્ચે જ છોડી દીધું
નોકરી માટે ઇન્ટરવ્યૂમાં સામાન્ય રીતે અરજદારના અનુભવ અને કૌશલ્ય વિશે પ્રશ્નો પૂછવામાં આવે છે, પરંતુ એક મહિલાને જ્યારે કેસ્કેડિંગ સ્ટાઇલ શીટ(CSS)નો ઉપયોગ કરીને ભારતીય ધ્વજ બનાવવાનું કહેવામાં આવ્યું ત્યારે તે આશ્ચર્યચકિત રહી ગઇ. ફ્રન્ટ એન્ડ ડેવલપમેન્ટમાં 10 વર્ષનો અનુભવ ધરાવનાર બેંગ્લોર સ્થિત ટેક પ્રોફેશનલે તેનો નિરાશાજનક ઇન્ટરવ્યૂનો અનુભવ Reddit પર શેર કર્યો. જેમાં તેણે જણાવ્યું કે કેવી રીતે આ પ્રક્રિયાએ અનપેક્ષિત વળાંક લીધો.
મહિલાએ કહ્યું કે! હાય આજે મારું એક નાની કંપની સાથે ઇન્ટરવ્યૂ હતું, કારણ કે તે મારા ઘરની નજીક છે તેથી મેં વિચાર્યું કે તેને અજમાવવામાં આવે. મને ફ્રંટ એન્ડ ટેક્નિક જેમ કે એંગ્યૂલર, JavaScript, TypeScript, HTML, CSS વગેરેમાં કુલ 10 વર્ષનો અનુભવ છે. જ્યારે ઇન્ટરવ્યૂ લેનારે મને વાહિયાત પ્રશ્નો પૂછવાના શરૂ કર્યા ત્યારે હું આશ્ચર્યચકિત થઇ ગઇ. મને તિરંગો (Indian flag) બનાવવા કહ્યું. મને એક વાર આશ્ચર્ય થયું, પણ મેં એવું જ કર્યું, જેવું તેઓ ઇચ્છતા હતા.
મહિલાએ વધુમાં કહ્યું કે, મેં ઇન્ટરવ્યૂ લેનારાઓને પૂછ્યું કે શું ટેકવાળી નોકરીઓ માટે માત્ર ટેક સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવે છે, તો તેમણે કહ્યું કે તેઓ મારા મનની તપાસ કરવા માગે છે. ત્યારબાદ, એમ કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે મહિલાએ તિરંગો બનાવ્યો ત્યારે તેને વચ્ચે આવેલું અશોક ચક્ર અને તેના સ્પાઇક્સને બનાવવા કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ મહિલા પોતાનો પિત્તો ગુમાવી બેઠી અને ઇન્ટરવ્યૂ અધવચ્ચે જ છોડી દીધું.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp