ટ્રમ્પ આજે આપશે વધુ એક ઝટકો, ફાર્મા કંપનીઓ પર પણ ભારે ટેરિફ લાદવાની કરી જાહેરાત, આ ભારતીય કંપની

ટ્રમ્પ આજે આપશે વધુ એક ઝટકો, ફાર્મા કંપનીઓ પર પણ ભારે ટેરિફ લાદવાની કરી જાહેરાત, આ ભારતીય કંપનીઓ પર થશે સૌથી વધુ અસર

04/09/2025 World

SidhiKhabar

SidhiKhabar

ટ્રમ્પ આજે આપશે વધુ એક ઝટકો, ફાર્મા કંપનીઓ પર પણ ભારે ટેરિફ લાદવાની કરી જાહેરાત, આ ભારતીય કંપની

Trump flags major tariff on pharmaceuticals: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વધુ એક ઝટકો આપવા જઈ રહ્યા છે. ટ્રમ્પે જાહેરાત કરી છે કે ટૂંક સમયમાં ફાર્માસ્યૂટિકલ્સ પર ભારે ટેરિફ લગશે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે, અમે ફાર્માસ્યૂટિકલ્સ પર ટેરિફ લાદવા જઈ રહ્યા છીએ. ટૂંક સમયમાં ફાર્મા પર ભારે ટેરિફ લાદવામાં આવશે. મારું કામ અમેરિકન સપનાઓનું રક્ષણ કરવાનું છે. મારે અમેરિકાના નાગરિકોનું રક્ષણ કરવાનું છે, આજ મારું કામ છે.


આ ભારતીય કંપનીઓને થશે સૌથી વધુ અસર

આ ભારતીય કંપનીઓને થશે સૌથી વધુ અસર

કુલ અમેરિકન નિકાસમાં ભારતની ફાર્માનો 11 ટકા હિસ્સો છે અને વાર્ષિક આશરે 76,000 કરોડ રૂપિયાના ફાર્મા ઉત્પાદનો અમેરિકામાં નિકાસ થાય છે. ભારતીય ફાર્મા કંપનીઓમાંથી, ગ્લેન્ડ ફાર્મામાં કુલ આવકનો 50 ટકા હિસ્સો અમેરિકાથી, અરબિંદો ફાર્મા 48 ટકા, ડૉ. રેડ્ડીઝ લેબ 47 ટકા, ઝાયડસ લાઇફ 46 ટકા, લ્યૂપિન 37 ટકા, સન ફાર્મા 32 ટકા, સિપ્લા 29 ટકા અને ટોરેન્ટ ફાર્મા 9 ટકા કમાણી કરે છે.


ટ્રમ્પે ચીન પર 104 ટકા ટેરિફ લગાવ્યો

ટ્રમ્પે ચીન પર 104 ટકા ટેરિફ લગાવ્યો

આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે, ભારતીય ફાર્મા કંપનીઓની અમેરિકા પર ભારે નિર્ભરતા તેમને વૈશ્વિક સ્પર્ધામાં મજબૂતી આપે છે. તો આ પહેલા ટ્રમ્પે ચીન પર 50 ટકા વધારાનો ટેરિફ લાદ્યો હતો, જેના કારણે ચીન પર કુલ ટેરિફ 104 ટકા થઈ ગયો છે. વ્હાઇટ હાઉસના રોઝ ગાર્ડનમાં મીડિયાને સંબોધિત કરતા ટ્રમ્પે 2 એપ્રિલને અમેરિકા માટે મુક્તિ દિવસ તરીકે ઓળખાવ્યો હતો. ટ્રમ્પે કહ્યું હતું કે, અમેરિકાને ઘણા સમયથી આ મુક્તિ દિવસની જરૂર હતી. હવેથી, 2 એપ્રિલને અમેરિકન ઉદ્યોગના પુનર્જન્મ તરીકે યાદ કરવામાં આવશે. આપણે આ દિવસને અમેરિકાને ફરીથી એક સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવા તરીકે યાદ રાખીશું. અમે અમેરિકાને ફરીથી સંપન્ન બનાવીશું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top