વર્લ્ડ ડેસ્ક: પેગાસસ સ્પાયવેર (Pegasus spyware) જાસૂસીનો મુદ્દો સમગ્ર વિશ્વમાં ચર્ચામાં છે. વોશિંગ્ટન પોસ્ટ અને ધ ગાર્ડિયન સહિતના 16 મીડિયા સંગઠનોના રિપોર્ટ સામે આવ્યા બાદ હવે ફ્રાંસની સરકારે આ મામલે મોટો નિર્ણય લીધો છે. ફ્રાન્સે પેગાસસ સોફ્ટવેરથી કથિત જાસૂસીની તપાસ શરૂ કરવાનો આદેશ આપ્યો છે.
ઇઝરાયલી કંપનીના આ પેગાસસ સ્પાયવેર દ્વારા ભારતમાં 300 વેરિફાઇડ મોબાઇલ નંબર પર જાસૂસી કરવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. જેમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર અને ઘણા મોટા નેતાઓ, 40 પત્રકારો, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ અને અન્યનો સમાવેશ થયો હોવાનો રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે.
વર્ષ 2019 માં ફેસબુક સુરક્ષા નિષ્ણાતોએ પેગાસસ સોફ્ટવેરને મોટો ખતરો ગણાવતા કેસ કર્યો હતો. દરમિયાન, વ્હોટ્સએપ દ્વારા ભારતમાં અનેક કાર્યકરો અને પત્રકારોના ફોનમાં તેનો ઉપયોગ જાહેર થયો હતો. જોકે, ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં વોટ્સએપે આ તમામ દાવાઓને નકારી દીધા હતા.
પેગાસસ વિકસાવ્યા પછી ઇઝરાઇલની કંપની NSOએ તેને વિવિધ દેશોની સરકારોને વેચવાનું શરૂ કર્યું હતું. વર્ષ 2013 માં 40 મિલિયન ડોલરની કમાણી કરનારી કંપનીની આવક 2015 સુધીમાં લગભગ ચાર ગણા થઈને 155 મિલિયન ડોલર થઈ ગઈ છે. સોફ્ટવેરને ખૂબ ખર્ચાળ માનવામાં આવે છે, તેથી સામાન્ય સંસ્થાઓ અને કંપનીઓને તે પરવડી શકે નહીં.
નોંધવું મહત્વનું છે કે, ભારત સરકારના આઈટી મંત્રાલયે મીડિયા દ્વારા લગાવવામાં આવેલા આરોપોને તથ્યોથી વેગળા અને પૂર્વકલ્પિત નિષ્કર્ષ ઉપર આધારિત ગણાવ્યા હતા. કેન્દ્રીય આઈટી મંત્રાલયના અધિક સચિવે સરકાર તરફથી જવાબ આપતા કહ્યું કે, સરકાર સમક્ષ જે પ્રશ્નો મૂકવામાં આવ્યા છે તે જોઇને લાગે છે કે આ માટે પૂરતું સંશોધન કરવામાં આવ્યું નથી અને એ પણ દર્શાવે છે કે સબંધિત મીડિયા સંસ્થાનો દ્વારા મહેનત કરવામાં આવી નથી.
પેગાસસ કઈ રીતે ડેટા ચોરી કરે છે?
ફોન ડેટા સાથેનો ઉપયોગ ડેટા , વિડિઓ કેમેરા અને માઇક્રોફોનનો ઉપયોગ કરીને વોઇસ રેકોર્ડ કરે છે.
એન્ટિવાયરસ નિર્માતા કંપની કાસ્પરકાયના જણાવ્યા અનુસાર, પેગાસસ ફક્ત એસએમએસ, બ્રાઉઝિંગ ઇતિહાસ, સંપર્કો અને ઇ-મેલ્સ જ જોતો નથી, પણ ફોનમાંથી સ્ક્રીનશોટ પણ લે છે.
તે વપરાશકર્તાના સંદેશાઓ વાંચે છે, ફોન કોલ્સને ટ્રેક કરે છે, વિવિધ એપ્લિકેશનો અને તેમાં ઉપયોગમાં લેવામાં આવતી માહિતી ચોરી કરે છે.
તેને સ્માર્ટ સ્પાયવેર પણ કહેવામાં આવે છે, કારણ કે તે પરિસ્થિતિ અનુસાર જાસૂસીની નવી પદ્ધતિઓ અપનાવે છે.
આ માહિતી લીક કરીને, તે જાસૂસી કરે છે. જો તે ખોટા ફોનમાં ઇન્સ્ટોલ કરેલું હોય તો પોતાને નાશ કરવાની ક્ષમતા પણ ધરાવે છે.
પેગાસસ સોફ્ટવેરથી વિશ્વભરના પ્રખ્યાત લોકોની જાસૂસી કરવાના મામલે ફ્રેન્ચ સરકારે મોટો નિર્ણય લીધો. હકીકતમાં, ફ્રાન્સે પેગાસસ સોફ્ટવેરથી કથિત જાસૂસીની તપાસ શરૂ કરવાનો આદેશ આપ્યો છે.
(Photo Credit : NDTV)