દેશના શ્રેષ્ઠ સાંસદોની યાદીમાં રાજ્યના ભાજપ પ્રમુખ સી આર પાટીલ મોખરે

દેશના શ્રેષ્ઠ સાંસદોની યાદીમાં રાજ્યના ભાજપ પ્રમુખ સી આર પાટીલ મોખરે

01/02/2021 Gujarat

SidhiKhabar

SidhiKhabar

દેશના શ્રેષ્ઠ સાંસદોની યાદીમાં રાજ્યના ભાજપ પ્રમુખ સી આર પાટીલ મોખરે

નવી દિલ્હી: ફેમ ઇન્ડિયા એશિયા પોસ્ટ દ્વારા 2021 ના શ્રેષ્ઠ સાંસદોની યાદી જારી કરવામાં આવી છે. જેમાં નવસારીથી સાંસદ અને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના પ્રમુખ સીઆર પાટીલનું નામ મોખરે છે. તેમની પસંદગી પ્રભાવશાળી સાંસદ તરીકે કરવામાં આવી છે.

ફેમ ઇન્ડિયા મેગેઝીને સર્વે એજન્સી એશિયા પોસ્ટ સાથે મળીને સરવે અને ગ્રાઉન્ડ રિપોર્ટ ઉપરથી એવા 25 સાંસદોને પસંદ કર્યા જેમણે પોતાના સંસદીય ક્ષેત્રથી સંસદ સુધી જનસેવા, સમાજસેવા અને જન જાગરણથી લઈને લોકતાંત્રિક મુલ્યોને મજબુત કરવા માટે ઉત્કૃષ્ટ કામગીરી કરી હોય.

જેમાંથી નવસારીના સાંસદ અને ભારતીય જનતા પાર્ટી ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની પસંદગી પ્રભાવશાળી સાંસદ તરીકે કરવામાં આવી છે. જયારે ગુજરાતના અન્ય એક સાંસદ વિનોદભાઈ ચાવડા, જેઓ કચ્છથી સાંસદ છે- ની પસંદગી કુશળ વ્યવ્હારૂ સાંસદ તરીકે કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે નવસારી લોકસભા વિસ્તારમાં સીઆર પાટીલ ખુબ જ લોકપ્રિયતા ધરાવે છે. સીઆર પાટીલ 2019 ની લોકસભા ચૂંટણીમાં આખા દેશમાં સૌથી વધુ માર્જિનથી વિજયી બનવાનો રેકોર્ડ ધરાવે છે. તેમણે કોંગ્રેસના સાંસદને 6.89 લાખ મતોથી હરાવ્યા હતા.  હાલ તેઓ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે પણ ફરજ બજાવી રહ્યા છે.   

ફેમ ઇન્ડિયા દ્વારા જણાવવામાં આવ્યું કે 25 જુદી-જુદી શ્રેણીઓ માટે દેશના 542 સાંસદોમાંથી શ્રેષ્ઠની પસંદગી કરવી એ કઠીન કાર્ય હતું. આ સરવેમાં સાંસદ નિધિનો યોગ્ય ઉપયોગ, સંસદના ગૃહમાં ઉપસ્થિતિ, ડિબેટમાં ભાગ લેવો, પ્રાઈવેટ બિલ, ગૃહમાં પ્રશ્નો, પોતાના મતવિસ્તારના લોકો સાથે જોડાણ, કાર્યશૈલી અને છબી વગેરે જેવા માપદંડ નક્કી કરવામાં આવ્યા હતા.

આ સરવે ઓનલાઈન, જનતા સથે સીધા સંવાદ દ્વારા અને વિશિષ્ટ વ્યક્તિઓના અભિપ્રાયના આધારે હાથ ધરવામાં આવ્યો અને ત્યારબાદ કુલ 25 સાંસદોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાંથી પ્રભાવશાળી સાંસદ તરીકે સીઆર પાટીલની પસંદગી કરવામાં આવી છે. જયારે વિનોદ ચાવડાની પસંદગી કુશળ વ્યવ્હારૂ સાંસદ તરીકે થઇ છે.

યાદીમાં અન્ય જાણીતા નેતાઓમાં દિલ્હીના સાંસદ પ્રવેશ વર્મા અને રાજસ્થાનના સાંસદ અને રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીના નેતા હનુમાન બેનીવાલનો સમાવેશ થાય છે. પ્રવેશ વર્માની પસંદગી અગ્રદૂત અને હનુમાન બેનીવાલની પસંદગી ક્રમયોદ્ધા સાંસદ  તરીકે કરવામાં આવી છે


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top