BISમાં નોકરીની તક, પગાર રૂ. 75000 પ્રતિ માસ, 60 વર્ષથી વધુ ઉંમરવાળા પણ કરી શકે છે અરજી
બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS)એ સલાહકારની જગ્યાઓ પર ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. રસ ધરાવતા ઉમેદવારો 27 સપ્ટેમ્બર સુધી સત્તાવાર વેબસાઇટ bis.gov.in પર જઈને અરજી કરી શકે છે. ઉમેદવારો એ વાતનું ધ્યાનમાં રાખે કે તેમણે આ પદો માટે અરજી ઑનલાઇન મોડ દ્વારા જ કરવાની રહેશે. પોસ્ટ અથવા અન્ય માધ્યમથી કરવામાં આવેલી અરજીઓ માન્ય રહેશે નહીં.
BIS આ પ્રક્રિયા દ્વારા સલાહકારના કુલ પદોની સંખ્યાની ભરતીઓ કરશે. જાહેર કરાયેલ અધિકૃત જાહેરાત મુજબ, ઉમેદવારો આ જગ્યાઓ માટે નિયમો અનુસાર નિર્ધારિત અંતિમ તારીખ કે તે પહેલાં અરજી કરી શકે છે. ચાલો જાણીએ કે આ ભરતી માટે અરજી કરવા માટે કઇ યોગ્યતા માગવામાં આવી છે અને પસંદગી કેવી રીતે કરવામાં આવશે.
આયુષ સલાહકાર પદો માટે અરજદાર પાસે માન્ય યુનિવર્સિટીમાંથી BUMS ડિગ્રી હોવી આવશ્યક છે. સાથે જ, ઉમેદવારે રાજ્ય આયુષમાં નોંધણી કરાવેલી હોવી જોઈએ. જ્યારે સિવિલ સલાહકાર માટે ઉમેદવાર સિવિલ એન્જિનિયરિંગની ડિગ્રી ધરાવતો હોવો જોઈએ અને તેની પાસે 2 વર્ષનો કામનો અનુભવ પણ હોવો જોઈએ. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે, તમે જાહેર કરાયેલ ભરતી જાહેરાત ચકાસી શકો છો. અરજી કરનાર ઉમેદવારની ઉંમર 65 વર્ષથી વધુ ન હોવી જોઈએ. આ ભરતી માટે ઉમેદવારોએ કોઈપણ કેટેગરી માટે કોઈ અરજી ફી ચૂકવવાની રહેશે નહીં.
BISની સત્તાવાર વેબસાઇટ bis.gov.in પર જાવ
હોમ પેજ પર આપેલ Career Opportunities ટેબ પર ક્લિક કરો
હવે અહીં કન્સલ્ટન્ટ રિક્રૂટમેન્ટની લિંક પર ક્લિક કરો.
એપ્લાઇની લિંક પર ક્લિક કરો.
રજિસ્ટ્રેશન કરો અને અરજી ફોર્મ ભરો.
શોર્ટલિસ્ટ કરવામાં આવેલા ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. પસંદગી એક વર્ષના કરારના આધારે કરવામાં આવશે. પસંદ કરાયેલ ઉમેદવારને 75,000 રૂપિયા માસિક પગાર આપવામાં આવશે. ભારતીય માનક બ્યૂરો ભારત સરકારના ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના વહીવટી નિયંત્રણ હેઠળની એક વૈધાનિક સંસ્થા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp