માઈભક્તો માટે શક્તિપીઠ અંબાજી મંદિરના ટ્રસ્ટનો મોટો નિર્ણય, ભાદરવી પૂનમના મેળામાં જવાના હોવ તો

માઈભક્તો માટે શક્તિપીઠ અંબાજી મંદિરના ટ્રસ્ટનો મોટો નિર્ણય, ભાદરવી પૂનમના મેળામાં જવાના હોવ તો આ સમાચાર અચૂક વંચાજો

08/27/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

માઈભક્તો માટે શક્તિપીઠ અંબાજી મંદિરના ટ્રસ્ટનો મોટો નિર્ણય, ભાદરવી પૂનમના મેળામાં જવાના હોવ તો

ભાદરવા મહિનાની શરૂઆત થઈ ગઈ છે. દર વખતની જેમ આ વખતે પણ ભાદરવી પૂનમનો મહામેળો લાગશે. તમે પણ ભાદરવી પૂનમના મહામેળાનો લાભ લેવા જવાના હોવ તો આ ન્યૂઝ તમારા માટે જ છે. શક્તિપીઠ અંબાજી મંદિર ટ્રસ્ટે શ્રદ્ધાળુઓ માટે જોરદાર તૈયારીઓ કરી છે તેની બાબતે આપણે આ આર્ટિકલમાં વાત કરવાના છીએ. સાથે જ અંબાજીથી કેટલા અંતરે અકસ્માત થાય એવા શ્રદ્ધાળુઓ માટે ટ્રસ્ટ દ્વારા ખાસ વીમા કવર પણ લેવામાં આવ્યું છે. તેની બાબતે પણ વાત કરીશું.


1-7 સપ્ટેમ્બર દરમિયાન ભરાશે ભાદરવી પૂનમનો મેળો

1-7 સપ્ટેમ્બર દરમિયાન ભરાશે ભાદરવી પૂનમનો મેળો

શક્તિપીઠ અંબાજીમાં 1 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમનો મેળો ભરાવાનો છે. આ મેળામાં લાખોની સંખ્યામાં લોકો આવતા હોય છે. મંદિર દર્શનની વાત કરીએ તો આ મેળામાં 1 સપ્ટેમ્બર થી 6 સપ્ટેમ્બર દરમિયાન સવારે 6:00 વાગ્યાથી રાત્રે 12:00 વાગ્યા સુધી  દર્શન કરી શકશે.  7 સપ્ટેમ્બરે પૂનમ છે, અને આ પૂનમે જ ચંદ્રગ્રહણ પણ છે, એટલે એ દિવસે શક્તિપીઠ અંબાજીના મંદિરે દર્શને જવા માગતા હોવ તો ખાસ ધ્યાન આપજો કે એ પૂનમે ચંદ્રગ્રહણ હોવાથી એ દિવસે મંદિરમાં બપોરે 12:30 વાગ્યે દર્શન બંધ કરી દેવામાં આવશે. માત્ર બંધ જાળીમાંથી દર્શન કરી શકાશે. ભાદરવી પૂનમે ચંદ્રગ્રહણ હોવાથી બપોરે 12:30 બાદ ધજા નહીં ચઢવાય. સાંજે 5:00 વાગ્યા બાદ મંદિરમાં દર્શન પૂરી રીતે બંધ કરી દેવામાં આવશે.

ભાદરવી પૂનમના મેળામાં આવનારા લાખો ભક્તોના પ્રસાદ માટે પ્રસાદ વિતરણ કેન્દ્રોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. આ વખતે 5 જગ્યાએ પ્રસાદ વિતરણ કેન્દ્ર ખોલવામાં આવશે. આ સિવાય મેળામાં આવતા તમામ ભક્તો માટે દાતાઓના સહયોગથી અને અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ તરફથી વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. તો પગપાળા ચાલીને અંબાજીના મહામેળામાં જનારા ભક્તોની સુવિધા માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અને યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આ વર્ષે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓના આરામ માટે વિવિધ જગ્યાએ જર્મન ટેક્નોલોજીથી બનેલા મોટા ડોમ ઊભા કરાયા આવ્યા છે. એટલું જ નહીં આ ડોમમાં ભક્તો માટે પીવાના પાણી તેમજ શૌચાલય જેવી પાયાની સુવિધાઓ પણ રહેશે.


મંદિર ટ્રસ્ટે ભક્તો માટે લીધું 10 કરોડનું વીમા કવર, 50 કિમીના અંતરે અકસ્માત થશે તો વળતર મળશે

મંદિર ટ્રસ્ટે ભક્તો માટે લીધું 10 કરોડનું વીમા કવર, 50 કિમીના અંતરે અકસ્માત થશે તો વળતર મળશે

આ ઉપરાંત શક્તિ, ભક્તિ અને આસ્થાના કેન્દ્ર એવા શક્તિપીઠ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રસ્ટે આ વર્ષે ભક્તો માટે 10 કરોડ રૂપિયાનો વીમો લીધો છે, 50 કિલોમીટરના દાયરામાં કોઈ યાત્રાળુને અકસ્માત નડે છે તો તેને વીમાનું વળતર મળશે.

મંદિર દેવસ્થાન ટ્રસ્ટના પ્રશાસક કૈશિક મોદીએ જણાવ્યું હતું કે, આ મેળા દરમિયાન આવતા શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે આ વીમો લેવામાં આવ્યો છે. જેમાં કોઇ શ્રદ્ધાળુનો માર્ગ અકસ્માત થાય અથવા મોત થાય તો શ્રદ્ધાળુઓને સહાયતા મળી રહે તે માટે મંદિર ટ્રસ્ટે 10 કરોડ રૂપિયા સુધીનો થર્ડ પાર્ટી લાયબિલિટી વીમો લીધો છે. ગત વર્ષે અંબાજી વિસ્તારના માત્ર 20 કિલોમીટરના સુધીનું કવરેજ લીધું હતું. આ વર્ષે તેમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાત અને રાજસ્થાનની સરહદ નજીકના 7 જિલ્લામાં 50 કિલોમીટર સુધીમાં થતા વાહન અકસ્માતોને આ વીમા હેઠળ આવરી લેવામાં આવ્યા છે.

