3 દિવસ અગાઉ જ CM નીતિશ કુમારે 3831 કરોડના ખર્ચે બનેલા પુલનું કર્યું હતું ઉદ્ધઘટન, હવે પડી ગઈ તિ

3 દિવસ અગાઉ જ CM નીતિશ કુમારે 3831 કરોડના ખર્ચે બનેલા પુલનું કર્યું હતું ઉદ્ધઘટન, હવે પડી ગઈ તિરાડ

04/14/2025 National

SidhiKhabar

SidhiKhabar

3 દિવસ અગાઉ જ CM નીતિશ કુમારે 3831 કરોડના ખર્ચે બનેલા પુલનું કર્યું હતું ઉદ્ધઘટન, હવે પડી ગઈ તિ

Crack in Ganga Path Bridge: બિહારથી અવારનવાર પુલો પડી જવાની, રોડ ધસી જવાની ઘટના સામે આવતી રહે છે, આ દરમિયાન બિહારની રાજધાની પટનાથી એક મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં જ, મુખ્યમંત્રી નીતિશ કુમારે 3831 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા જે.પી. ગંગા પુલમાં ઉદ્ઘાટન કર્યું હતું. તેના હજી 3 દિવસ થયા છે અને આ પુલ પર તિરાડો પડી ગઈ છે. આ તિરાડ દિદારગંજ નજીક પીલર નંબર A-3માં જોવા મળી હતી, જે હવે ગંગા પથની બંને લેનમાં ફેલાતી જોવા મળી રહી છે.

9 એપ્રિલના રોજ, મુખ્યમંત્રી નીતિશ કુમારે પટનાના કંગન ઘાટથી દિદારગંજ સુધી બનેલા આ ગંગા પથનું ઉદ્ઘાટન કર્યું હતું. આ અવસર પર, બિહારના બંને નાયબ મુખ્યમંત્રીઓ, સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર સિંહા, માર્ગ બાંધકામ મંત્રી નીતિન નવીન, વિધાનસભા અધ્યક્ષ નંદ કિશોર યાદવ, ઘણા વરિષ્ઠ અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ મંચ પર હાજર હતા. ઉદ્ઘાટન કાર્યક્રમ ભારે ધામધૂમ અને સુરક્ષા વચ્ચે યોજાયો હતો, પરંતુ તેના થોડા દિવસો બાદ જ પુલના રસ્તા પર તિરાડો દેખાવાથી માત્ર સરકારની કામગીરી પર જ નહીં, પરંતુ બાંધકામ એજન્સીઓની કામગીરી પર પણ સવાલ ઉભા થાય છે.


શું ચૂંટણીની ઉતાવળને કારણે કામ અધૂરું થયું?

શું ચૂંટણીની ઉતાવળને કારણે કામ અધૂરું થયું?

નિષ્ણાતો અને સામાન્ય લોકોના મતે આ તિરાડો એ વાતનો સંકેત છે કે ક્યાંક ને ક્યાંક બાંધકામની ગુણવત્તા સાથે સમજૂતી થઇ છે અને હલકી ગુણવત્તાનો માલ વપરાયો છે. એવામાં, સવાલો ઉભા થઈ રહ્યા છે કે, શું સરકારે આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને અડધુ કાલ રાખીને ઉતાવળમાં આ પુલનું ઉદ્ઘાટન કર્યું, જેના કારણે તેમાં તિરાડો આવી ગઇ. ભારે તોફાન અને વરસાદ વચ્ચે ઉદ્ઘાટન કાર્યક્રમમાં મુખ્યમંત્રીનું આગમન અને તે જ પુલ પર તિરાડો દેખાવાથી ખ્યાલ આવે છે કે ઉદ્ઘાટન પહેલાં ટેક્નિકલ પરીક્ષણો અને સુરક્ષાની તપાસ યોગ્ય રીતે કરવામાં આવી નહોતી.


બિહારમાં પુલોની વિશ્વસનીયતામાં ઘટાડો

બિહારમાં પુલોની વિશ્વસનીયતામાં ઘટાડો

આ કોઇ પહેલી ઘટના નથી, જ્યાંરે બિહારમાં કોઈ મોટા પુલ કે રોડ પ્રોજેક્ટને લઈને વિવાદ ઉભો થયો હોય. બાંધકામ હેઠળના પુલ તૂટી પડવાના, રસ્તાઓ ખાડામાં પડી જવાના અને સમય અગાઉ ઘસાવાના સમાચારો આવતા રહે છે. તેનાથી સરકારી તંત્રની જવાબદારી અને દેખરેખ પ્રણાલી પર સવાલ ઉભા થાય છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top