પાકિસ્તાનમાં ગધેડા પર એફઆઈઆર : સોશિયલ મીડિયા પર વિડીયો થયો વાયરલ

પાકિસ્તાનમાં ગધેડા પર એફઆઈઆર : સોશિયલ મીડિયા પર વિડીયો થયો વાયરલ

06/11/2020 World

SidhiKhabar

SidhiKhabar

પાકિસ્તાનમાં ગધેડા પર એફઆઈઆર : સોશિયલ મીડિયા પર વિડીયો થયો વાયરલ

નવી દિલ્હી : પાકિસ્તાનમાં જુગાર રમવાના આરોપસર ગધેડાની ધરપકડ કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર વાયરલ આ વિડિયોમાં આરોપી સાથે એક ગધેડો પણ જોવા મળે છે. આ વિડિઓ પાકિસ્તાનના પત્રકાર નાયલા ઈનાયત દ્વારા પોતના ટ્વીટર અકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.

આજકાલ પાકિસ્તાનને ‘અજાયબીઓનો દેશ’ ગણવામાં આવે છે. ત્યાંથઇ ચિત્રવિચિત્ર ઘટનાઓના સમાચાર આવતા રહે છે. હાલમાં જ મળેલા અજબ સમાચાર મુજબ પાકિસ્તાનમાં એક વિચિત્ર ઘટના બની. પાકિસ્તાનની એક ન્યૂઝ ચેનલ(સામના ટીવી) મુજબ પોલીસે એક સ્થળે છાપામારી કરી ત્યારે કેટલાક આરોપીઓ જુગાર રમતા ઝડપાયા હતા. ઘટનાસ્થળેથઇ રોકડા રૂ.૧લાખ ૨૦ હજાર મળી આવ્યા છે. આમ તો આ રીતે જુગારીઓ પકડાય એ સમાચારમાં નવાઈ પામવા જેવું કશું હોતું નથી, પરંતુ અહીં આશ્ચર્યજનક વાત એ હતી કે આ જુગારીઓની સાથે એક ગર્દભ પણ ઝડપાયો હતો. અને એથીય આશ્ચર્યજનક વાત એ છે કે પાકિસ્તાની પોલીસના માનવા મુજબ આ ગર્દભ પણ જુગાર રમવામાં સામેલ હતો. આથી પોલીસે જુગારીઓની સાથે જ બિચારા ગધેડાની પણ ધરપકડ કરી છે. પોલીસના જણવ્યા પ્રમાણે ગધેડા સામે પણ એફઆઈઆર નોધવામાં આવશે. એસએચઓ ના જણવ્યા અનુસાર એફઆઈઆઈની લિસ્ટમાં ગધેડાનું નામ પણ છે. જેના પગેલ હવે ગધેડાની સામે ગુનો નોધી ધરપકડ કરવામાં આવશે. કદાચ વિશ્વની આવી પ્રથમ ઘટના હશે જ્યારે કોઈક ગધેડો જુગાર રમતા ઝડપાયો હોય.


જુગારના સ્થળે પડેલી આ રેઇડનો વિડીયો કોઈક રીતે સોશિયલ મીડિયા પર પણ વાઈરલ થયો હતો. પાકિસ્તાનના પત્રકાર નાયલા ઈનાયતે પોતાના ટ્વીટર એકાઉન્ટમાં કટાક્ષભરી ભાષામાં લખ્યું કે ‘રહીમયાર ખાન ખાતે ગેમ્બલિંગ રેસિંગનો જુગાર રમતો એક ગધેડો પકડાયો છે. સાથે જ ૮ માનવો પણ ઝડપાયા છે.’ નાયલા ઈનાયતની આ ટ્વિટ બાદ સ્વાભાવિક રીતે જ સોશિયલ મીડિયા પર અનેક યુઝર્સે જોક્સ અને કટાક્ષથી ભરપૂર પ્રતિક્રિયાઓ આપી હતી. જેમ કે "બિચારો ગધેડો, હમણાં ચીન જઈ રહ્યો હતો". એક યુઝર્સએ લખ્યું હતું "અરે આ વાત તો ખૂબ જ મજેદાર લાગે છે". જો કે પાછળથી નાયલાએ પોતાની ટ્વિટ કોઈક કારણોસર ડિલીટ કરી હતી. જોવાની ખૂબી એ છે કે પાકિસ્તાનમાં અનેક આતંકવાદીઓ છડેચોક પોતાની પ્રવૃત્તિઓ કરતા હોવાનું મનાય છે. પણ પાકિસ્તાની પોલીસ એ તરફ ધ્યાન આપવાને બદલે ગધેડાની ધરપકડ કરવામાં અને એના પર એફઆઈઆર નોંધવામાં વ્યસ્ત છે.

પાકિસ્તાનની પોલીસ ગધેડાની ધરપકડમાં વ્યસ્ત છે ત્યા બીજી તરફ પાકિસ્તાનમાં કોરોના વાયરસના કેસીસ ખૂબ જ ઝડપથી વધી રહીય છે. પાકિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ અત્યાર સુધી ૧ લાખ ૧૪ હજાર કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા નોધાય છે. જેમાં મૃત્યુઆંક વધીને ૨,૨૫૫ ને પાર પહોંચી ગયો છે. આની સામે સ્વસ્થ થનારની ની સંખ્યા માત્ર ૩૬,૩૦૮ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
https://chat.whatsapp.com/H6mU5Usk4eUDwlhUr7bTff

અથવા +91 96645 37306 નમ્બર ઉપર 'Hi' નો મેસેજ લખી મોકલો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top