'ભારત સરકારની આવી નીતિ જ નથી', અમેરિકાથી એસ. જયશંકરનો ટ્રુડોને જવાબ

'ભારત સરકારની આવી નીતિ જ નથી', અમેરિકાથી એસ. જયશંકરનો ટ્રુડોને જવાબ

09/27/2023 World

SidhiKhabar

SidhiKhabar

'ભારત સરકારની આવી નીતિ જ નથી', અમેરિકાથી એસ. જયશંકરનો ટ્રુડોને જવાબ

વિદેશમંત્રી એસ જયશંકરે કેનેડાના પક્ષને ખાલિસ્તાની નેતા હરદીપ નિજ્જરની હત્યાના સંબંધમાં ખાસ જાણકારી આપવાનું આશ્વાસન આપ્યું. તેમણે કહ્યું, "અમે તેના પર વિચાર કરવા માટે તૈયાર છીએ." ન્યૂયોર્કમાં ડિસ્કશન એટ કાઉન્સિલ ઓન ફોરેન રિલેશન્સમાં બોલતા તેમણે જણાવ્યું, "અમે કેનેડાના લોકોને કહ્યું કે આ ભારત સરકારની નીતિ નથી. જો તમારી પાસે કંઈ ખાસ છે તો જણાવો. અમે તે જોવા માટે તૈયાર છીએ. કેનેડાએ હજુ સુધી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના દાવોને સમર્થન કરવા માટે કોઈ સાર્વજનિક પુરાવા ઉપલબ્ધ નથી કરાવ્યા. તેમણે કહ્યું કે છલ્લે થોડા વર્ષોમાં કેનેડામાં ઘણા સંગઠિત અપરાધ થયા છે અને ભારત સરકારે આ સંબંધમાં કેનેડાને ઘણી જાણકારી આપી છે."

પાછલા થોડા વર્ષોમાં કેનેડામાં હકીકતે અલગાવવાદી, સંગઠિત અપરાધ, હિંસા અને ઉગ્રવાદ સાથે સંબંધિત ઘણા સંગઠિત અપરાધ જોવા મળ્યા છે. આ બધુ એક બીજા સાથે જોડાયેલું છે. અમે વિશિષ્ટતાઓ અને સુચનાઓ વિશે વાત કરી રહ્યા છીએ. અમે તેમને સંગઠિત અપરાધ અને નેતૃત્વ વિશે પણ ઘણી જાણકારીઓ આપી હતી. જે કેનેડાથી સંચાલિત છે. અમુક આતંકવાદી નેતા છે જેમની ઓળખ કરી લેવામાં આવી છે.


વિદેશમંત્રીએ ભારતીય રાજદ્વારીઓને ધમકીઓ અને ભારતીય વાણિજ્ય દૂતાવાસો પર હુમલાની ઘટનાઓ પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું, "અમારી ચિંતા એ છે કે રાજનૈતિક કારણોથી આ હકીકતે ખૂબ વધારે અનુચિત છે. અમારા રાજદ્વારીઓને ધમકામમાં આવ્યા છે. અમારા વાણિજ્ય દૂતાવાસો પર હુમલો કરવામાં આવ્યો છે. કેમ લોકતંત્ર આ પ્રકારના કામ કરે છે. જો કોઈ મને અમુક તથ્યપૂર્ણ જાણકારી આપે છે તો તેને કેનેડા સુધી સીમિત રાખવાની જરૂર નથી. હું તેના પર ધ્યાન આપીશ."


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top