જેની કાગડોળે રાહ જોવાઈ રહી હતી તે પરીક્ષા આખરે જાહેર થઇ, ફેબ્રુઆરીમાં યોજાશે

જેની કાગડોળે રાહ જોવાઈ રહી હતી તે પરીક્ષા આખરે જાહેર થઇ, ફેબ્રુઆરીમાં યોજાશે

11/22/2021 Education

SidhiKhabar

SidhiKhabar

જેની કાગડોળે રાહ જોવાઈ રહી હતી તે પરીક્ષા આખરે જાહેર થઇ, ફેબ્રુઆરીમાં યોજાશે

ગાંધીનગર: જે પરીક્ષાની રાજ્યના નોકરી ઈચ્છુક યુવાનો સતત રાહ જોઈ રહ્યા હતા, તેની જાહેરાત આખરે સરકારે કરી દીધી છે. બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષાની તારીખ અધિકારીક રીતે જાહેર કરવામાં આવી છે. 13 ફેબ્રુઆરી 2022 ને રવિવારના દિને આ પરીક્ષા યોજાશે. 


ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગુજરાત સરકારનાં વિવિધ ખાતાના વડાની કચેરીઓ અને મહેસૂલ વિભાગના નિયંત્રણ હેઠળની કલેક્ટર કચેરીઓ માટે કારકૂન,  વર્ગ-3 સંવર્ગ અને સચિવાલયના વિભાગે માટે ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ-3ની પરીક્ષા અંગેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. 


પરીક્ષા 13 ફેબ્રુઆરીના રોજ બપોરે 12 થી 2 વાગ્યા દરમિયાન યોજાશે. તેમજ પરીક્ષાની પદ્ધતિ OMR હશે.  સ્પર્ધાત્મક પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા માટેનો વિગતવાર કાર્યક્રમ પરીક્ષાની તારીખના પંદર દિવસ પહેલા મંડળની વેબસાઈટ (gsssb.gujarat.gov.in) પર મૂકવામાં આવશે. જોકે, મંડળે એમ પણ જણાવ્યું છે કે અનિવાર્ય કારણોસર કાર્યક્રમમાં ફેરફાર કરવા માટે તેઓ સ્વતંત્ર છે. 


વર્ષ 2018 માં આ પરીક્ષા સરકારે અંતિમ ક્ષણે રદ કરી દીધી હતી. ત્યારથી પરીક્ષા ફરી યોજવા માટે અનેકવાર વિદ્યાર્થીઓ દ્વારા, સંગઠનો દ્વારા રજૂઆતો કરવામાં આવતી રહી છે.  સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ તેની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા પરંતુ ત્યારબાદ કોરોનાના કારણે પરીક્ષાનું આયોજન પાછળ ઠેલાતું રહ્યું. હવે ફેબ્રુઆરીમાં પરીક્ષા યોજાશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top