કોમનવેલ્થ ગેમ્સ કેસમાં સુરેશ કલમાડી વિરુદ્ધ ન મળ્યા પુરાવા, EDએ દાખલ કર્યો ક્લોઝર રિપોર્ટ

કોમનવેલ્થ ગેમ્સ કેસમાં સુરેશ કલમાડી વિરુદ્ધ ન મળ્યા પુરાવા, EDએ દાખલ કર્યો ક્લોઝર રિપોર્ટ

04/29/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

કોમનવેલ્થ ગેમ્સ કેસમાં સુરેશ કલમાડી વિરુદ્ધ ન મળ્યા પુરાવા, EDએ દાખલ કર્યો ક્લોઝર રિપોર્ટ
2010 CWG 'scam': રાઉઝ એવન્યૂ કોર્ટે 2010 કોમનવેલ્થ ગેમ્સના આયોજન સાથે સંબંધિત મની લોન્ડ્રિંગ કેસમાં EDનો ક્લોઝર રિપોર્ટ સ્વીકારી લીધો છે. આ નિર્ણયથી 13 વર્ષ જૂના આ કેસમાં મની લોન્ડ્રિંગના આરોપોનો અંત આવ્યો છે. કોર્ટે કોમનવેલ્થ ગેમ્સ ઓર્ગેનાઇઝિંગ કમિટી (OC)ના પ્રમુખ સુરેશ કલમાડી, સેક્રેટરી જનરલ લલિત ભનોત અને અન્ય આરોપીઓ સામે દાખલ કરાયેલી મની લોન્ડ્રિંગ તપાસનો સમાપ્ત કરી દીધી.

વર્ષોથી ચાલી રહેલી તપાસ બંધ થઈ ગઈ

વર્ષોથી ચાલી રહેલી તપાસ બંધ થઈ ગઈ

કોર્ટે નિર્ણય લીધો કે તપાસ દરમિયાન મની લોન્ડ્રિંગનો કોઈ ગુનો સાબિત થયો નથી અને આ કારણે ED દ્વારા દાખલ કરાયેલ ક્લોઝર રિપોર્ટ સ્વીકારવામાં આવ્યો. સ્પેશિયલ જજ સંજીવ અગ્રવાલે જણાવ્યું હતું કે, CBIએ ભ્રષ્ટાચાર કેસમાં આરોપીઓને પહેલાથી જ નિર્દોષ જાહેર કરી દીધા છે, જેના આધારે EDએ મની લોન્ડ્રિંગની તપાસ શરૂ કરી હતી. કોર્ટે EDની દલીલ સ્વીકારી કે મની લોન્ડ્રિંગના ગુનાની કોઈ પુષ્ટિ નથી થઈ અને એટલે કેસને આગળ ચલાવવાનું કોઈ કારણ નથી.


CBIએ શું આરોપ લગાવ્યો હતો?

CBIએ શું આરોપ લગાવ્યો હતો?

CBIએ આરોપ લગાવ્યો હતો કે કોમનવેલ્થ ગેમ્સ માટે 2 મહત્ત્વપૂર્ણ કોન્ટ્રાક્ટની ગેરકાયદેસર ફાળવણીથી આયોજન સમિતિને 30 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. જોકે, CBIએ જાન્યુઆરી 2014માં આ કેસમાં ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે કોઈ ગુનાહિત પુરાવા મળ્યા નથી અને આરોપો સાબિત થઈ શક્યા નથી.

કોમનવેલ્થ ગેમ્સ (CWG) 3 થી 14 ઓક્ટોબર 2010 દરમિયાન દિલ્હીમાં યોજાઈ હતી, પરંતુ આ કાર્યક્રમ અગાઉ, CWGના મુખ્ય સ્થળ, જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ પાસે નવા બનેલો પદયાત્રી પુલ તૂટી પડવાના સમાચાર આંતરરાષ્ટ્રીય સ્તરે લાઈમલાઇટમાં આવ્યા હતા. આ ઘટનાએ દિલ્હીની સુરત બદલી નાખી, પરંતુ શીલા દીક્ષિતના નેતૃત્વ હેઠળની કોંગ્રેસ સરકારને સત્તા પરથી ઉથલાવી દીધી. શહેરના સૌંદર્યીકરણ અને રમતગમત વ્યવસ્થાપનના દરેક પાસાં, સ્ટ્રીટ લાઇટિંગમાં સુધારો કરવાથી લઈને સ્ટેડિયમના નવીનીકરણ સુધી, ગેરવહીવટ અને અનિયમિતતાના આરોપોથી ઘેરાયેલા હતા. CBIએ ઓછામાં ઓછી 19 FIR નોંધી હતી. પરંતુ છેલ્લા 15 વર્ષમાં કોઈ પણ મામલે કૌભાંડની જવાબદારી નક્કી થઈ શકી નથી.


ક્લોઝર રિપોર્ટ પર કોંગ્રેસના નેતાઓ શું કહી રહ્યા છે?

ક્લોઝર રિપોર્ટ પર કોંગ્રેસના નેતાઓ શું કહી રહ્યા છે?

કોમનવેલ્થ ગેમ્સ કેસમાં EDએ ક્લોઝર રિપોર્ટ આપ્યો છે, જેને કોર્ટે સ્વીકારી લીધો છે. આ અંગે કોંગ્રેસના નેતા પવન ખેડાએ કહ્યું કે, ‘આજે જૂઠાણાનો ભ્રમ સમાપ્ત થઈ ગયો છે, ધરાશાયી થઈ ગયો અને આરોપ લગાવ્યો કે મનમોહન સિંહ અને શીલા દીક્ષિત જેવા વ્યક્તિત્વોને સત્તામાં આવવા માટે બદનામ કરવામાં આવ્યા હતા. પવને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અરવિંદ કેજરીવાલને દેશ અને દિલ્હીની જનતા પાસે માફી માગવાની માગ કરી છે.

ક્લોઝર રિપોર્ટ દાખલ થયા બાદ કોંગ્રેસ નેતા રાગિની નાયકે કેટલાક સવાલ ઉઠાવ્યા છે. રાગિનીએ પૂછ્યું કે, દિલ્હીના દરેક ઓટો પાછળ બેઈમાની’ લખીને શીલા દીક્ષિતનું અપમાન કરવા બદલ જૂઠા કેજરીવાલને શું સજા મળશે? ડૉ. મનમોહન સિંહની પ્રતિષ્ઠાને કલંકિત બતાવીને મજાક ઉડાવનાર PM મોદીને શું સજા મળશે?


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top