ડૉ કિરણ મિત્તલ દ્વારા લિખિત પત્રકારત્વનું પુસ્તક વિદ્યાર્થીઓ માટે દીવાદાંડી રૂપ બનશે.

ડૉ કિરણ મિત્તલ દ્વારા લિખિત પત્રકારત્વનું પુસ્તક વિદ્યાર્થીઓ માટે દીવાદાંડી રૂપ બનશે.

10/20/2022 Education

SidhiKhabar

SidhiKhabar

ડૉ કિરણ મિત્તલ દ્વારા લિખિત પત્રકારત્વનું પુસ્તક વિદ્યાર્થીઓ માટે દીવાદાંડી રૂપ બનશે.

સુરત : પત્રકારત્વમાં ભણતા વિદ્યાર્થીઓ માટે હંમેશથી રેફરન્સ બુક્સની અછત રહી છે. ખાસ કરીને ગુજરાતી અને હિન્દી જેવી ભાષાઓમાં લખાયેલ પુસ્તકો આંગળીના વેઢે ગણાય એટલી ઓછી સંખ્યામાં ઉપલબ્ધ છે. આથી સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ માટે અભ્યાસ માટે કયું પુસ્તક રીફર કરવું, એ એક કોયડો બની રહે છે. પરંતુ ડૉ કિરણ મિત્તલ દ્વારા લિખિત પુસ્તક વિદ્યાર્થીઓ માટે ઉત્તમ રેફરન્સ બુક સાબિત થશે.


પત્રકારિતા પર તો અંગ્રેજીમાં ઘણી પુસ્તકો મળી આવશે પરંતુ સૌ પ્રથમ વખત હિન્દી ભાષામાં પત્રકારિતા (Journalism) પર પુસ્તક લખવામાં આવી. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનાં જર્નાલિઝમ એન્ડ માસ કમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટનાં પ્રાધ્યાપિકા ડૉ. કિરણ મિત્તલ દ્વારા પુસ્તક લખવામાં આવ્યું છે. આ પુસ્તક સ્નાતક તેમજ અનુસ્નાતક કક્ષાનાં દરેક વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ Journalism સાથે જોડાયેલી દરેક વ્યક્તિને ખૂબ જ ઉપયોગી નીવડશે. પુસ્તકનું વિમોચન સાંસદ તેમજ ભારતીય જનતા પાર્ટીનાં પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી સી.આર. પાટીલ સાહેબનાં હાથે કરવામાં આવ્યું. આ નિમિત્તે તેમણે પુસ્તકના લેખિકાને શુભેચ્છાઓ પાઠવી હતી.

પત્રકારત્વ અને માસ મીડિયા ક્ષેત્રે દીર્ઘ કારકિર્દી ધરાવનાર ડૉ કિરણ મિત્તલ છેલ્લા 12 વર્ષથી શિક્ષણકાર્ય સાથે સંકળાયેલા છે. એ પહેલા તેઓ વર્ષો સુધી રેડિયો, ટેલીવિઝન અને પ્રિન્ટ મીડિયા (સમાચાર પત્ર) માટે કામ કરતા રહ્યા છે. પોતાના અનુભવના નિચોડ સ્વરૂપે લખાયેલું આ પુસ્તક વિદ્યાર્થીઓ માટે ઉત્તમ રેફરન્સ બુક સાબિત થશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top