વીમા માટે અકસ્માતનો ભોગ બનનાર વ્યક્તિએ કોર્ટમાં ક્લેમ કરવાનો રહેશે. નામદાર કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવેલી રકમ ક્લેમધારકને ચૂકવવામાં આવશે. અંબાજી મંદિર પ્રશાસક કૌશિક મોદીના જણાવ્યા અનુસાર, આ મેળા દરમિયાન 10 કરોડ રૂપિયા સુધીનું કવરેજ લેવામાં આવ્યું છે, જે ગત વર્ષે 3 કરોડ રૂપિયા હતું. ઉલ્લેખનીય છે કે, યાત્રા દરમિયાન લાખો ભક્તોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.


જિલ્લા પોલીસ અધિક્ષકે સુરક્ષા વ્યવસ્થાને લઈને આપી માહિતી

જિલ્લા પોલીસ અધિક્ષકે સુરક્ષા વ્યવસ્થાને લઈને આપી માહિતી

જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુમ્બેએ મેળાની સુરક્ષા વ્યવસ્થાને લઈને જણાવ્યું હતું કે આ વખતે મેળામાં સુરક્ષા માટે 3 લેયરમાં કામ કરવામાં આવશે. કાયદો અને વ્યવસ્થા, શાંતિ, પદયાત્રીઓ દર્શન કરી શકે તે માટે પોલીસ વિભાગ ફોર્સ તરીકે નહીં પરંતુ ફેસિલિટેશન તરીકે કામ કરશે. 5000 જેટલા જવાનો 2 શિફ્ટમાં ફરજ બજાવશે. ડુંગરાળ વિસ્તારમાં ઘોડે સવાર પોલીસ જવાનો ફરજ બજાવશે. ખાસ ટીમો CCTVનું મોનિટરિંગ કરશે. મહિલાઓ માટે શી ટીમ સાથે મેળાની સુરક્ષા સલામતી માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર કૌશિકભાઇ મોદીએ મેળાની સમગ્ર વ્યવસ્થાઓ અને આયોજન અંગેનું પ્રેઝન્ટેશન કરી વિગતવાર માહિતી આપતાં જણાવ્યું હતું કે, આગામી 1 થી 7 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર મેળા માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. દર્શનની વ્યવસ્થા સાથે મેળાની તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. એનાઉન્સ માટે સાઉન્ડ સિસ્ટમ, મેળાની સુંદરતા માટે લાઇટિંગની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. પાર્કિંગ, ભોજન, દર્શન અને વિસામો એમ તમામ પ્રકારે મુસાફરોની સુવિધાઓ સચવાય એ રીતનું આયોજન કરવામાં આવ્યું છે. 332 જેટલા CCTV કેમેરાથી સમગ્ર મેળાનું મોનિટરિંગ કરવામાં આવશે.

તેમણે જણાવ્યું કે, અંબાજીથી 60 કિલોમીટર વિસ્તારમાં જરૂરિયાત મુજબ સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા ઊભી કરાશે. સફાઈ માટે માઇક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે. કંટ્રોલરૂમની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. તેમજ સેવા કેમ્પના ઓનલાઈન રજીસ્ટ્રેશનની કામગીરીમાં અત્યાર સુધીમાં 3107 જેટલા પદયાત્રી સંઘોને મંજૂરી તથા 257 જેટલા સેવા કેમ્પોને મંજૂરી અપાઈ છે. અત્યાર સુધી 8652 જેટલા ઓનલાઇન વાહન પાસ ઇસ્યૂ કરાયા છે. આ પ્રસંગે પત્રકારોએ પણ મેળાના સુદ્રઢ આયોજન અને માઈભક્તોની વિવિધ સુવિધાઓ સચવાય એ માટેના સલાહ સૂચન આપ્યા હતા જેને વહીવટીતંત્રએ આવકારી તેને અનુરૂપ વ્યવસ્થાઓ અને આયોજનની ખાતરી આપી હતી.


1000-1100 ST બસ દોડવાશે

1000-1100 ST બસ દોડવાશે

અંબાજી ભાદરવી પૂનમના મેળા માટે મુસાફરોની સુવિધા માટે મેળામાં STના 4 વિભાગ દ્વારા સંચાલન કરવામાં આવે છે. ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાંથી આવતા ભાવિક ભક્તોને અનુકૂળ સુવિધા મળી શકે તેને ધ્યાને રાખી અંબાજીમાં 10 હંગામી બૂથો ઊભાં કરી કુલ 1000-1100 એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે.

ભાદરવી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં આવતા યાત્રાળુઓ પોતાની સાથે વાહનો લઈને આવતા હોય છે. આ શ્રદ્ધાળુઓની સુવિધા માટે મંદિર ટ્રસ્ટ દ્વારા હાઈવે પર મંદિર પહેલાં જ 35 જેટલા નવા પાર્કિંગ સ્થળ બનાવવામાં આવ્યા છે. પાર્કિંગ માટે પોતા મોબાઇલમાં ગૂગલ પ્લેસ્ટોર એપમાંથી ‘Show my Parking’ એપ ડાઉનલોડ કરીને તેમાં વિગતો ભરીને ફ્રી પાર્કિંગ બૂક કરી શકો છો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top