મોટો અકસ્માત, શોપિંગ મોલમાં લાગી ભીષણ આગ, 16 લોકોના મોત

મોટો અકસ્માત, શોપિંગ મોલમાં લાગી ભીષણ આગ, 16 લોકોના મોત

07/18/2024 World

SidhiKhabar

SidhiKhabar

મોટો અકસ્માત, શોપિંગ મોલમાં લાગી ભીષણ આગ, 16 લોકોના મોત

China Fire in Mall: ચીનમાં બુધવારે (17 જુલાઇ) એક મોટી દુર્ઘટના થઇ ગઇ છે. ચીનના દક્ષિણ-પશ્ચિમ શહેર જિગોંગના એક શોપિંગ મોલમાં ભીષણ આગ લાગી ગઇ, જેની ઝપેટમાં આવીને 16 લોકોના મોત થઇ ગયા છે.. ચીનની સરકારી મીડિયા અનુસાર, સિચુઆન પ્રાંતના જિગોંગ શહેરમાં 14 માળની ઇમારતમાં આગ લાગી ગઇ. જેના કારણે બિલ્ડિંગની અંદર ઘણા લોકો ફસાઇ ગયા હતા. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં ઇમારતમાંથી કાળો ધુમાડો નીકળતો સ્પષ્ટ જોઇ શકાય છે.


ઇમરજન્સી વર્કર્સે 30 લોકોને બચાવ્યા

ઇમરજન્સી વર્કર્સે 30 લોકોને બચાવ્યા

સરકારી મીડિયા CCTV મુજબ, આગ લાગવાની માહિતી મળતાની સાથે જ 300 ઇમરજન્સી કર્મચારીઓ અને ડઝનબંધ ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. ઇમરજન્સી વર્કર્સે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરીને લગભગ 30 લોકોને બિલ્ડિંગમાં લાગેલી આગમાંથી બચાવી લીધા હતા. સ્થાનિક અધિકારીઓના સંદર્ભે કહેવામાં આવ્યું છે કે પ્રાથમિક તપાસમાં એ સામે આવ્યું કે આગ લાગવાનું કારણ કન્સ્ટ્રક્શનનું કામ હતું, જેના કારણે ચિંગારી નીકળવા લાગી. જો કે હજુ સુધી સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.


અકસ્માત પાછળનું કારણ જાણવાના મળ્યા નિર્દેશ:

અકસ્માત પાછળનું કારણ જાણવાના મળ્યા નિર્દેશ:

ચીનના ઇમરજન્સી મેનેજમેન્ટ મંત્રાલયે ગુરુવારે એક નિવેદનમાં રેસ્ક્યૂ કરી રહેલા વર્કર્સ અને પ્રાંતીય અધિકારીઓને કહ્યું કે, વહેલી તકે આગના કારણની જાણકારી મેળવે. સાથે જ આ અકસ્માતમાંથી બોધ લેવો જોઇએ, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને. ચીનમાં આવા અકસ્માતો સામાન્ય બની ગયા છે. ભૂતકાળમાં ઇમારતોમાં આગ લાગવાની ઘણી ઘટનાઓ બની છે, જેમાં ડઝનો લોકોના મોત થયા છે. બિલ્ડિંગ બનાવતી વખતે નિયમોનું પાલન ન કરવું એ આગનું મુખ્ય કારણ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top