130000 વર્ષ જૂનું બેબી મેમથ મળ્યું, તેના દૂધના દાંત પણ તૂટ્યા નહોતા, વૈજ્ઞાનિકોએ જોઈ આશ્ચર્યજનક વસ્તું
Baby Mammoth: મનુષ્ય અગાઉ પણ ઘણી પ્રજાતિઓએ પૃથ્વી પર રાજ કર્યું છે. ડાયનાસોરથી લઈને મેમથ તેમાંથી એક છે. સાઇબેરિયાના પર્માફ્રોસ્ટમાં 1,30,000 વર્ષોથી સંરક્ષિત એક બેબી મેમથ મળી આવ્યું હતું. વૈજ્ઞાનિકોએ હવે આ બેબી મેમથના શરીરને નેક્રોપ્સી માટે રાખ્યું છે. મેમથ હાથીઓ જેવો દેખાતો જીવ હતો. આ મેમથનું નામ યાના રાખવામાં આવ્યું છે. આ મેમથ ડિસેમ્બર 2024માં વિશ્વ સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું, જેને વિશ્વનું સૌથી શ્રેષ્ઠ સંરક્ષિત મેમથ માનવામાં આવતું. સવાલ એ છે કે શું આ મેમથના શરીરમાંથી મળેલી માહિતી આપણને ભૂતકાળના ઊંડાણમાં લઈ જશે, કે છુપાયેલા જોખમો માટે જગાડી દેશે.
રશિયાના યાકુત્સ્કમાં એક મેમથ મ્યૂઝિયમ છે, જ્યાં યાનાનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. આ પ્રક્રિયા દરમિયાન, વૈજ્ઞાનિકોએ તેના અંગોને લઇને એક આશ્ચર્યજનક પરિસ્થિતિ જોઈ. આ મેમથનો આકાર 3.9 ફૂટ હતો. વજનની વાત કરીએ તો તે 181 કિલો હતું. જે 2-3 સામાન્ય પુખ્ત માનવીઓ જેટલું છે. તેનું આખું માથું, સૂંઢ અને હાથી જેવા શરીરનો આગળનો ભાગ સંપૂર્ણપણે સુરક્ષિત છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે તેમાં મિલ્ક ટસ્ટ એટલે કે દૂધના દાંત પણ મળ્યા જે વધતી ઉંમર સાથે ખરી પડે છે.
સમાચાર એજન્સી AFPના અહેવાલ મુજબ, સેન્ટ પીટર્સબર્ગમાં પ્રાયોગિક દવા સંસ્થાના આર્ટેમી ગોંચારોવે કહ્યું કે, 'ઘણા અંગો અને પેશીઓ ખૂબ સારી સ્થિતિમાં છે.' પાચનતંત્રના ભાગો, પેટ અને આંતરડાના ટુકડા, ખાસ કરીને કોલન બચેલા છે. 'આ આપણા ગ્રહનો ઇતિહાસ છે. યાનાની પ્રજાતિ લુપ્ત થઈ તેનો વધારે સમય થયો નથી. તે 4000 વર્ષ અગાઉ પૃથ્વી પર હાજર હતું. વૈજ્ઞાનિકો માને છે કે યાનાનું મૃત્યુ થયું ત્યારે તે એક વર્ષનું હતું. પરંતુ મૃત્યુનું કારણ હજુ સુધી સંપૂર્ણપણે સ્પષ્ટ નથી. વૈજ્ઞાનિકો માને છે કે તેના મૃત્યુમાં માનવીની કોઈ ભૂમિકા નહોતી. કારણ કે આધુનિક માનવીઓ 28,000-32,000 વર્ષ પહેલાં આ વિસ્તારમાં પહોંચ્યા હતા.
ગ્લોબલ વોર્મિંગને કારણે સાઇબેરિયામાં પીગળતા પર્માફ્રોસ્ટથી યાનાનો મૃતદેહ મળી આવ્યો હતો. તેનો પાછળનો ભાગ હજુ પણ જમીનમાં હતો. વૈજ્ઞાનિકોએ તેને કાતર અને સ્કેલ્પેલની મદદથી કાપીને પેશીઓના નમૂના લીધા. મૃતદેહમાંથી સડેલી માટી અને માંસ જેવી ગંધ આવતી હતી. પહેલા એવું અનુમાન કરવામાં આવ્યું હતું કે તે 50,000 વર્ષ જૂનું હતું. પરંતુ હવે જાણવા મળ્યું છે કે તે 1,30,000 વર્ષ જૂનું છે. અગાઉ, પીગળતા પર્માફ્રોસ્ટને કારણે 44,000 વર્ષ જૂનુ વરુ, સિંહનું બચ્ચું અને 35,000 વર્ષ જૂના વાઘના બચ્ચાના મૃતદેહ પણ મળી આવ્યા છે. એવો ભય છે કે, ક્યાંક પ્રાચીન જીવો પર આવા સંશોધનથી તેમની પુનરાગમન ન થઈ જાય.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp