Brazil: બ્રાઝિલના પૂર્વ રાષ્ટ્રપતિ બોલસોનારો હાઉસ અરેસ્ટ, જાણો શું છે આખો મામલો
Brazils Supreme Court orders house arrest for former President Jair Bolsonaro: બ્રાઝિલની સુપ્રીમ કોર્ટે સોમવારે દેશના પૂર્વ રાષ્ટ્રપતિ જેયર બોલસોનારોને નજરકેદ કરવાનો આદેશ આપ્યો છે. તેમના પર આરોપ છે કે વર્ષ 2022ની ચૂંટણીમાં હાર્યા બાદ સત્તામાં રહેવા માટે તખ્તાપલટનું કાવતરું રચ્યું હતું. આ કેસ સમગ્ર દક્ષિણ અમેરિકામાં ચર્ચાઈ રહ્યો છે, ખાસ કરીને ત્યારે જ્યારે અમેરિકા અને બ્રાઝિલ વચ્ચે ટ્રેડ વોર પણ તેજ થઈ રહ્યું છે.
આ કેસની દેખરેખ કરી રહેલા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ એલેક્ઝાન્ડર ડી મોરેસે પોતાના આદેશમાં કહ્યું કે, 70 વર્ષીય બોલસોનારોએ કોર્ટ દ્વારા પહેલાથી જ લાદવામાં આવેલી સુરક્ષા સૂચનાઓનું ઉલ્લંઘન કર્યું છે. તેમણે તેમના 3 સાંસદ પુત્રોના એકાઉન્ટ દ્વારા સોશિયલ મીડિયા પર સામગ્રી પોસ્ટ કરી હતી, જે નિયમોની વિરુદ્ધ હતી. રવિવારે, બોલસોનારોએ તેમના પુત્ર અને સેનેટર ફ્લેવિયો બોલસોનારોનાના મોબાઇલ ફોનથી રિયો ડી જાનેરિયોમાં તેમના સમર્થકોને સંબોધિત કર્યા હતા.
હવે આ ટ્રાયલ વધુ ચર્ચામાં આવી છે કારણ કે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રાઝિલથી આયાત કરાયેલા માલ પર 50 ટકા ટેરિફનું કારણ બોલસોનારો સામે ચાલી રહેલી ન્યાયિક પ્રક્રિયાનોને બતાવ્યુ હતું. ટ્રમ્પ બોલસોનારોના નજીકના માનવામાં આવે છે. તેમણે આ ટ્રાયલને "વિચ હન્ટ" ગણાવી છે, જેણે બ્રાઝિલના રાજકારણમાં રાષ્ટ્રવાદી પ્રતિક્રિયાને વધુ તીવ્ર બનાવી છે.
બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા સહિત તમામ મુખ્ય નેતાઓ આ અંગે ખુલ્લેઆમ બોલી રહ્યા છે. બોલસોનારો સામેના કેસમાં આરોપ છે કે તેમણે એક ગુનાહિત સંગઠનનું નેતૃત્વ કર્યું હતું જેણે ચૂંટણી પરિણામો ઉથલાવી નાખવાની યોજના બનાવી હતી. એવું પણ કહેવામાં આવે છે કે રાષ્ટ્રપતિ લુલા અને ન્યાયાધીશ ડી મોરેસની હત્યાનું કાવતરું પણ આમાં સામેલ છે.
સોમવારે નજરકેદના આદેશના સમાચાર સામે આવ્યા બાદ, બ્રાઝિલની ફેડરલ પોલીસના એક કર્મચારીએ જણાવ્યું હતું કે એજન્ટો બ્રાઝિલિયા સ્થિત બોલસોનારોના ઘરે મોબાઇલ ફોન જપ્ત કરવા માટે પહોંચ્યા. આ કાર્યવાહી કોર્ટના આદેશ પર કરવામાં આવી રહી છે. બોલસોનારો હવે બ્રાઝિલિયામાં નજરકેદ રહેશે અને તેમને મુસાફરી કરવાની મંજૂરી નથી. તેમનું રિયો ડી જાનેરિયોમાં એક ઘર પણ છે, જ્યાં તેઓ ત્રણ દાયકા સુધી સાંસદ હતા.
ગયા મહિને, સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે બોલસોનારોને ઇલેક્ટ્રોનિક પગની એંકલ મોનિટર પહેરવું પડશે અને તેમના પર સમય મર્યાદા પણ લાદવામાં આવી હતી. આ મામલે હવે આંતરરાષ્ટ્રીય નજર ટકેલી છે, કારણ કે આ માત્ર રાજકીય કટોકટી નથી, પરંતુ ગ્લોબલ લેવલ પર અમેરિકા-બ્રાઝિલ સંબંધોને પણ પ્રભાવિત કરી કરી રહી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp