ચીનનો અમેરિકા પર વધુ એક પ્રહાર, 84 ટકા ટેરિફ બાદ 18 અમેરિકન કંપનીઓ સામે કરી કડક કાર્યવાહી

ચીનનો અમેરિકા પર વધુ એક પ્રહાર, 84 ટકા ટેરિફ બાદ 18 અમેરિકન કંપનીઓ સામે કરી કડક કાર્યવાહી

04/10/2025 World

SidhiKhabar

SidhiKhabar

ચીનનો અમેરિકા પર વધુ એક પ્રહાર, 84 ટકા ટેરિફ બાદ 18 અમેરિકન કંપનીઓ સામે કરી કડક કાર્યવાહી

Tariff War: ડોનાલ્ડ ટ્રમ્પના 104 ટકા ટેરિફના જવાબમાં, બીજિંગે અમેરિકા પર 84 ટકા ટેરિફ લગાવી દીધો હતો. ચીનના આ વારથી અમેરિકા હજુ બહાર આવ્યું નહોતું કે શી જિનપિંગની સરકારે 18 અમેરિકન કંપનીઓ સામે કડક કાર્યવાહી કરી છે. ચીનની સરકારે બુધવારે 12 અમેરિકન કંપનીઓને પોતાની નિકાસ નિયંત્રણ યાદીમાં નાખી અને 6 અમેરિકન કંપનીઓને "અવિશ્વસનીય એન્ટિટી લિસ્ટ"ની યાદીમાં સામેલ કરવાની જાહેરાત કરી હતી. હવે અમેરિકાએ ચીન પર 125 ટકા ટેરિફ લગાવી દીધો છે.


ચીને આવું શા માટે કર્યું?

ચીને આવું શા માટે કર્યું?

ગ્લોબલ ટાઈમ્સના અહેવાલ મુજબ, ચીનના વાણિજ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે આ કંપનીઓ પર તાઈવાનને હથિયાર વેંચ્યા અથવા ત્યાં લશ્કરી ટેક્નિકલી સહયોગ આપવાનો આરોપ છે. આ જ કારણ છે કે આ 6 અમેરિકન કંપનીઓને "અવિશ્વસનીય સંસ્થાઓ"ની યાદીમાં સામેલ કરવામાં આવી છે.


કઈ-કઈ કંપનીઓ છે ?

કઈ-કઈ કંપનીઓ છે ?

Shield AI, Inc.

Sierra Nevada Corporation

Cyberlux Corporation

Edge Autonomy Operations LLC

Group W

Hudson Technologies Co


ચીને આ અંગે શું કહ્યું?

ચીને આ અંગે શું કહ્યું?

ચીનના વાણિજ્ય મંત્રાલય (MOFCOM)ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ચીનના વિરોધ છતા આ કંપનીઓ તાઇવાનને હથિયારો વેંચી રહી છે, જે ચીનની સાર્વભૌમત્વ અને સુરક્ષા માટે જોખમ છે. ચીન આ કંપનીઓ સામે કાયદાકીય કાર્યવાહી કરશે.

આ સિવાય, ચીનના વાણિજ્ય મંત્રાલયના પ્રવક્તાએ એ પણ સ્પષ્ટતા કરી કે ચીને હંમેશાં "અવિશ્વસનીય સંસ્થાઓ"ની યાદીનો ઉપયોગ વિચારપૂર્વક કર્યો છે અને માત્ર એજ વિદેશી કંપનીઓ સામે કાર્યવાહી કરી છે જે ચીનની રાષ્ટ્રીય સુરક્ષાને નુકસાન પહોંચાડે છે. કાયદાનું પાલન કરતી વિદેશી કંપનીઓએ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ચીન સરકાર વિશ્વભરની કંપનીઓનું સ્વાગત કરે છે અને તેમને અહીં રોકાણ કરવા અને વ્યવસાય કરવા માટે સ્થિર અને નિષ્પક્ષ વાતાવરણ પૂરું પાડવા માટે પ્રતિબદ્ધ છે.


શું છે આખો મામલો?

શું છે આખો મામલો?

ચીન તાઇવાનને પોતાનું અભિન્ન અંગ માને છે અને કોઈપણ દેશ દ્વારા ત્યાં લશ્કરી સહયોગ અથવા હથિયારોના વેચાણને પોતાની સુરક્ષા માટે જોખમ માને છે. અમેરિકા સહિત ઘણા દેશો તાઇવાનને લશ્કરી સહાય આપી રહ્યા છે, જેના પર ચીને વારંવાર વાંધો ઉઠાવ્યો છે. હવે "અવિશ્વસનીય યાદી"માં સામેલ થયા બાદ, આ કંપનીઓને ચીનમાં વ્યવસાય કરવામાં કાયદાકીય પ્રતિબંધોનો સામનો કરવો પડી શકે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top