નરેન્દ્ર માન કોણ છે, જેમને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તહવ્વુર રાણાના કેસમાં સોંપી મોટી જવાબદારી

નરેન્દ્ર માન કોણ છે, જેમને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તહવ્વુર રાણાના કેસમાં સોંપી મોટી જવાબદારી

04/10/2025 National

SidhiKhabar

SidhiKhabar

નરેન્દ્ર માન કોણ છે, જેમને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તહવ્વુર રાણાના કેસમાં સોંપી મોટી જવાબદારી

Who is Narendra Mann: મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાને ભારત લાવવામાં આવી રહ્યો છે. NIAની 7 સભ્યોની ટીમ આતંકવાદી રાણાને અમેરિકાથી દિલ્હી લાવી રહી છે. દિલ્હીની NIA કોર્ટમાં રજૂ કર્યા બાદ, તેને તિહાડ જેલમાં રાખવામાં આવશે. આ દરમિયાન, કેન્દ્ર સરકારે આ કેસમાં એડવોકેટ નરેન્દ્ર માનને સરકારી વકીલ તરીકે નિયુક્ત કર્યા છે. નિમણૂક અંગે ગૃહ મંત્રાલયે કહ્યું કે, NIA વતી NIAની સ્પેશિયલ કોર્ટમાં એડવોકેટ નરેન્દ્ર માનને સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યૂટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. માનની નિમણૂક સૂચના પ્રકાશિત થયાની તારીખથી 3 વર્ષ માટે અથવા ટ્રાયલ પૂર્ણ થાય ત્યાં સુધી, જે પણ વહેલું હોય તેના માટે કરવામાં આવી છે.


ઘણા કેસોમાં મહત્ત્વની ભૂમિકા નિભાવી ચૂક્યા છે

ઘણા કેસોમાં મહત્ત્વની ભૂમિકા નિભાવી ચૂક્યા છે

માને CBI માટે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યૂટર તરીકે ઘણા હાઈ-પ્રોફાઈલ કેસ સંભાળી ચૂક્યા છે, જેમાં 2018માં સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) પેપર લીક કેસનો પણ સમાવેશ થાય છે. ઘણા મોટા કેસોમાં પબ્લિક પ્રોસિક્યૂટરની ભૂમિકા ભજવી ચૂકેલા નરેન્દ્ર માનને હવે સરકારે તહવ્વુર રાણા કેસની જવાબદારી પણ સોંપી દીધી છે.

મુંબઈમાં થયેલા 26/11ના દુર્દનાક આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાને આખરે ભારત લાવવામાં આવી રહ્યો છે. તેને અહીં લાવ્યા બાદ, સૌ પ્રથમ તેનું તબીબી પરીક્ષણ કરવામાં આવશે. ત્યારબાદ, NIAની સ્પેશિયલ ટીમ રાણાને વિશેષ કોર્ટમાં રજૂ કરશે. હાજર થયા બાદ, આતંકવાદી રાણાને સીધો તિહાર જેલમાં મોકલવામાં આવશે. તિહાડમાં તહવ્વુર રાણા (64) માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમને ઉચ્ચ સુરક્ષા વોર્ડમાં રાખવામાં આવશે.


આતંકી રાણાનું કેનેડા સાથે પણ કનેક્શન

આતંકી રાણાનું કેનેડા સાથે પણ કનેક્શન

પાકિસ્તાનના કુખ્યાત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા માટે કામ કરનાર આતંકવાદી તહવ્વુર રાણા કેનેડા સાથે પણ જોડાયેલો છે. રાણા કેનેડિયન નાગરિક છે. તેણે બીજા માસ્ટરમાઇન્ડ ડેવિડ કોલમેન હેડલી સાથે મળીને મુંબઈ હુમલાઓને અંજામ આપ્યો હતો.

આતંકવાદી તહવ્વુર રાણાને ભારત લાવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. અમેરિકાની કોર્ટે ભારત પ્રત્યાર્પણ રોકવાની તેની અરજી ફગાવી દીધી હતી, પરંતુ ત્યારબાદ પણ, તેણે છેલ્લી ક્ષણ સુધી પોતાના પ્રત્યાર્પણને મુલતવી રાખ્યું. તેણે અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી. પણ તેને બધે નિરાશા જ મળી. અમેરિકાની સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે કહ્યું હતું કે રાણાને ભારત પ્રત્યાર્પણ કરવું પડશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top