Gujarat Election 2022 : ગુજરાતનાં આ વિસ્તારમાં કોંગ્રેસની બલ્લે બલ્લે; ભાજપની સાઈડ કાપી આગળ નીક

Gujarat Election 2022 : ગુજરાતનાં આ વિસ્તારમાં કોંગ્રેસની બલ્લે બલ્લે; ભાજપની સાઈડ કાપી આગળ નીકળી જશે? આંકડા જાણી ચોંકી જશો

12/07/2022 Gujarat

SidhiKhabar

SidhiKhabar

Gujarat Election 2022 : ગુજરાતનાં આ વિસ્તારમાં કોંગ્રેસની બલ્લે બલ્લે; ભાજપની સાઈડ કાપી આગળ નીક

ગુજરાત ડેસ્ક : ગુજરાતમાં તારીખ 1 અને 5 ડિસેમ્બરના રોજ 15મી વિધાનસભાની ચૂંટણીનું મતદાન યોજાઈ ગયું છે. જેનું પરિણામ 8 ડિસેમ્બરના રોજ આવશે. ત્યારે આ ચૂંટણીમાં વિધાનસભાની 182 બેઠકો માટે કુલ 1621 ઉમેદવારો મેદાનમાં હતા. જેમાં પહેલા તબક્કાની 89 બેઠકો માટે 788 ઉમેદવારો અને બીજા તબક્કાની 93 બેઠકો માટે 833 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાયો હતો. જે બાદ એક્ઝિટ પોલ સામે આવ્યો છે, જેમાં ભાજપનો ભવ્ય વિજય બતાવવામાં આવી રહ્યો છે. એક્ઝિટ પોલના આંકડાઓએ ભાજપના ઉમેદવારોને હૈયે ધરપત આપી છે.


ભાજપને નિરાશા હાથ લાગી શકે છે

ભાજપને નિરાશા હાથ લાગી શકે છે

ગુજરાતમાં ઓછું મતદાન છતાં એક્ઝિટ પોલના આંકડાઓમાં ભાજપને વધારે સીટ મળવાનું અનુમાન છે. જોકે, એક સર્વેમાં ઉત્તર ગુજરાતમાં ભાજપને નિરાશા હાથ લાગી શકે છે. એટલે કે ઉત્તર ગુજરાતની 32 બેઠકમાંથી 18 બેઠકો કોંગ્રેસને મળે તેવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં ભાજપને 13 બેઠક અને અન્યને 1 બેઠક મળી શકે છે.


ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને સૌથી વધુ બેઠક મળવાનું VTVના એગ્ઝિટ પોલમાં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઉત્તર ગુજરાતની 32 બેઠકમાંથી 18 બેઠક કોંગ્રેસને મળવાનું અનુમાન છે. જ્યારે ભાજપને ઉત્તર ગુજરાતમાં 13 બેઠક મળે તેવી શક્યતાઓ છે. સાથે અન્યને પણ ઉત્તર ગુજરાતમાં 1 બેઠક મળવાનું અનુમાન છે.

 

BJP

Congress

Others

Total

ઉત્તર ગુજરાત

13

18

0

32

અરવલ્લી

1

2

0

3

સાબરકાંઠા

2

2

1

4

મહેસાણા

2

4

0

7

પાટણ

1

3

0

4

ગાંધીનગર

4

1

0

5

બનાસકાંઠા

3

6

0

9


ઉત્તર ગુજરાતમાં નોંધાયું છે સરેરાશ 62.02 ટકા મતદાન

ઉત્તર ગુજરાતમાં નોંધાયું છે સરેરાશ 62.02 ટકા મતદાન

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉત્તર ગુજરાતની 32 બેઠક પર ગતરોજ મતદાન યોજાયું હતું. જેમાં  ઉત્તર ગુજરાતની 32 બેઠક પર સરેરાશ 62.02 ટકા મતદાન નોંધાયું છે. વિગતવાર વાત કરીએ તો બનાસકાંઠામાં 65.65 ટકા મતદાન નોંધાયું છે, જ્યારે પાટણમાં 57.28 ટકા, મહેસાણામાં 61.01 ટકા, સાંબરકાંઠામાં 65.84 ટકા, અરવલ્લીમાં 63.25 ટકા અને ગાંધીનગરમાં 59.14 ટકા મતદાન નોંધાયું છે. ઉત્તર ગુજરાતમાં આ વખતે આમ આદમી પાર્ટીની એન્ટ્રી બાદ ત્રિપાંખીયો મુકાબલો જોવા મળ્યો હતો.


ગુજરાતની 182 વિધાનસભા બેઠક પર એગ્ઝિટ પોલમાં અનુમાન

ચૂંટણી પૂર્ણ થયા બાદ 182 બેઠક પર સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં ભાજપને પૂર્ણ બહુમતી મળતી હોય તેવું એગ્ઝિટ પોલમાં અનુમાન લગવામાં આવી રહ્યું છે. 182 બેઠકમાંથી ભાજપને 112 બેઠક મળવાનું અનુમાન છે. જ્યારે કોંગ્રેસને 57 બેઠક અને આમ આદમી પાર્ટીને 7 બેઠક મળવાનું એગ્ઝિટ પોલમાં અનુમાન લગાવાઇ રહ્યું છે. તો અન્યને પણ 6 બેઠક મળવાનું અનુમાન છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top