પાકિસ્તાની સેનાની નાપાક હરકત, POKમાં LOC નજીકના ગ્રામજનોને બનાવ્યા બંધક

પાકિસ્તાની સેનાની નાપાક હરકત, POKમાં LOC નજીકના ગ્રામજનોને બનાવ્યા બંધક

04/29/2025 World

SidhiKhabar

SidhiKhabar

પાકિસ્તાની સેનાની નાપાક હરકત, POKમાં LOC નજીકના ગ્રામજનોને બનાવ્યા બંધક

Pakistani Army News: LOC ફરી ગરમ થઈ ગયું છે. જે વિસ્તારમાં 4 વર્ષ સુધી બંદૂકો શાંત હતી, ત્યાં હવે પાકિસ્તાની સેના ડરના કારણે દરરોજ રાત્રે ગોળીબાર કરી રહી છે. પહેલગામમાં હુમલો કરીને પાકિસ્તાને પોતાના માટે મુશ્કેલીઓ ઉભી કરી લીધી છે. સાથે જ LOC નજીક રહેતા POKના લોકો માટે પણ મુશ્કેલી વધારી દીધી છે. ભારતની પલટવાર કરવાની શક્યતાને કારણે, પાકિસ્તાની સેનાએ પણ પોતાની તૈનાતી વધારી દીધી છે. ચોંકાવનારી વાત એ છે કે પાકિસ્તાની સેનાએ ગ્રામજનોને બંધક બનાવી લીધા છે. ગુપ્તચર અહેવાલો અનુસાર, ઘણા ગામડાઓ એવા છે જ્યાં લોકો સુરક્ષિત વિસ્તારોની શોધમાં પોતાના ગામ છોડીને જવા માગે છે. પરંતુ પાકિસ્તાની સેના તેમને જવા દેતી નથી. ઘણા ગામડાઓમાં જ્યાં પહાડો પર અલગ-અલગ ઘરો છે, તેઓ હજુ પણ છોડવાનું વિચારી શકે છે. પરંતુ જ્યાં ઘરોની સંખ્યા વધુ હોય ત્યાં લોકો એવું વિચારી પણ શકતા નથી. પાકિસ્તાની સેના આ ગામોની વચ્ચે પોતાની નવી મોર્ટાર પોઝિશન તૈયાર કરવામાં વ્યસ્ત છે. આ ઉપરાંત, ઘણા નવા બંકરો તૈયાર કરવાનું કામ પણ ચાલી રહ્યું છે. સામાન્ય ગ્રામજનો માટે કોઈ પણ બંકર નથી.


સામાન્ય લોકોના જીવનનું કોઈ મૂલ્ય નથી

સામાન્ય લોકોના જીવનનું કોઈ મૂલ્ય નથી

પાકિસ્તાની સેના અગાઉ પણ આવી હરકત કરી ચૂકી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 4 વર્ષ અગાઉ યુદ્ધવિરામ થયો હતો. તે પહેલાં રોજ, નાના હથિયારોથી નહીં, પરંતુ મોટા હથિયારોથી ગોળીબાર કરવામાં આવતો હતો. જેમાં આર્ટિલરી ગનનો સમાવેશ થાય. ભારતીય સેનાએ એવી રીતે જવાબ આપ્યો કે પાકિસ્તાનને ગામની મધ્યમાં મજબૂરીમાં ગન પિટ અને મોર્ટારના પોઝિશન મૂકવાની ફરજ પડી. પાકિસ્તાની સેનાનું ષડયંત્ર હતું કે, ભારતના પલટવારથી ગ્રામજનોને નુકસાન પહોંચે અને આ રીતે આંતરરાષ્ટ્રીય સમુદાય સમક્ષ ભારતને બદનામ કરવાની યોજના બનાવી હતી. આ વખતે ફરી પાકિસ્તાને આ યુક્તિ રમી છે. યુદ્ધ જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, તે હવે ફરીથી ગામડાઓ તરફ વળ્યું છે. વર્ષ 2020માં, પાકિસ્તાને યુદ્ધવિરામ ઉલ્લંઘનના તમામ રેકોર્ડ તોડી નાખ્યા. એક વર્ષમાં 3500થી વધુ ગોળીબાર કર્યા હતા. ભારતે યોગ્ય જવાબ આપ્યો. પાકિસ્તાને દાવો કર્યો હતો કે ભારતીય સેનાએ ગ્રામજનોને નિશાન બનાવ્યા હતા. જ્યારે સત્ય એ છે કે તેણે ગન પીટ ગામમાં બનાવી હતી. જ્યાંથી એક ફાયર આવતી, તો ભારત તરફથી ત્યાં 2 ફાયર આવતી.


ગામમાં આતંકવાદીઓ સતત પરેશાન કરતા રહે છે

ગામમાં આતંકવાદીઓ સતત પરેશાન કરતા રહે છે

લોન્ચ પેડ કોઈ ખાસ વિસ્તાર હોતો નથી, પરંતુ LOCથી 500 થી 700 મીટર દૂર સ્થિત કોઈપણ ગામડાનું ઘર હોઈ શકે છે. જેને LOC પાર કરવા માટે પસંદ કરવામાં આવે છે. લોન્ચ પેડ પર મોકલતા પહેલા, આતંકવાદીઓને પાકિસ્તાન આર્મી પોસ્ટ પર મોકલવામાં આવે છે. ત્યાંથી, આતંકવાદીઓ કયા સ્થળોએથી ઘૂસણખોરી કરી શકે છે તે શોધવા માટે જાસૂસી કામગીરી કરે છે. કારણ કે LOC પરના કોઈપણ ગામમાં વધારે ઘરો નથી હોતા. જ્યાંથી ઘૂસણખોરીના પ્રયાસોને અંજામ આપવાનો હોય, તેની નજીકનું ઘર પસંદ કરવામાં આવે છે. આતંકવાદીઓ ઘૂસણખોરી કરવાની યોગ્ય તક ન મળે ત્યાં સુધી બળજબરીથી તેમના ઘરોમાં રહે છે. તેઓ બંદૂકની અણીએ આખા ઘરને બંધક બનાવે છે. તે મહેમાનની જેમ નહીં પણ ઘરના માલિકની જેમ રહે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top