સુરતમાં લોકોને પરેશાની ભોગવવી પડી

સુરતના વરાછામાં લોકોના ઘરમાં ડ્રેનેજલાઇનમાંથી નીકળ્યું કિચડ, અધિકારીએ કહ્યું અમે કંઇ નથી કર્યુ, આ કુદરતી છે

02/14/2023 Gujarat

SidhiKhabar

SidhiKhabar

સુરતમાં લોકોને પરેશાની ભોગવવી પડી

સુરતમાં મેટ્રોની કામગીરીને લીધે ઠેરઠેર ખાડાઓ ખોદી દેવામાં આવ્યા છે. ઘણાં રસ્તાઓ પરથી પસાર થવું હવે જાણે લોઢાના ચણા ચાવવા જેવું થઇ ગયું છે. મેટ્રોની કામગીરી જે રીતે ચાલી રહી છે તેને લઇને મોટા સવાલો ઉઠી રહ્યાં છે. મેટ્રોની બેદકરકારી દાખવતી કામગીરીને લઈ ડ્રેનેજ લાઈનમાંથી લોકોના ઘરમાં કિચડ આવી રહ્યું હોવાનો મામલો સામે આવ્યા બાદ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દોડતા થયા છે. આ કિચડને લઈ લોકોને મહામુશ્કેલી વેઠવાના વારો આવ્યો છે. અહીં જ્યાં જુઓ ત્યા ફક્ત કાદવ અને કિચડ નજરે ચડી રહ્યું છે.


ઉલ્લેખનીય છે કે મેટ્રોની કામગીરીના કારણે સુરતમાં લોકોને પરેશાની ભોગવવી પડી રહી છે. ડ્રેનેજ લાઈનમાંથી લોકોના ઘરોમાં પાણી બેક આવતું હોય એવી ઘટનાઓ તો પહેલા પણ બનતી આવી છે પરંતુ હવે કિચડ ડ્રેનેજલાઇનથી બહાર આવતું હોવાના દ્રશ્યો સર્જાયા છે. ડ્રેનેજ લાઈનમાંથી કિચડ આવતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.  સુરતના વરાછાના વિઠ્ઠલ નગર વિસ્તારમાં લોકોના ઘરમાં કિચડ કિચડ થઈ ગયું છે જેને લઈ લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યાં છે.


લોકોના ઘરમાં તેમજ સોસાયટીમાં કિચડ જ કિચડ જોવા મળી રહ્યું છે. જે ડ્રેનેજમાંથી ઘરમાં પણ ફેલાયો છે, જેને લઈ લોકોના ઘરો અસ્ત-વેસ્ત થઈ ગયા છે જેને લઈ લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. લોકોએ જણાવ્યું કે, આ મેટ્રોની રફેદફે કામગીરીના કારણે ડ્રેનજ લાઈન દ્વારા ઘરોમાં કિચડે કિચડ થઈ ગયો છે. આ કિચડ કઈ રીતે નિકાલ કરવો તે પણ મોટો સવાલ છે. તેમણે કહ્યું કે, આ કિચડના કારણે અમારા ઘરની ડ્રેનજ લાઈનથી લઈ સંપૂર્ણ ઘર તેમજ સોસાયટીમાં ગંદકી થઈ ગઈ છે. તંત્રની બેદરકારીના કારણે લોકો કાદવ કિચડથી ભારે હાલાકી ભોગવી રહ્યાં છે


સુરતમાં સોસાયટીમાં કિચડ નીકળવાનો મામલે મેટ્રો પ્રોજેક્ટના અધિકારીએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, આ બધુ કુદરતી રીતે બન્યુ છે અને આમા કોઈની બેદરકારી નથી અને સર્વે કરી નુકસાનીનો તાગ મેળવાશે. નુકસાન થયુ છે તેમને વળતર આપવામાં આવશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top